10 September, 2023 11:04 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્રને હચમચાવી મૂકનાર કોપર્ડી હત્યા કેસના (Kopardi Murder Case) આરોપીએ યરવડા જેલમાં આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ તેણે આજે વહેલી સવારે પુણેની યરવડા જેલમાં આત્મહત્યા કરી લીધી છે. કોપર્ડી હત્યા કેસના આરોપી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ શિંદેએ ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આરોપી જીતેન્દ્ર શિંદેએ પોતાના જ કપડા વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાની ઘટના આજે વહેલી સવારે બની હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આરોપીના મૃતદેહને સાસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
અહેમદનગર જિલ્લાના કોપર્ડીમાં બળાત્કાર અને હત્યા કેસના (Kopardi Murder Case) આરોપી જીતેન્દ્ર શિંદેએ જેલમાં જ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. તે યરવડા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.
જિતેન્દ્ર શિંદેએ ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળતા જ તંત્ર સજ્જ થઈ ગયું છે. જેલમાં આ રીતે કેદીની આત્મહત્યા એ મોટી ઘટના છે અને આ આત્મહત્યા બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.
જીતેન્દ્ર શિંદે કોપર્ડીમાં જે હચમચાવનારી ઘટના (Kopardi Murder Case) બની હતી તેનો દોષિત છે. એને આ ઘટનાને લઈને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ઉપરાંત તે આ જ સજાને કારણે યરવડા જેલ (Yerwada Jail)માં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો.
આજે સવારે તેણે યરવડા જેલની બેરેકમાં પોતાના જ કપડાં વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને જિતેન્દ્ર શિંદેનો મૃતદેહ મળ્યો હતો.
જિતેન્દ્ર શિંદે કઈ ઘટનાનો આરોપી હતો?
કોપર્ડીમાં એક શાળાની વિદ્યાર્થિની પર બળાત્કાર (Kopardi Murder Case) કરવામાં આવ્યો હતો. તેટલું જ નહીં આ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા પણ કરવામાં આઆવી હતી. આ કરપીણ કૃત્ય કરવા બદલ ત્રણ લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ શિંદેના દુષ્કર્મથી કોપર્ડી ગામ હચમચી ગયું હતું. આ ઘટના 13 જુલાઈના રોજ બની હતી. જોકે, બીજા જ દિવસે સવારે જિતેન્દ્ર બાબુલાલ શિંદે જેની ઉંમર 25 અને તે કોપર્ડીનો રહેવાસી હતો. તે લોકલ ક્રાઈમ બ્રાન્ચની પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
આ ઘટનામાં (Kopardi Murder Case) બન્યું હતું એમ કે એક શાળાની છોકરી પર નિર્દયતાથી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આટલું જ નહીં પણ આખરે તેની હત્યા પણ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે માત્ર કોપર્ડી ગામમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રની સામાન્ય સામાન્ય જનતા પણ રોષે ભરાઈ હતી. આથી જુની કોર્ટ પરિસરમાં આરોપી નીતિન ભૈલુમે અને સંતોષ ભાઈ પર બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે `શિવાબા` સંસ્થાના કાર્યકરોએ નવી કોર્ટ બિલ્ડીંગના પરિસરમાં સશસ્ત્ર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.