બજાજ ઑટો આવતી કાલે એટલે કે 5 જુલાઈ, 2024ના રોજ તેની અને દેશની પ્રથમ સીએનજી બાઇક લૉન્ચ કરવા જઈ રહી છે, જે પુણેમાં એક ઇવેન્ટ દરમિયાન લૉન્ચ કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: પિક્સાબે)
બજાજ ઑટો એ કંપની તરીકે જાણીતી છે જેણે દેશમાં પ્રથમ સીએનજી સંચાલિત ઑટો રિક્ષા લૉન્ચ કરી હતી અને તે ઉત્પાદક તરીકે પણ ઓળખાય છે, જેણે દેશમાં પ્રથમ સીએનજી મોટરસાઇકલ લૉન્ચ કરી હતી. બજાજ ઑટો આવતી કાલે એટલે કે 5 જુલાઈ, 2024ના રોજ તેની અને દેશની પ્રથમ સીએનજી બાઇક લૉન્ચ (Bajaj Freedom 125) કરવા જઈ રહી છે, જે પુણેમાં એક ઇવેન્ટ દરમિયાન લૉન્ચ કરવામાં આવશે.
લૉન્ચ પહેલાં બજાજ ઑટોએ બજાજ સીએનજી બાઇક (Bajaj Freedom 125)નું ટીઝર પણ બહાર પાડ્યું છે, જેમાં આ બાઇકની ઘણી વિગતો સામે આવી છે, આ બાઇકની ડિઝાઇન હાલની બાઇક જેવી જ છે, પરંતુ ફ્યુઅલ ટેન્ક અને સીટની ડિઝાઇન બિલકુલ અલગ છે અને અનન્ય છે.
ADVERTISEMENT
ક્યાં અને કોણ લૉન્ચ કરશે
બજાજ ઑટો (Bajaj Freedom 125)ની આ બાઈક 5મી જુલાઈના રોજ પુણેમાં એક ઈવેન્ટ દરમિયાન રજૂ કરવામાં આવશે, જેને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી લૉન્ચ કરશે. બજાજ ઑટોએ આ બાઇકના નામ અંગે કોઇ માહિતી આપી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર આ બાઇકનું નામ બજાજ ફ્રીડમ 125 સીએનજી હોય શકે છે.
માઈલેજ શું હોય શકે?
બજાજની આવનારી સીએનજી મોટરસાઇકલ વિશે લોકોમાં ઘણી ઉત્સુકતા છે કારણ કે તે ભારતમાં અને સંભવતઃ વિશ્વની પ્રથમ સીએનજી આધારિત મોટરસાઇકલ હોય શકે છે, જે પ્રતિ કિલોગ્રામ 100 કિલોમીટર સુધીની માઇલેજ ધરાવે છે. બજાજના તાજેતરના ટીઝરએ પુષ્ટિ કરી છે કે આ બાઇક સીએનજી અને પેટ્રોલ બંને પર ચાલશે અને આમાંથી એકને પસંદ કરવા માટે ટોગલ પણ આપવામાં આવ્યું છે.
લક્ષણો અને વિશિષ્ટતાઓ
ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, સ્પાય શોટ્સ અને તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાંથી મળેલી માહિતી અનુસાર, કંપની બજાજ ફ્રીડમ 125ને ઘણા વેરિયન્ટ્સમાં ઓફર કરશે. આમાં, ગ્રાહકોને વેરિયન્ટ્સ અને કલર વિકલ્પોની લાંબી શ્રેણી મળવાની સંભાવના છે.
બાઇકમાં રાઉન્ડ શેપની હેડલાઇન, લાંબી સીટ કે જેની નીચે સીએનજી સિલિન્ડર ફીટ કરવામાં આવે છે, ટ્યૂબલેસ ટાયર, એલોય વ્હીલ્સ અને એકંદર ADV સ્ટાઇલ સાથે હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ હશે.
શું હશે કિંમત?
બજાજ ઓટોએ હજુ સુધી દેશની પ્રથમ સીએનજી બાઇક બજાજ ફ્રીડમ 125ની કિંમત વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી, પરંતુ અહેવાલો અનુસાર, આ બાઇકની કિંમત 90 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીની હોઈ શકે છે.
બજાજ ઑટોનો દાવો
બજાજ સીએનજી બાઇક ફ્રીડમ 125 એક નાની પેટ્રોલ ટાંકી સાથે પણ આવે છે જે વધારાની રેન્જ માટે સીએનજી સમાપ્ત થાય તો બેકઅપ તરીકે કામ કરે છે. આ અંગે, બજાજ દાવો કરે છે કે આ સીએનજી બાઇક, ખાસ કરીને ખર્ચ-સભાન ખરીદદારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે, જે ઑપરેટિંગ અને ઇંધણના ખર્ચમાં 50-65 ટકાનો ઘટાડો જોશે.

