04 February, 2025 01:17 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
૮૧ વર્ષનાં જૅપનીઝ મહિલા અકિયો
૮૧ વર્ષનાં જૅપનીઝ મહિલા અકિયોએ જાણીજોઈને એકથી વધુ વાર ચોરી કરી છે જેથી અપરાધની સજામાં તેઓ જેલમાં રહી શકે જેથી ત્યાં તેમને રહેવા-ખાવા ઉપરાંત લોકોની કંપની પણ મળી જાય. સૌથી પહેલાં અકિયોએ ૬૦ના દસકામાં મજબૂરીથી ફૂડની ચોરી કરી હતી. તેમનું પેન્શન બહુ ઓછું હતું અને ૪૩ વર્ષના દીકરાએ તેમને કાઢી મૂક્યાં હતાં અને ફૅમિલીનો સાથ ન મળતો હોવાથી તેઓ ચોરી કરીને જેલમાં રહેવાનું પસંદ કરે છે. જપાનમાં ઘણા વૃદ્ધો એકલતા અને આર્થિક સિક્યૉરિટી ન હોવાથી આવો રસ્તો અપનાવી રહ્યા હોય એવું લાગે છે, કારણ કે જપાનની મહિલા જેલમાં દર પાંચ કેદીએ એક સિનિયર સિટિઝન છે.