° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

શૅર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 2000 અંક નીચે બંધ, આ રહ્યું કારણ

26 February, 2021 04:09 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 2000 અંક નીચે બંધ, આ રહ્યું કારણ

બીએસઈ

બીએસઈ

શૅર બજારમાં શુક્રવારે જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી. આ કારણે BSE Sensex લગભગ 2000 અંક તૂટી ગયું અને નિફ્ટી પણ 14,500 અંકના સ્તર નીચે આવું ગયું. BSE 30 શૅરો પર આધારિત ઈન્ડેક્સ છે અને તમામ 30 પ્રમુખ કંપનીઓના શૅર લાલ નિશાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 1939.32 અંક એટલે 3.80 ટકા તૂટીને 49,099.99 અંકના સ્તર પર બંધ થયું. બીજી તરફ નિફ્ટી 568.20 અંક એટલે 3.76 ટકા તૂટીને 14,529.15 અંકના સ્તર પર બંધ થયું. વિશ્લેષકોના મતે વૈશ્વિક સ્તરે ભારે વેચવાલીનું દબાણ ભારતીય બજારો પર પણ જોવા મળ્યું હતું.

BSE Sensex પર ઓએનજીસીના શૅરોમાં સૌથી વધારે 6.60 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શૅરમાં 6.35 ટકા, એક્સિસ બેન્કના શૅરમાં 5.98 ટકા, કોટક મહિન્દ્રા બેન્કના શૅરમાં 5.96 ટકા, બજાજ ફિનસર્વના શૅરમાં 5.95 ટકા અને પાવરગ્રિડના શૅરમાં 5.69 ટકોના ઘટાડો નોંધાયો છે. આ સિવાય એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ડસઈન્ડ બેન્ક અને એસબીઆઈના શૅરમાં ભારે ઘટાડા સાથે થયું છે.

એ સિવાય ટેક મહિન્દ્રા, એશિયન પેન્ટ્સ, ભારતી એરટેલ, બજાજ ઑટો, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, સનફાર્મા, એચસીએલ ટેક, ટાઈટન, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યૂનિલીવર, ડૉ રેડ્ડીઝ, મારૂતિ, એનટીપીસી અને નેસ્લે ઈન્ડિયાના શૅર લાલ નિશાન સાથે બંધ થયા છે.

અન્ય એશિયાઈ બજાર પણ ઘટાડા સાથે બંધ થયું. તેમ જ મોટાભાગના યૂરોપીય શૅર બજારોમાં બપોરના સત્રમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

26 February, 2021 04:09 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK