° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


ઍરટેલે પ્રીપેઇડ ગ્રાહકો માટેના દરમાં કર્યો ૨૦થી ૨૫ ટકાનો વધારો

23 November, 2021 01:36 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અગ્રણી ટેલીકૉમ સર્વિસ પ્રોવાઇડર કંપની ઍરટેલે પ્રીપેઇડ ગ્રાહકો માટેના સેવાના દરમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

અગ્રણી ટેલીકૉમ સર્વિસ પ્રોવાઇડર કંપની ઍરટેલે પ્રીપેઇડ ગ્રાહકો માટેના સેવાના દરમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કર્યો છે. 
કંપનીએ જણાવ્યું છે કે આર્થિક રીતે પરવડે એવો બિઝનેસ કરવા માટે એણે પ્રતિ યુઝર આવક ૨૦૦ રૂપિયા અને વધુમાં ૩૦૦ રૂપિયા રહે એવી નીતિ અપનાવી છે. આ રીતે મળેલાં નાણાંનો ઉપયોગ નેટવર્ક અને સ્પેક્ટ્રમ માટે કરવામાં આવે છે. 
કંપનીના નવા પ્રીપેઇડ દર ૨૬ નવેમ્બર ૨૦૨૧થી લાગુ થશે. 
હવે ઍરટેલના વૉઇસ પ્લાનની શરૂઆત ૨૮ દિવસની વૈધતા ધરાવતા હાલના ૭૯ રૂપિયાના પ્લાનને બદલે ૯૯ રૂપિયાના પ્લાનથી થશે. આ ઉપરાંત અનલિમિટેડ વૉઇસ કૉલ અને ડેટા ટૉપ અપ માટેના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

23 November, 2021 01:36 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK