° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


અગ્રણી કંપનીઓના શૅર્સમાં વેચવાલીને પગલે શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો

11 December, 2012 07:39 AM IST |

અગ્રણી કંપનીઓના શૅર્સમાં વેચવાલીને પગલે શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો

અગ્રણી કંપનીઓના શૅર્સમાં વેચવાલીને પગલે શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો
(શૅરબજારનું ચલકચલાણું)

સેન્સેક્સ અને નિફ્ટીમાં સમાવિસ્ટ અગ્રણી કંપનીઓમાં રોકાણકારોની મોટા પાયે વેચવાલીને પગલે ગઈ કાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ પ્રારંભમાં મામૂલી વૃદ્ધિ સાથે ખૂલ્યો હતો. સેન્સેક્સ શુક્રવારના ૧૯૪૨૪.૧૦ના બંધ સામે ૧૯૪૪૨.૧૯ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૪૭૮.૦૧ અને ઘટીને નીચામાં ૧૯,૩૬૨.૩૨ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૧૪.૪૧ ઘટીને ૧૯૪૦૯.૬૯ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૪૬.૨૩ વધીને ૭૧૧૬.૬૦ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૪.૧૦ વધીને ૭૪૭૦.૦૮ બંધ રહ્યો હતો. રોકાણકારો હવે મિડ અને સ્મૉલ કૅપ શૅર્સની ખરીદી તરફ વળી રહ્યા છે.

નિફ્ટી માત્ર ૧.૫૦ વધીને ૫૯૦૮.૯૦ બંધ રહ્યો હતો. બજાર સાથે સંકળાયેલા વર્ગનું માનવું છે કે ૬૦૦૦ પૉઇન્ટ્સના લેવલે પહોંચવા માટે નિફ્ટીને અવરોધ નડી રહ્યો છે. યુરોપની માર્કેટ્સ ઘટી હતી, જ્યારે એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિજ્સમાંથી ૭ ઘટ્યાં હતાં. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૨૩.૯૬ ઘટીને ૮૦૨૦.૭૪ બંધ રહ્યો હતો.

આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ત્રણના ભાવ ઘટ્યા હતા.

ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૩.૫૬ ટકા ઘટીને ૨૯૬.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. બ્લુસ્ટારનો ભાવ સૌથી વધુ ૨.૩૪ ટકા વધીને ૨૦૧ રૂપિયા બંધ રહ્યો હતો. રાજેશ એક્સર્પોટ્સનો ભાવ ૧.૩૫ ટકા અને ગીતાંજલિ જેમ્સનો ભાવ ૧.૨૩ ટકા વધ્યો હતો.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૬૧.૫૪ ઘટીને ૮૪૪૯.૨૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૯ના ભાવ ઘટ્યા હતા. કેઇર્ન ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૦૪ ટકા ઘટીને ૩૨૬.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો.

આઇટી ઇન્ડેક્સ ૫૦.૧૯ ઘટીને ૫૫૯૪.૨૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી સાતના ભાવ ઘટ્યા હતા. સત્યમ કમ્પ્યુટર સિસ્ટમ્સનો ભાવ સૌથી વધુ ૨.૯૦ ટકા ઘટીને ૯૫.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. હેક્ઝાવેર ટેક્નૉલૉજીઝનો ભાવ ૨.૬૯ ટકા અને ટીસીએસનો ભાવ ૨.૫૦ ટકા ઘટ્યો હતો. ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેરનો ભાવ સૌથી વધુ ૩.૮૭ ટકા વધીને ૨૯૬૭.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો.

હેલ્થકૅર ઇન્ડેક્સ

હેલ્થકૅર ઇન્ડેક્સ સૌથી વધુ ૭૦.૬૭ ટકા વધીને ૮૦૪૧.૭૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭ કંપનીમાંથી ૧૦ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. પિરામલ એન્ટરપ્રાઇઝિસનો ભાવ સૌથી વધુ ૫.૫૧ ટકા વધીને ૫૫૪ રૂપિયા બંધ રહ્યો હતો. ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝનો ભાવ ૨.૫૧ ટકા અને સિપ્લાનો ૧.૫૫ ટકા વધ્યો હતો. વૉકહાર્ટનો ભાવ સૌથી વધુ ૧.૪૨ ટકા ઘટીને ૧૬૫૭.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો.

બૅન્કેક્સ ૪૩.૫૩ વધીને ૧૪,૨૨૬.૭૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૧ના ભાવ વધ્યા હતા. ફેડરલ બૅન્કનો ભાવ સૌથી વધુ ૪.૭૬ ટકા વધીને ૫૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ ૪.૪૭ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયાનો ૪.૪૫ ટકા, બૅન્ક ઑફ બરોડાનો ૪.૨૧ અને આઇડીબીઆઇ બૅન્કનો ભાવ ૪.૨૦ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૧૩ના ભાવ વધ્યા હતા અને ૧૭ના ભાવમાં ઘટાડો થયો હતો. એચડીએફસીનો ભાવ સૌથી વધુ ૩.૧૫ ટકા વધીને ૮૬૩.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. એનટીપીસીનો ભાવ સૌથી વધુ ૧.૯૧ ટકા ઘટીને ૧૫૬.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૫૫ શૅરના ભાવ સર્વોચ્ચ લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં પંચાવન કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી, નાટકો ફાર્મા, સફારી ઇન્ડસ્ટ્રીઝ, ગીતાંજલિ જેમ્સ, એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શિયલ સર્વિસિસ, કાવેરી સીડ, અતુલ, અતુલ ઑટો, સિટી યુનિયન બૅન્ક વગેરેનો સમાવેશ છે. ૧૦ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં તારા જ્વેલ્સ, એમટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, માર્સ સૉફ્ટવેર, પ્રદીપ ઓવરસીઝ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૫૩૬ કંપનીના ભાવ વધ્યા હતા અને ૧૪૦૬ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ

એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સનો ભાવ ૩.૦૭ ટકા વધીને ૯૦.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૯૨.૨૫ રૂપિયાના છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યો હતો. ઘટીને નીચામાં ૮૮.૬૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૭.૬૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૭.૦૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧૯.૨૫ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં.

૨૭ નવેમ્બરે કંપનીએ ફેડરલ બૅન્કમાંથી એનો સંપૂર્ણ ૪.૬૭ ટકા હિસ્સાનું વેચાણ કરી દીધું હતું. કંપનીએ ૩૬૩ કરોડ રૂપિયામાં ૭૯.૯૦ લાખ શૅર્સ વેચ્યા હતા. એચએસબીસી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડે શૅરદીઠ ૪૫૩.૬૫ રૂપિયાના ભાવે ફેડરલ બૅન્કના ૧૪.૩૦ લાખ શૅર્સ ખરીદ્યા હતા.

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શિયલ

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ભાવ ૫.૬૬ ટકા વધીને ૧૦૫૫.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના ઊંચા મથાળે ૧૧૧૭.૧૦ રૂપિયાએ પહોંચ્યો હતો. ઘટીને નીચામાં ૧૦૦૦ રૂપિયાએ પહોંચ્યો હતો. ૧૬.૯૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં ૦.૧૭ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧.૬૪ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

કંપનીએ ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા ૮૬૭ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. કંપનીએ ૯૭.૫૦ લાખ શૅર્સનું વેચાણ કર્યું હતું.

એનએમડીસી

એનએમડીસીનો ભાવ ૨.૪૯ ટકા ઘટીને ૧૫૪.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૫૭.૯૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૪૯.૯૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૪.૫૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૬૩ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨.૯૯ લાખ શૅરનું કામકાજ થયું હતું. સરકાર આ સપ્તાહમાં ૧૦ ટકા ઇક્વિટીનું વેચાણ કરશે એવા સમાચારને પગલે ભાવ ઘટ્યો હતો. સરકાર શૅરના વેચાણમાં વર્તમાન ભાવની સરખામણીએ ૧૦થી ૧૫ ટકાનું ડિસ્કાઉન્ટ આપશે એવી અપેક્ષા છે.

ક્લેરીસ લાઇફ સાયન્સિસ

ક્લેરીસ લાઇફસાયન્સિસનો ભાવ ૯.૧૭ ટકા ઘટીને ૨૪૦.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૬૬.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૩૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૨.૫૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૪.૮૯ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૯.૧૮ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીએ એનો ઇનફ્યુઝન બિઝનેસ ૧૦૫૦ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. કંપનીની કુલ આવકમાં એનો હિસ્સો પંચાવન ટકા હતો. શુક્રવારે પણ શૅરનો ભાવ ચાર ટકા ઘટ્યો હતો.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૫૬૧.૭૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૮૬૩.૪૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૬૯૮.૨૩ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૬૭૮.૯૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૨૬૫.૪૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૫૮૬.૫૮ કરોડ રૂપિયા રહી હતી.

ડાયરેક્ટ ટૅક્સનું કલેક્શન વધ્યું

એપ્રિલ-નવેમ્બર ૨૦૧૨ દરમ્યાન ડાયરેક્ટ ટૅક્સનું નેટ કલેક્શન ૧૫ ટકા વધીને ૨,૭૦,૭૩૧ કરોડ રૂપિયા થયું છે. એમાં કૉર્પોરેટ ટૅક્સનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે. કૉર્પોરેટ ટૅક્સનું કલેક્શન ૧,૬૨,૮૯૭ કરોડ રૂપિયા, પર્સનલ ટૅક્સનું ૧,૦૭,૨૧૫ કરોડ રૂપિયા અને વેલ્થ ટૅક્સનું ૬૧૯ કરોડ રૂપિયા રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે ડાયરેક્ટ ટૅક્સના કુલ કલેક્શનનો લક્ષ્યાંક ૫.૭૦ લાખ કરોડ રૂપિયાનો નક્કી કરવામાં આવ્યો છે.

એસબીઆઇની અસોસિએટ બૅન્ક્સના ભાવમાં ઉછાળો

એસબીઆઇની ત્રણ અસોસિયેટ બૅન્કના ભાવમાં ગઈ કાલે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.

એસબીઆઇના ચૅરમૅન પ્રતીપ ચૌધરીએ એક બિઝનેસ ન્યુઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બૅન્ક જ્યારે કૅપિટલ સાથે કમ્ફર્ટેબલ થઈ જશે ત્યારે બાકીની અસોસિએટ બૅન્કોનું એસબીઆઇમાં મર્જર કરવામાં આવશે. બૅન્કના બોર્ડે તો મર્જર માટે મંજૂરી આપી દીધી છે.

સ્ટેટ બૅન્ક ઑફ માયસોરનો ભાવ ગઈ કાલે ૧૭.૩૯ ટકા વધીને ૬૯૮.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૧૪.૦૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૯૭ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.

સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર ઍન્ડ જયપુરનો ભાવ ૧૩.૬૬ ટકા વધ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૯૧.૬૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૧૩.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.

સ્ટેટ બૅન્ક ઑફ ત્રાવણકોરનો ભાવ ૧૪.૫૩ ટકા વધીને ૬૧૯.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૬૪૮ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૪૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

11 December, 2012 07:39 AM IST |

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:25 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK