દુનિયાની અજીબ પરંપરા: જમીનમાં દફનાવેલાં શબો પર કાચની કબર

07 December, 2025 12:19 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનના એક અંતરિયાળ ગામમાં માણસને દફનાવવાની અનોખી પરંપરા જોવા મળી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ચીનના એક અંતરિયાળ ગામમાં માણસને દફનાવવાની અનોખી પરંપરા જોવા મળી છે. માનવસંસ્કૃતિ જેટલી જૂની છે એટલી જ જૂની છે માણસના અંતિમ સંસ્કારની પરંપરા. ક્યાંક શબને બાળી નાખવામાં આવે, ક્યાંક દફનાવવામાં આવે તો ક્યાંક પંખીઓના ભોજન માટે શબને ખુલ્લું મૂકી દેવામાં આવે છે. જોકે ચીનમાં એક અંતરિયાળ જગ્યાએ મૃત્યુ પછી શબને કબરમાં દફનાવવામાં આવે છે. જોકે એના પર ચણતર કરી દેવાને બદલે કાચની પારદર્શક પેટી જેવું બનાવવામાં આવે છે. આ પારદર્શક કબરોની તસવીરો સોશ્યલ મીડિયા પર ઘણી વાર ફરતી જોવા મળે છે, પરંતુ ક્યાંક આવી પરંપરા હોય એવું માનવાનું અઘરું છે. આ કબ્રસ્તાન દેખાવે રમણીય હોય છે. લીલું ઝીણું ઘાસ ઊગ્યું હોય એવી જગ્યાએ કબરો ખોદવામાં આવે છે અને ઉપરનું આવરણ કાચનું હોય છે. આ કોઈ કબ્રસ્તાન કરતાં વધુ સંગ્રહાલય હોય એવું જણાય છે, કેમ કે કાચની પેટીમાં અંદર શબની શું સ્થિતિ છે એ પણ જોઈ શકાય છે. કહેવાય છે કે આ પરંપરા સદીઓથી ચાલી આવે છે, પણ ખરેખર કયા સમાજમાં આવું છે એની કોઈ સ્પષ્ટતા નથી. જો પતિ-પત્ની એકબીજાથી બહુ ટૂંકા ગાળામાં મૃત્યુ પામ્યાં હોય તો તેમને એકસાથે એક જ કબરમાં દફનાવવામાં આવે છે. આવામાં પારદર્શક કાચમાંથી બે શબને તમે કમ્પોસ્ટ થતાં જોઈ શકો છો.

offbeat news china international news world news