ચીનની નવી ટ્રેન દર કલાકે ૧૦૦૦ કિલોમીટરની સ્પીડથી, પ્લેન કરતાં પણ વધારે ઝડપથી દોડશે

20 April, 2025 11:07 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ ટ્રેન દોડાવવા માટે સુપરકન્ડક્ટિંગ મૅગ્નેટનો ઉપયોગ થશે

ચીનની આ ટ્રેન જોઈ લો

ચીન હવે એવી આધુનિક મૅગ્નેટિક લેવિએશન (મૅગલેવ) ટ્રેન બનાવી રહ્યું છે જે ૬૨૧ માઇલ પ્રતિ કલાક (૧૦૦૦ કિલોમીટર)ની સ્પીડથી દોડશે. લાંબા અંતરનાં વિમાનોની સ્પીડ ૫૪૭થી ૫૭૫ માઇલ પ્રતિ કલાકની હોય છે. આમ આ ટ્રેન વિમાનો કરતાં વધારે ઝડપથી દોડશે અને લાંબા અંતરોની મુસાફરી ઓછા સમયમાં કરાવશે. આ ટ્રેન દોડાવવા માટે સુપરકન્ડક્ટિંગ મૅગ્નેટનો ઉપયોગ થશે. આ ટ્રેન ઘર્ષણરહિત મુસાફરીનો આનંદ આપશે. આ ટ્રેન પાટા પર નહીં પણ પાટા અને પૈડાં વચ્ચે હવામાં તરશે. ચીનના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સીમલેસ ઑનબોર્ડ કનેક્ટિવિટી સાથે સ્માર્ટ, હરિયાળાં અને ઝડપી પરિવહન માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરીને હાઈ-સ્પીડ રેલવેમાં ક્રાન્તિ લાવવાનો છે.

international news world news china technology news tech news