આઇસી૧૫ ઇન્ડેક્સ ૪૪૭ પૉઇન્ટ ઘટ્યો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ફેડરલ રિઝર્વની મીટિંગ પહેલાં સાવચેતીરૂપે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સાધારણ ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૫૩ ટકા (૪૪૭ પૉઇન્ટ) ઘટીને ૮૩,૪૦૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૩,૮૫૨ ખૂલીને ૮૪,૨૩૩ની ઉપલી અને ૮૧,૯૩૭ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટનાર કૉઇન ડોઝકૉઇન, અવાલાંશ, ચેઇનલિન્ક અને ટ્રોન હતા. એક્સઆરપી, ટોનકૉઇન, બીએનબી અને સોલાના વધ્યા હતા.
દરમ્યાન લૉ કમિશન ઑફ ઇંગ્લેન્ડ ઍન્ડ વેલ્સે પોતાના નવીનતમ અહેવાલમાં સૂચન કર્યું છે કે સરકારે ડિજિટલ ઍસેટ્સની ખાસિયતોનું રક્ષણ કરવાની દૃષ્ટિએ તમામ ક્રિપ્ટો ઍસેટ્સને વ્યક્તિગત મિલકતનું નવું સ્વરૂપ ગણવી જોઈએ. બીજી બાજુ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે નાણાકીય સ્થિરતા વધારવા માટે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નૉલૉજી અને હોલસેલ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)માં પ્રયોગો કરવાનું પોતાનું આયોજન હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
રશિયામાં આવતા વર્ષે જુલાઈથી ડિજિટલ રૂબલ નામની CBDC લૉન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ઉપરાંત બૅન્ક ઑફ ઘાનાએ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ ક્ષેત્રે બ્લૉકચેઇન અને CBDCનો ઉપયોગ કરવા માટેનો પ્રયોગ પૂરો કરી લીધો છે.

