° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


રશિયન સોનાની આયાત પર પ્રતિબંધની બહુ મોટી અસર ન થવાની કમેન્ટથી તેજી અટકી

29 June, 2022 12:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનની સોનાની આયાત મે મહિનામાં ૫૮.૩ ટકા વધતાં નીચા મથાળે ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રશિયન સોનાની આયાત પર પ્રતિબંધની અસર બહુ મોટી ન થવાની કમેન્ટને પગલે તેજી અટકી હતી, પણ ચીનની સોનાની આયાત મે મહિનામાં ૫૮.૩ ટકા વધી હોવાના રિપોર્ટને પગલે નીચા મથાળે ખરીદીનું આકર્ષણ વધ્યું હોવાતી સોના-ચાંદી મંગળવારે રેન્જબાઉન્ડ રહ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૧૪ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહ 
રશિયન સોનાની આયાત પર મુકાયેલા પ્રતિબંધની બહુ મોટી અસર નહીં થાય, કારણ કે બ્રિટન સહિતના પશ્ચિમી દેશોની સોનાની આયાત છેલ્લા કેટલાક સમયથી સતત ઘટી રહી છે. આવી કમેન્ટને પગલે સોનામાં તેજી અટકીને ભાવ ઘટ્યા હતા. સોમવારે વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૧૮૨૦.૬૦ ડૉલર થયું હતું જે એક તબક્કે રશિયન સોનાની આયાત પર પ્રતિબંધની વાતોને પગલે વધીને ૧૮૩૫.૭૦ ડૉલર થયું હતું. મંગળવારે ચીનની સોનાની આયાત હૉન્ગકૉન્ગ મારફત મે મહિનામાં ૫૮.૩ ટકા વધી હોવાનો રિપોર્ટ આવતાં અને અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધીને આવતાં સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો થયા બાદ સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. ચીનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થતાં પૅલેડિયમના ભાવ બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા, કારણ કે વિશ્વમાં પૅલેડિયમનું સૌથી મોટું કન્ઝ્યુમર્સ ચીન હોવાથી હવે પૅલેડિયમની ડિમાન્ડ વધવાની ધારણા છે. સોનું રેન્જબાઉન્ડ રહેતાં મંગળવારે ચાંદી અને પ્લૅટિનમ પણ રેન્જબાઉન્ડ રહ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં મે મહિનામાં ૦.૭ ટકાનો વધારો નોંધાયો હતો જે સતત ત્રીજે મહિને વધારો હતો અને માર્કેટની ધારણા ૦.૧ ટકા વધારા સામે ઘણો મોટો વધારો થયો હતો. અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધીને ૨.૫૬ ટકા થયું હતું જે ઘટીને ત્રણ દિવસ અગાઉ ૨.૫૦ ટકા હોવાનું સેંટ લ્યુસ ફેડરલ રિઝર્વના ડેટામાં જણાવાયું હતું. અમેરિકન એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ મે મહિનામાં ૦.૭ ટકા વધ્યું હતું જે છેલ્લા સાત મહિનામાં પ્રથમ વધારો હતો અને માર્કેટની ૩.૭ ટકા ઘટાડાની ધારણાથી એકદમ વિપરીત હતું. વળી મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા હોવા છતાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સના વધારાને કારણે આશ્ચર્ય ફેલાયું હતું. ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બૅન્કે ઇન્ફ્લેશન સામે લડવા ૨૦૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો, ઝિમ્બાબ્વેનું ઇન્ફ્લેશન મે મહિનામાં ૧૩૧.૭ ટકા હતું જે જૂનમાં વધીને ૧૯૧.૬ ટકા થયું હતું. અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ અને એક્ઝિસ્ટિંગ હોમસેલ્સના ડેટા ધારણા કરતાં વધુ સ્ટ્રૉન્ગ આવતાં રિસેશનનો ભય ઓછો થયો હતો. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ચીનમાં કોરોના સામે વિજય મેળવ્યો હોવાની ઉજવણી અનેક શહેરોમાં થઈ રહી છે અને સરકાર દ્વારા તમામ ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ માટે પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યાં છે. ચીન વર્લ્ડનું સૌથી મોટું ગોલ્ડનું કન્ઝ્યુમર્સ હોવાથી આગામી મહિનામાં ચીનની ગોલ્ડ ડિમાન્ડ મોટેપાયે વધી શકે છે. ચીનની સોનાની આયાત હૉન્ગકૉન્ગ મારફત મે મહિનામાં ૫૮.૩ ટકા વધી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. ચીન અને ભારત બંને મળીને વિશ્વના સોનાના વપરાશમાં ૫૦ ટકા હિસ્સો ધરાવે છે ત્યારે બંને દેશોની સોનાની ફિઝિકલ ડિમાન્ડમાં છેલ્લા બે મહિનામાં થયેલો નોંધપાત્ર વધારો સોનાની તેજીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, પણ સોનામાં અન્ય કારણથી જ્યારે તેજીનો પવન ફૂંકાશે ત્યારે ફિઝિકલ ડિમાન્ડ વધ્યાની પણ અસર એમાં ભળશે. અમેરિકા સહિત યુરોપિયન દેશોની સેન્ટ્રલ બૅન્કોના વડા પોર્ટુગલ ખાતે ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ની ઍન્યુઅલ ફૉરમમાં હાલ ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ અને રિસેશન વિશે ચર્ચા કરી રહ્યા છે. ત્રણ દિવસની મીટિંગમાં યુરો એરિયા ઇન્ફ્લેશન રેટ વિશે વધુ સ્પષ્ટતા થશે. ઈસીબીએ જુલાઈમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની અગાઉથી જાહેરાત કરીને બૉન્ડ બાઇંગ બંધ કર્યું છે. આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ)ના વડાએ ફેડ દ્વારા શ્રેણીબધ્ધ ઇન્ટરેસ્ટ રેટ વધારા છતાં રિસેશનના ભયનો ઇનકાર કરતાં સોનામાં મોટી તેજીની આશા પર પાણી ફરી વળ્યું હતું. જોકે હજી પણ વર્લ્ડના ટૉપ લેવલના મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો રિસેશનની આગાહી સતત કરી રહ્યા છે. રશિયન સોનાની આયાત પર બ્રિટન, અમેરિકા, કૅનેડા અને જપાન દ્વારા G7ની બેઠકમાં પ્રતિબંધ મૂકયાની વધુ અસર નહીં થાય એવી કમેન્ટ ઍનલિસ્ટો દ્વારા સોનામાં શૉર્ટ ટર્મ તેજીની શક્યતા ઊડી ગઈ હતી. 

29 June, 2022 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

કાપડબજારમાં અનેક તડકી-છાંયડી બાદ તહેવારોની ઘરાકીની ઊજળી આશાને કારણે વધતો વિશ્વાસ

કોરોનાને લીધે બે વર્ષ બાદ ખૂલેલી સ્કૂલોને કારણે યુનિફૉર્મની જબરદસ્ત ડિમાન્ડનો બૂસ્ટર ડોઝ મળ્યો : અમેરિકા-ચીન વચ્ચે તાઇવાન બાબતે તનાવ વધતાં ભારતીય કાપડ આઇટમોની નિકાસ વધવાની ઊજળી આશા

08 August, 2022 05:29 IST | Mumbai | Mayur Mehta

નિવૃત્તિકાળ માટેના આયોજનમાં તમારો કેટલો સહયોગ જરૂરી હોય છે?

જેમણે અત્યાર સુધી કોઈ નાણાકીય આયોજન કર્યું ન હોય એવા લોકો માટે પ્રશ્ન વધારે પેચીદો બની જાય છે

08 August, 2022 05:27 IST | Mumbai | Khyati Mashru Vasani

રિઝર્વ બૅન્ક દ્વારા કરાયેલા ત્રીજી વારના વધારા પછી રેપો રેટ ત્રણ વર્ષની ઊંચે

ભાવવધારો ન રોકાય તો એની અસર ટૂંકા ગાળાના આર્થિક વિકાસના દર પર થઈ શકે અને એની ગાડી ડીરેલ થઈ શકે

08 August, 2022 05:25 IST | Mumbai | Jitendra Sanghvi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK