15 January, 2025 11:49 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
લૉરેન પૉવેલ જૉબ્સ
ઍપલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર દિવંગત સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલ જૉબ્સ મહાકુંભમાં ભાગ લેવા ભારત આવી છે, પણ ગઈ કાલે તેણે પહેલા અમૃત સ્નાનમાં ભાગ નહોતો લીધો, કારણ કે તેના હાથમાં ઍલર્જી થઈ હતી.
અમૃત સ્નાન વખતે લૉરેન ન દેખાતાં તેના આધ્યાત્મિક ગુરુ નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદગિરિએ કહ્યું હતું કે ‘લૉરેનના હાથમાં ઍલર્જી થઈ છે એથી તેણે શાહી સ્નાનમાં ભાગ લીધો નહોતો, પણ તે સંગમમાં ડૂબકી લગાવશે. હાલમાં તે આરામ કરી રહી છે. તે કદી આટલી ભીડ હોય એવી જગ્યાએ ગઈ નથી. તે સરળ સ્વભાવની છે અને પૂજા વખતે મારી સાથે જ રહી હતી.’
લૉરેન ભારત આવી એ પછી ગુરુએ તેને કમલા નામ આપ્યું છે અને તેનું ગોત્ર અચ્યુત રાખવામાં આવ્યું છે જે તેના ગુરુનું છે.