07 December, 2025 10:44 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
આરવ
લખનઉમાં ૧૧ વર્ષના એક છોકરાને પરીક્ષામાં લખતી વખતે અચાનક હાર્ટ-અટૅક આવ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. સ્ટ્રેસને કારણે હવે બાળકો પણ હૃદયની સમસ્યાઓથી દૂર નથી રહી શક્યાં. આરવ નામનો છોકરો પરીક્ષામાં લખી રહ્યો હતો. સવારના પોણાઅગિયાર વાગ્યાની ઘટના છે. આખી રૂમમાં પિનડ્રૉપ સાઇલન્સ હતું. એવામાં અચાનક જ આરવ તેની સીટ પરથી નીચે પડી જાય છે અને મોં-નાક જમીન પર પટકાય છે. ટીચર અને અન્ય સ્ટુડન્ટ્સને પહેલાં તો સમજાયું નહીં કે આવું કઈ રીતે થયું. તરત જ ટીચરે આરવને બેન્ચની નીચેથી ઉઠાવ્યો તો તેના શરીરમાં કોઈ હકરત નહોતી. સ્કૂલે તરત જ ઍમ્બ્યુલન્સ બોલાવીને સ્ટુડન્ટને હૉસ્પિટલમાં પહોંચાડ્યો. ૧૧ વાગ્યે ઇમર્જન્સી ટીમે લાઇફ-સેવિંગ થેરપી આપી. ૩૦ મિનિટ સુધી તેને બચાવવાની કોશિશ થતી રહી, પણ તેનું હૃદય ફરી ચાલતું થયું જ નહીં.