Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Budget 2020 LIVE: બૅંક ડુબશે તો મળશે 5 લાખ સુધીની રકમ સુરક્ષિત

Budget 2020 LIVE: બૅંક ડુબશે તો મળશે 5 લાખ સુધીની રકમ સુરક્ષિત

01 February, 2020 02:14 PM IST | Mumbai Desk

Budget 2020 LIVE: બૅંક ડુબશે તો મળશે 5 લાખ સુધીની રકમ સુરક્ષિત

Budget 2020 LIVE: બૅંક ડુબશે તો મળશે 5 લાખ સુધીની રકમ સુરક્ષિત


1.45 PM

બૅંકો ડુબી જશે તો હવે ગ્રાહકોને મળશે 5 લાખ સુધીની રકમ સુરક્ષિત



સ્વાસ્થ્ય યોજનાઓ માટે 70 હજાર કરોડની ફાળવણી કરાશે, દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ. આધાર કાર્ડ હશે તો તરત મેળવી શકશો પાન કાર્ડ. 


1.40 PM

સ્વાસ્થ્ય યોજનાઓ માટે 70હજાર કરોડ રૂપિયાની ફાળવણી, દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ.


1.30 PM

શિક્ષણ ક્ષેત્રે 99,300 કરોડ ફાળવવાની જાહેરાત કરાઇ. નાહવાનું હવે મોંઘુ થશે કારણકે સાબુ મોંઘા થયા.

1.10 PM
5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. 5થી 7 લાખ સુધીની આવક ધરાવનારાઓને 10 ટકા ટેક્સ, 7.5 લાખથી 10 લાખ સુધી 15 ટકા ટેક્સ અને 10થી 12.5 લાખ સુધીની આવક ધરાવતાં લોકોએ 12 ટકા ટેક્સ આપવો પડશે.

1.08 PM
5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. 5થી 7 લાખ સુધીની આવક ધરાવનારાઓને 10 ટકા ટેક્સ, 7.5 લાખથી 10 લાખ સુધી 15 ટકા ટેક્સ અને 10થી 12.5 લાખ સુધીની આવક ધરાવતાં લોકોએ 12 ટકા ટેક્સ આપવો પડશે. આવતા વર્ષે સરકાર 5.36 લાખ કરોડ રૂપિયા બજારથી ઉધાર લેશે. તેનો મોટાભાગનો હિસ્સો કેપિટલ ખર્ચ માટે થશે : નાણા મંત્રી

1.05 PM
સરકારે હાલમાં જ ટેક્સ સુધારો તરફ પગલાં ભર્યા છે. તેની અસર થવામાં થોડો સમય લાગશે : નિર્મલા સીતારમણ

2020-21માં રાજકોષીય ખોટ 3.5 ટકા રહેવાનું અનુમાન

1.02 PM

બજેટ 2020: ખેડૂતો માટે 16 સૂત્રોની મોટી જાહેરાતો, વિમાનમાં અનાજની હેરફેર કરી શકાશે...

અમારી સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા કૃષિ વિકાસ યોજના લાગુ કરવામાં આવી છે, પીએમ પાક વીમા યોજના હેઠળ કરોડો ખેડુતોને લાભ થયો હતો. સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ખેડુતોના બજારો ખોલવાની જરૂર છે, જેથી તેમની આવકમાં વધારો થાય.

1.01 PM
2019-20માં કુલ ખર્ચ 26.99 લાખ કરોડ રૂપિયા છે. સરકારે 15મા નાણાકીય આયોગની ભલામણો સ્વીકારી લીધી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, હાલના વલણો મુજબ, 2020-21માં નૉમિનલ જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાનો અનુમાન

12.56 PM
GIFT સીટી ખાતે ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થપાશે. LICનો IPO લાવીને સરકાર નાણા એકત્ર કરશે

12.51 PM
જમ્મૂ-કાશ્મીર તેમજ લદ્દાખ માટે અલગથી ફાળવી આટલી રકમ
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બન્ને નવા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને સપોર્ટ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જમ્મૂ-કાશ્મીર માટે 30,757 કરોડ રૂપિયા અને લદ્દાખ માટે 5958 કરોડ રૂપિયા ફાળવ્યા.

12.49 PM
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, આઇડીબીઆઈ બેન્કમાં સરકારી ભાગ વેંચવામાં આવશે, પીએસપૂ બેન્કોમાં નિયુક્તિ માટે ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

12.47 PM
મોદી સરકાર જમ્મુ-કાશ્મીર અને લદાખને 30,760 કરોડ આપશે. જમા સુરક્ષા વીમો 1 લાખથી વધારી 5 લાખ કરાયો. SARFAESI Actહેઠળ NBFCની જવાબદારી ઘટાડી 100 કરોડ કરાશે.

12.44 PM
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, ફિક્સ્ડ ડિપોઝીટનો વીમો 1 લાખથી વધારીને 5 લાખ સુધી કરવામાં આવ્યો છે. સાથે જ રિકેપ કરવામાં આવેલી બેન્કો મૂડી બજારમાં જઈ શકે છે.

12.41PM
નિર્મલા સીતારમણે કહ્યું કે, મોદી સરકાર 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવા અમે કટીબદ્ધ છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે જરૂરી સુધારા કરવામાં આવશે.

12.38 PM

મોદી સરકાર તરફથી નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી ખોલવામાં આવશે.

નાણા મંત્રીએ પ્રદૂષણને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે મોટા શહેરોમાં સ્વચ્છ હવા માટે 4400 કરોડ રૂપિયા ફાળવાશે.

12.34 PM
2022 સુધીમાં બનશે 100 નવા એરપોર્ટ, દરેક જિલ્લામાં મેડિકલ કાલેજ શરૂ થશે : નાણા મંત્રી

12.32 PM
નિર્મલા સીતારમણે કહ્યું, રાષ્ટ્રીય સુરક્ષા મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. તિરુવલ્લૂરે પાંચ રત્નોનો ઉલ્લેખ કર્યો છે તો મોદીએ તેને પૂરા કરી બતાવ્યા છે. સ્વાસ્થ્ય, ખુશહાલી, સુરક્ષા, અને ખેડૂતો માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા છે.

12.25 PM
ધોળાવીરા હેરિટેજ સાઇટ ખાતે મ્યૂઝિયમ બનશે. બજેટમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા 2500 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવે.

12.23 PM
અનુસૂચતિ જાતિ અને પછાત વર્ગો માટે 85 હજાર કરોડ રૂપિયાનો પ્રસ્તાવ, અનુસૂચિત જનજાતિ માટે 53,700 કરોડ રૂપિયાના બજેટનો પ્રસ્તાવ.

12.22 PM
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમના પરિણામો ખૂબ જ સારા આવ્યા છે. તેમણે કહ્યું કે કોઇપણ સ્તરની શિક્ષામાં હવે છોકરીઓનું નામાંકન પુરુષો કરતાં વધારે છે. તેમણે કહ્યું કે બજેટમાં મહિલાઓ સાથે જોડાયેલી યોજનાઓ માટે 28,600 કરોડનું આવંટન થવું જોઇએ.

12.14 PM
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 550 રેલ્વે સ્ટેશનો પર વાયફાયની શરૂઆત થઈ. રેલ પટરીના કિનારે વધારે ક્ષમતા સોલાર પેનલ લગાવવાના પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યા છે.

12.12 PM

ડેટા સેન્ટર પાર્કના એસ્ટાબ્લિશમેન્ટ માટે રજૂ કર્યો પ્રસ્તાવ
100000 ગ્રામ પંચાયત આ બાબતે જોડાશે.

12.02 PM
ઉદ્યમિતા ભારતની તાકાત: નાણાંમંત્રી નિર્મલા સીતારમણ

વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે માટે રૂપિયા 27300 કરોડનો પ્રસ્તાવ.

11.59 AM

આંત્રપ્રિન્યોરશીપ દેશની તાકાત છે. હું એક એવા ઇનવેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલનો પ્રસ્તાવ મુકવા ઇચ્છુ છું જે પ્રિ-ઇનવેસ્ટમેન્ટ એડવાઇઝરી સહિત છેક સુધીની બધી જ તૈયારીઓમાં રાજ્ય સ્તરે જ ક્લિયરન્સ મેળવવામાં મદદ કરે જેમાં લેન્ડ બેંક્સ વગેરેનો પણ સમાવેશ હોય. 

દેશમાં ખડી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર પાણીની સમસ્યાથી પિડાતા 100 જિલ્લાઓ સુધી પહોંચી અનિવાર્ય પગલાં લેશે

11.57 AM
દરેક જિલ્લામાં હોસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ ખોલવાનો પ્રસ્તાવ
દેશમાં ક્વાલિફાઇડ મેડિકલ ડૉક્ટર્સની ઉણપ છે. બજેટમાંપીપીપી મોડમાં દરેક જિલ્લા હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ અટેચ કરવાનો પ્રસ્તાવ

11.53 AM

નિર્મલા સીતારમણે કહ્યું સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમની થશે શરૂઆત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં શિક્ષા ક્ષેત્રણાં મોટા નિવેશની જરૂર છે તેમણે કહ્યું કે સ્ટડી ઇ ઇન્ડિયાની શરૂઆતની જાહેરાત કરી.

11.50AM
FM Nirmala sitharaman: આગામી નાણાંકીય વર્ષમાં સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયાનું આવંટન
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં સ્વચ્છ બારત મિશન માટે 12,300 કરોડ રૂપિયાના આવંટનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું તે નરેન્દ્ર મોદી સરકાર દેશને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

11.41AM

ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા 

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું તે ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. કેન્દ્ક સરકારનું કરજ ઘટીને જીડીપીનું 48.7 ટકા રહી ગયું જે 2014માં 52.2 ટકા પર હતું.

11.36AM

Budget 2020: ખેડૂતોને કરજ આપવા માટે 15 લાખ કરોડ રૂપિયા અલગથી આપવા માટે રજૂ કર્યો પ્રસ્તાવ

ખેડૂતો પર કેન્દ્રીત મોદી સરકારના આ બજેટમાં ખેડૂતોને કરજ આપવા માટે અલગથી 15 લાખ કરોડ રૂપિયા આપવામાં આવે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. દેશમાં અને દેશની બહાર કૃષિ ઉત્પાદ પહોંચાડવા માટે કૃષિ ઉડાન યોજનાની શરૂઆત કરવામાં આવશે.

11.31 AM

કૃષિ બજારોમાં ઉદારમતવાદ જરૂરી છે. સરકારે ખેડૂતો માટે મદદનો હાથ લંબાવ્યો છે અને 16-મુદ્દાનો એક્શન પ્લાન કૃષિ અને ખેડૂતોના કલ્યાણ માટે નક્કી કરાયો છે.

11.25 AM

આ બજેટ એસ્પિરેશનલ ઇન્ડિયા (પ્રેરણાત્મક ભારત), આર્થિક વિકાસ અને જાળવણી કરતા સમાજના થીમ પર બનાવાયું છે

જીએસટીને કારણે ગ્રાહકોને વર્ષે 1 લાખ કરોડનો ફાયદો

જીએસટીને કારણે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ક્ષેત્રે કૌશલ્ય આવ્યું છે. ઇન્સ્પેક્ટર રાજ ખતમ થયું છે અને લધુ તથા મધ્યમ કદનાં ઉદ્યોગોને તેને કારણે લાભ થયો છે. ગ્રાહકોને વર્ષે 1 લાક કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

નિર્મલા સીતારમણે કાશ્મીરીમાં કવિતા વાંચી અને હિન્દીમાં અનુવાદ કર્યો.

Budget 2020 LIVE: જેટલીને યાદ કર્યા, કાશ્મીર પર કવિતા વાંચી

"હમારા વતન ખિલતે હુએ શાલીમાર બાગ જૈસા, હમારા વતન દાલ લેકમાં ખિલતે હુએ કમલ જૈસા, નૌ જવાનોં કે ગરમ ખુન જૈસા, મેરા વતન તેરા વતન, હમારા વતન, દુનિયા કા સબસે પ્યારા વતન"

નિર્મલા સીતારમણે અરુણ જેટલીને શ્રધ્ધાંજલી આપી.

બજેટ શરૂ કરતાં પહેલાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અરુણ જેટલીને શ્રધ્ધાંજલી આપી જીએસટીનાં નિર્ણયમાં તેમના યોગદાનને યાદ કર્યું. 

11.15 AM
નાણાંમંત્રીએ ટેક્સમાં ઘટાડાના આપ્યા સંકેત
નાણાંમંત્રી સીતારમણે ટેક્સમાં ઘટાડાનો સંકેત આપ્યો અને કહ્યું તે બજેટ લોકોની આયકર શક્તિ વધારનારું છે.

11.10 AM
બજેટ દેશની આશાઓને પૂરું કરનાર છેઃ નિર્મલા સીતારમણ
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમા કહ્યું કે બજેટ દેશની આશાને પૂરું કરશે.

નિર્મલા સીતારમણે સંસદમાં પોતાનું બીજું બજેટ ભાષણ રજૂ કરવાની શરૂઆત કરી દીધી છે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે નાણાંકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રીય બજેટને તમે લાઇવ જોઇ શકો છો. આ બજેટમાં સામાન્ય લોકો ઇનકમ ટેક્સમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે. આ બદેટ દેશની ઇકોનોમીને રિવાઇવ કરવાની તક ધરાવે છે, જે સરકાર ઝડપી લેવા માગે છે. સરકારે આ પહેલા કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડા દ્વારા દેશની ઇકોનોમીને બૂસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો.

 10.32 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદ પહોંચી ગયા છે.

10.26 AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા. તેમણે કેન્દ્રીય કેબિનેટ મીટિંગની અધ્યક્ષતા કરી. બેઠક બાદ સામાન્ય મનુષ્યનું બજેટ રજૂ થશે.

10.21 AM
દેશના નોકરીયાત લોકો માટે રાહતની આશા. Corporate Taxમાં ઘટાડા બાદ નોકરીયાત લોકો માટે આયકરમાં ઘટાડાની આશા છે. વિશ્લેષકો પ્રમાણે સરકાર સામાન્ય લોકોના હાથમાં રૂપિયા આપવા માટે ઇનકમ ટેક્સના મોરચે કેટલાક પગલા લઈ શકે છે.

Budget 2020 News: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત બાદ સંસદ પહોંચ્યા નાણાંમંત્રી
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત બાદ સંસદ પહોંચી ગયા છે. સવા દસ વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક થઈ. ત્યાર બાદ હવે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે.

9.31 AM
આ વખતે પણ નિર્મલા સીતારમણ વહી-ખાતા સાથે બજેટ રજૂ કરવા માટે તૈયાર થઈ ગયા છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વહી-ખાતા સાથે બજેટ રજૂ કરશે. પાંચ જુલાઇ, 2019ના તેમણે જૂન પરંપરા તોડતાં લેધર બેગને બદલે ખાતા-વહી સાથે સંસદમાં પ્રવેશ કર્યો હતો.

Budget 2020 LIVE: નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ, અહીં જુઓ લાઇવ...

ઇકોનૉમિક સ્લોડાઉન અને ઓછી ડિમાન્ડ વચ્ચે લોકોનું ધ્યાન હવે બજેટ 2020 પર છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીના પોતાનું બીજું બજેટ રજૂ કરશે. આ વાતની આશા રાખવામાં આવી રહી છે કે દેશની હાલની આર્થિક સ્થિતિને જોતાં સીતારમણ ટેક્સમાં ઘટાડો, ખેડૂતો, મિડલ ક્લાસ અને એમએસએમઇ સેક્ટર માટે વિશેષ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. સીતારમણ નાણાંકીય વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં એક એપ્રિલ, 2020થી 31 માર્ચ, 2021 વચ્ચે સરકારની આર્થિક પ્રાથમિકતાઓ, ખર્ચ એવં વિભિન્ન આર્થિક પ્રસ્તાવોને સંસદમાં રજૂ કરશે.

ક્યારે રજૂ થશે Union Budget 2020

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2020થી શરૂ થઈ રહ્યું છે. સત્રના પહેલા દિવસે સંસદના બન્ને સદનોમાં ચાલુ નાણાંકીય વર્ષની આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવી. તેના આગલા દિવસે એટલે કે આજે એક ફેબ્રુઆરી, 2020 (શનિવાર)ના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આગામી નાણાંકીય વર્ષના બજેટનું સંસદમાં પઠન કરશે. નાણાંમંત્રી એક ફેબ્રુઆરી, 2020ના સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ ભાષણનું પઠન કરશે. વર્ષ 1999માં અટલ બિહારી વાજપેયીની તત્કાલીન સરકારમાં નાણાંમંત્રી રહેલી યશવંત સિન્હાએ સવારે 11 વાગ્યે બજેટ ભાષણ રજૂ કરવાની શરૂઆત કરી હતી. તે પહેલા કેન્દ્રીય બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું.

અહીં જોઇ શકો છો Budget 2020 LIVE Streaming

દેશના કેન્દ્રીય બજેટમાં દરેક ભારતીય રસ ધરાવે છે. Union Budget 2020માં નિશ્ચિત રૂપે તમને પણ રસ હશે અને જો તમે કેન્દ્રી. બજેટ 2020ની ઑનલાઇન
સ્ટ્રીમિંગ જોવા માગો છો તો આ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો.

1. gujaratimidday.com

2. Loksabha TV

3. DD News

Shilpa -

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2020 02:14 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK