TEAMS  |   FIXTURES  |    RESULTS   |   PHOTOS |    NEWS  |   MIDDAY RULES
                   Refresh
હાલાઈ લોહાણા vs વાગડ વીસા ઓસવાળ જૈન
વાગડ વીસા (2nd Inning)

116/6

(10 overs)
હાલાઈ લોહાણાનો 31 રને વિજય

-- | RESULTS



મિડ-ડે કપ 2014માં હાલાઈ લોહાણાએ ઇતિહાસ રચીને 31 રને વિજય મેળવી કપ જીતી લીધો છે


2nd Inning

હાલાઈ લોહાણા -105/4 (10 Overs)

વાગડ વીસા ઓસવાળ જૈન - 116/6 (10 Overs)


1st Inning (હાલાઈ લોહાણાને 42 રનની લીડ)

હાલાઈ લોહાણા - 157/3 (10 Overs)

વાગડ વીસા ઓસવાળ જૈન - 115/5 (10 overs)


આજની (5 જાન્યુઆરી 2014) હાઈલાઈટ્સ - ફાઈનલ શરૂ


Match 62 : હાલાઈ લોહાણા vs વાગડ વીસા ઓસવાળ જૈન (ફાઈનલ) - 2nd Inning

- વાગડ વીસા ઓસવાળ જૈનની બીજી ઇનિંગમાં બેટિંગ વખતે પહેલા બોલે જ ધર્મેશ છેડા આઉટ થયો હતો.

- બીજી ઇનિંગમાં હાલાઈ લોહાણાએ 10 ઓવરમાં 4 વિકેટે 105 રન કર્યા હતા.

- બીજી ઇનિંગમાં વાગડ વીસા ઓસવાળ જૈને ટૉસ જીતીની પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરતા બેટિંગ કરવાનો પ્રથમ મોકો હાલાઈ લોહાણાને મોકો મળ્યો


Match 62 : હાલાઈ લોહાણા vs વાગડ વીસા ઓસવાળ જૈન (ફાઈનલ)

- વાગડ વીસાના કોઈ પણ બેટ્સમેન કમાલ કરી શક્યા ન હતા ત્યારે વધુ 100 રનની લીડ મળવાની આશા હતી ત્યારે છેલ્લી ઓવરોમાં પૂંછડિયા ખેલાડીઓએ ફટકાબાજી કરીને 10 ઓવરમાં 115 રન કર્યા હતાં જેના પરિણામે હાલાઈ લોહાણાને 42 રનની લીડ મળી હતી.

- પાંચમી પાવર ઓવરમાં તેજસ કાનાણીએ સ્ટાર બેટ્સમેન ધર્મેશ છેડાને ક્લીન બોલ્ડ કરીને સ્કોર 28નો માઈનસ 10 કરાવી 18 પર પહોંચાડી દીધો હતો.

- જવાબી બેટિંગમાં વાગડ વીસા ઓસવાળ જૈનની ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ હતી.

- હાલાઈ લોહાણાના મેહુલ ગોકાણી અને પવન લાખાણીની મજબૂત પાર્ટનરશિપ અને વિસ્ફોટક બેટિંગની મદદથી સ્કોર 10 ઓવરની અંતે 2 વિકેટે 157 થયો હતો.

- હાલાઈ લોહાણાની સારી શરૂઆત બાદ બોલર મયુર ગાલાની ચોથી ઓવરમાં વિસ્ફોટક બેટ્સમેન પવન લાખાણી ક્લીન બોલ્ડ થતાં પ્રથમ વિકેટ પડી હતી

- વાગડ વીસા ઓસવાળ જૈને પ્રથમ ઇનિંગમાં ટૉસ જીતીની ફિલ્ડિંગ પસંદ કરી હાલાઈ લોહાણાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું

- આજે 2 ઇનિંગ્સ રમાશે જેમાં સૌથી વધુ લીડ લેનારી ટીમની જીત થશે.


(3 જાન્યુઆરી 2014) હાઈલાઈટ્સ - સેમી ફાઈનલ ફાઈનલ


Match 61 : હાલાઈ લોહાણા vs કચ્છી વીસા ઓસવાળ જૈન (સેમી ફાઈનલ 2)

- હવે હાલાઈ લોહાણા ફાઈનલમાં વાગડ વીસા ઓસવાળ જૈન સામે ટકરાશે

- હાલાઈ લોહાણાના મેહુલ ગોકાણી અને પ્રશાંત કારિયાની શાનદાર પાર્ટનરશિપને પ્રતાપે માત્ર 7.3 ઓવરમાં 1 વિકેટે 80 રન કરીને મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કરી દીધો છે.

- જવાબી બેટિંગમાં હાલાઈ લોહાણાની બીજી ઓવરમાં પ્રથમ વિકેટ પવન લાખાણીના રૂપમાં આઉટ થતાં ખરાબ શરૂઆત થઈ હતી.

- હાલાઈ લોહાણાની ચુસ્ત અને ધરખમ બોલિંગ સામે કચ્છી વીસા ઓસવાળ જૈનની ધીમી શરૂઆત બાદ 10 ઓવરની અંતે 6 વિકેટે 79નો સ્કોર થતાં હરીફ ટીમને 80નો ટાર્ગેટ મળ્યો હતો.

- હાલાઈ લોહાણાના બોલર તેજસ કાનાણીની પાંચમી ઓવરમાં સતત બે બોલમાં બે વિકેટ પાડીને કચ્છી વીસા ઓસવાળ જૈનનો 33 રનનો સ્કોર -20 થઈને 13 પર ઓવરની અંતે પહોંચી ગયો હતો.

- નિરવ ભેદા ચોથી ઓવરમાં બાઉન્સર બોલમાં ચહેરા પર વાગતા હિટ વિકેટ આઉટ થયાં હતાં.

- બીજી ઓવરમાં ઓપનર વિરલ શાહ રન આઉટ થતાં કચ્છી વીસા ઓસવાળ જૈનની પ્રથમ વિકેટ પડી હતી.

- હાલાઈ લોહાણાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરીને કચ્છી વીસા ઓસવાળ જૈનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું


Match 61 : ચરોતર રૂખી vs વાગડ વીસા ઓસવાળ જૈન (સેમી ફાઈનલ 1)

- 9.3 ઓવરમાં 7 વિકેટે 80 રન ફટકારીને 2008 અને 2009ની ચેમ્પિયન વાગડ વીસા ઓસવાળ જૈને છેલ્લા ત્રણ વરસથી ચેમ્પિયન રહેલી ચરોતર રૂખીને હરાવીને અપસેટ સર્જીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

- છેલ્લી ઓવરમાં 13 રન જોઈતા હતા ત્યારે ધવલ ગડાએ ઉપરાઉપરી ત્રણ ફોર ફટકારીને શાનદાર જીત મેળવી હતી.

- સાતમી ઓવર શરૂ થતાં અન્ય બે વિકેટો પડતા વાગડ વીસા ઓસવાળ જૈનની 41ના સ્કોર પર કુલ ચાર વિકેટો પડી ગઈ હતી

- ત્રીજી ઓવરમાં વાગડ વીસા ઓસવાળ જૈનના વધુ એક સ્ટાર બેટ્સમેન ભાવેશ ગાલા રન આઉટ થતાં મેચ રસાકસીભરી બની હતી

- જવાબી બેટિંગમાં આસાન લક્ષ્યાંક સામે ઊતરેલી વાગડ વીસા ઓસવાળ જૈનના સ્ટાર બેટ્સમેન ધર્મેશ છેડાની પહેલી ઓવરમાં જ વિકેટ પડતાં ચરોતર રૂખી માટે જીતના અણસાર ઊભા થયાં છે.

- વાગડ વીસા ઓસવાળ જૈન જેવી મજબૂત ટીમને 75 જેવું આસાન ટાર્ગેટ સેમી-ફાઈનલની પ્રથમ મેચમાં મળ્યું હતું.

- વાગડ વીસા ઓસવાળ જૈને ફિલ્ડિંગ સાઈડ 45 મિનિટથી વધુ ટાઈમ લેતા 10 રનની પેનલ્ટી લાગતા ચરોતર રૂખીને ટોટલ સ્કોરમાં 10 રનનું બોનસ મળ્યું હતું.

- ચરોતર રૂખીની ખરાબ શરૂઆત અંત સુધી સુધરી ન હતી ત્યારે વાગડ વીસા ઓસવાળ જૈને ચરોતર રૂખીને 64 રને ઓલઆઉટ કરી દીધી હતી.

- ખરાબ શરૂઆતના પગલે છેલ્લા ત્રણ વરસથી ચેમ્પિયન રહેલી ચરોતર રૂખીની હાલત ખરાબ દેખાઈ હતી.

- વાગડ વીસા ઓસવાળ જૈનના બોલર અમીત કારિયાએ ચરોતર રૂખીની શરૂઆતમાં જ ત્રણ મહત્વની વિકેટો ખખડાવીને તરખાટ મચાવી દીધો હતો.

- ટોસ જીતીને ચરોતર રૂખીએ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK