07 December, 2025 12:06 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજે હૈદરાબાદની રેસ્ટોરાંમાં બંગાળના ક્રિકેટરોને આપી ડિનર-પાર્ટી
ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે હૈદરાબાદમાં પોતાની રેસ્ટોરાંમાં મોહમ્મદ શમી, મુકેશ કુમાર, આકાશ દીપ અને અભિમન્યુ ઈશ્વરન સહિતના બંગાળની ટીમના અન્ય ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચ માટે હૈદરાબાદ આવેલા આ પ્લેયર્સને સિરાજે ડિનર-પાર્ટી આપી હતી. ડોમેસ્ટિક ક્રિકેટ-ટુર્નામેન્ટના મેદાન પર જોરદાર સ્પર્ધા કરતા આ ઉગ્ર સ્પર્ધકો મેદાનની બહાર એક પરિવાર જેવા લાગતા હતા. મોહમ્મદ સિરાજ હૈદરાબાદ માટે વર્તમાન ટુર્નામેન્ટની એક મૅચ રમ્યો છે. એમાં તેણે ઉત્તર પ્રદેશ સામે ૧૫ રન આપીને એક વિકેટ ઝડપી હતી.