10 November, 2025 09:07 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫૪૨૮.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૧૬.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫૫૮૯.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૨૨.૪૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૩૨૧૬.૨૮ બંધ રહ્યો. ઉપરમાં ૮૩૩૯૦ ઉપર ૮૩૭૩૫, ૮૩૮૫૦, ૮૪૨૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૨૬૭૦ નીચે ૮૨૪૦૦ સુધીની શક્યતા. ૧૦ અને ૧૧ નવેમ્બર ગેનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળામાં પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય. (RECTANGLE FORMATION = સહેલાઈથી ઓળખી શકાય એવી આ રચના દર્શાવે છે કે ભાવોની વધ-ઘટ થોડા સમય માટે અટકી ગઈ છે જે દરમ્યાન ભાવો એકબીજાને સમાંતર બે હૉરિઝોન્ટલ ટ્રેન્ડલાઇનની વચ્ચે એટલે કે સાઇડ વેઝમાં રહે છે. લગભગ એકસરખા લેવલના ટૉપને જોડીને અપર ટ્રેન્ડલાઇન અને લગભગ એકસરખા લેવલના બૉટમને જોડીને લોઅર ટ્રેન્ડલાઇન દોરવામાં આવે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫૭૬૬.૬૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
હીરો મોટર (૫૨૯૬.૦૦) : ૫૭૧૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩૫૧ ઉપર ૫૪૬૦, ૫૪૮૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૨૫૨ તૂટે તો ૫૨૧૦, ૫૧૧૦ સુધીની શક્યતા.
બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૪૪.૫૮) : ૧૦૮.૮૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૯.૧૬ મહત્ત્વની સપાટી ગણાય. એની ઉપર વધુ સુધારો જોવા મળશે. વધ-ઘટે ખૂબ જ સારો ભાવ આવશે. નીચામાં ૧૩૭ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૮૧૬૧.૬૦) : ૫૮૮૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮૩૦૦ ઉપર ૫૮૬૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૭૪૫૦ નીચે ૫૭૪૦૦, ૫૭૧૩૦, ૫૬૯૦૦ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૨૫૫૮૯.૨૦) : ૨૬૨૮૪.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમજ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૬૫૬ ઉપર ૨૫૭૭૦, ૨૬૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૪૨૮ નીચે ૨૫૩૮૦, ૨૫૩૨૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ર્ચાટ આપ્યો છે.
અપોલો હૉસ્પિટલ (૭૬૪૨.૦૦) : ૮૦૯૯.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૬૮૩ ઉપર ૭૭૩૦, ૭૭૭૬, ૭૮૨૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૬૨૫ નીચે ૭૫૯૦, ૭૫૪૪, ૭૪૯૮, ૭૪૫૨ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
યુનિયન બૅન્ક (૧૫૩.૩૦) : ૧૨૪.૬૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૩.૪૫ ઉપર ૧૬૨.૫૪ મહત્ત્વની સપાટી ગણાય. એની ઉપર સંગીન સુધારો જોવા મળી શકે. નીચામાં ૧૪૯ નીચે ૧૪૬ સપોર્ટ ગણાય. આ સાથે લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: ચોતરફ છે આપનું હોવાપણું, આપના ચાલ્યા ગયા બાદ પણ. - ગિરીશ રઢુકિયા.