Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Yes Bankએ અનિલ અંબાણી ગ્રુપના મુખ્યાલયને લીધો તાબે, કેમ લીધું આ પગલું?

Yes Bankએ અનિલ અંબાણી ગ્રુપના મુખ્યાલયને લીધો તાબે, કેમ લીધું આ પગલું?

30 July, 2020 03:04 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Yes Bankએ અનિલ અંબાણી ગ્રુપના મુખ્યાલયને લીધો તાબે, કેમ લીધું આ પગલું?

અનિલ અંબાણી (ફાઇલ ફોટો)

અનિલ અંબાણી (ફાઇલ ફોટો)


એક સમયે વિશ્વના છઠ્ઠા સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહી ચૂકેલા અનિલ અંબાણી(Anil Ambani)ને પોતાનું મુખ્યાલય પણ ગુમાવવું પડ્યું છે. તેમના અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ(ADAG)ના મુંબઇ સ્થિત મુખ્યાલય રિલાયન્સ સેન્ટર(Reliance Center)ને યસ બેન્કે(Yes Bank) પોતાના તાબામાં લઈ લીધું છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં આવેલી જાહેરાતમાં બેન્કે આ બાબતની માહિતી આપી છે. બેન્કે જણાવ્યું કે તેણે મુંબઇના સાંતાક્રૂઝ(Santacruz) વિસ્તારમાં આવેલા 21,000 સ્ક્વેર ફુટના મુખ્યાલયનો કબજો લીધો છે. આ સિવાય દક્ષિણ મુંબઇ સ્થિત નાગિન મહેલના પણ બે ફ્લોર બેન્કે પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે. બેન્કે SARFESI એક્ટ હેઠળ 22 જુલાઇના આ કાર્યવાહી કરી છે. અનિલ અંબાણી તરફથી 2,892 કરોડ રૂપિયાનું દેવું ન ચૂકવવાને કારણે બેન્કે આ કાર્યવાહી કરી છે.

અનિલ અંબાણી ગ્રુપ પર યેસ બેન્કના કુલ 12,000 કરોડ રૂપિયા બાકી છે. જણાવવાનું કે આ વર્ષે માર્ચમાં પ્રવર્તન નિદેશાલય સાથે પૂછપરછમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે યેસ બેન્ક પાસેથી તેમણે જે ઋણ લીધું હતું, તે સંપૂર્ણપણે સેફ છે. તેમણે કહ્યું હતું કે યેસ બેન્કનું સંપૂર્ણ દેવું તેઓ ચૂકવશે, ભલે આ માટે તેમણે પોતાની સંપત્તિઓ વેચવી પડે. યેસ બેન્ક તરફથી કરવામાં આવેલી પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તેમનું બેન્કના પૂર્વ ડાયરેક્ટર રાણા કપૂર, તેમની પત્ની, દીકરી કે તેમના નિયંત્રણમાં આવતી કોઇપણ કંપની સાથે ક્યારે પણ કોઇ સંબંધ રહ્યો નથી.



ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જ પ્રવર્તન નિદેશાલયે રાણા કપૂર, તેમની દીકરી રોશની કપૂર, રાધા કપૂર અને રાખી કપૂર વિરુદ્ધ યેસ બેન્ક ફ્રૉડ કેસમાં ચાર્જશીટ નોંધવામાં આવી છે. આ સિવાય ચાર્જશીટમાં મૉર્ગન ક્રેડિટ્સ, યેસ કેપિટલ અને Rab એન્ટરપ્રાઇઝેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ યેસ બેન્કના નિદેશક તરીકે પ્રશાંત કુમાર કામકાજ સંભાળે છે. આ પહેલા પ્રશાંત કુમાર ભારતીય સ્ટેટ બેન્કના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર હતા. પ્રશાંત કુમારે 36 વર્ષ સુધી એસબીઆઇમાં પોતાની સેવા આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2020 03:04 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK