મિડ-ડે કપ આખરે હાલાઈ લોહાણાનો

ફાઇનલમાં હાલાઈ લોહાણાએ ૪૨ રનની લીડ લઈને વાગડ વીસા ઓસવાળ જૈનને ૩૧ રને હરાવી, બન્ને ઇનિંગ્સમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ લેનારી વાગડ વીસા ઓસવાળ જૈન ટીમની નબળી શરૂઆત પછી છેલ્લે-છેલ્લે ખીલેલું ફૉર્મ વિજય માટે ટૂંકું પડ્યું હતું


જુઓ વધુ માહિતી અને સ્કોર માટે અહીં

મિડ-ડે કપની સાતમી સીઝનમાં ગઈ કાલે પરેલના સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઇનલ મૅચમાં હાલાઈ લોહાણાએ પોતાનો જુસ્સાદાર પર્ફોર્મન્સ જાળવીને સૌપ્રથમ વખત મિડ-ડે કપ જીતીને જ્ઞાતિઓ વચ્ચેની આ ભવ્ય ક્રિકેટ-ટુર્નામેન્ટમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે નોંધાવી દીધું છે.

2nd Inning

હાલાઈ લોહાણા -105/4 (10 Overs)

વાગડ વીસા ઓસવાળ જૈન - 116/6 (10 Overs)


1st Inning (હાલાઈ લોહાણાને 42 રનની લીડ)

હાલાઈ લોહાણા - 157/3 (10 Overs)

વાગડ વીસા ઓસવાળ જૈન - 115/5 (10 overs)

આજના ફાઇનલ મુકાબલામાં ૨૦૧૧ અને ૨૦૧૨માં બે વખત ફાઇનલમાં હારી ગયેલી હાલાઈ લોહાણાએ ૨૦૦૮ અને ૨૦૦૯ની ચૅમ્પિયન ટીમ વાગડ વીસા ઓસવાળ જૈનને ૩૧ રને પરાજય આપ્યો હતો. ફાઇનલ અગાઉ આ બન્ને ટીમોના જુસ્સા અને પર્ફોર્મન્સમાં કોઈ પણ ઊણપ નહોતી ત્યારે બન્ને ટીમો વિજેતા માટે દાવેદાર મનાતી હતી. ફાઇનલ અગાઉ આખી ટુર્નામેન્ટમાં એક પણ મૅચમાં હાર ન જોનારી વાગડ વીસા ઓસવાળ જૈનનું ફૉર્મ જોરદાર હતું, પરંતુ હાલાઈ લોહાણાના જબરદસ્ત જુસ્સા સામે વાગડ વીસા ઓસવાળ જૈનની તૈયારી ફિક્કી દેખાઈ હતી. ટૉસ જીતીને વાગડ વીસા ઓસવાળ જૈન દ્વારા મળેલી પ્રથમ બૅટિંગના મોકાનો ભરપૂર ફાયદો ઉઠાવીને હાલાઈ લોહાણાએ જંગી સ્કોર ખડકી દઈને પ્રથમ ઇનિંગ્સમાં જ ૪૨ રનની લીડ મેળવીને લગભગ જીત નક્કી કરી લીધી હતી. હાલાઈ લોહાણાના જુસ્સા સામે વાગડ વીસા ઓસવાળ જૈન ફાઇટબૅકમાં નીરસ જણાઈ હતી ત્યારે પ્રથમ ઇનિંગ્સમાં જ લીડ ટાળવામાં સફળ રહી નહોતી અને બીજી ઇનિંગ્સ પણ ઍવરેજ રહેતાં વાગડ વીસા ઓસવાળ જૈનનો ૩૧ રને પરાજય થયો હતો.


ફર્સ્ટ ઇનિંગ્સમાં શું થયું?

મિડ-ડે કપની સાતમી સીઝનની આ ફાઇનલમાં હંમેશની જેમ ૧૦-૧૦ ઓવરની બે ઇનિંગ્સ રમાઈ હતી. વાગડ વીસા ઓસવાળ જૈને ટૉસ જીતીને ફીલ્ડિંગ લઈને હાલાઈ લોહાણાને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બૅટિંગ કરીને વિસ્ફોટક શરૂઆત કરવા માટે જાણીતી હાલાઈ લોહાણાની શરૂઆત એકંદરે સારી રહી હતી. હાલાઈ લોહાણાની ફટકેબાજ જોડી મેહુલ ગોકાણી (૪૯) અને પવન લાખાણી (૧૮)એ પહેલી ત્રણ ઓવરમાં ૨૮ રન કરી નાખ્યા હતા, પરંતુ ચોથી ઓવરમાં મયૂર ગાલાના બૉલમાં પવન લાખાણી ક્લીન બોલ્ડ થયો હતો. ત્યાર બાદ ત્રીજા ક્રમે પ્રશાંત કારિયા (૨૯) મેહુલ ગોકાણીનો સાથ આપવા આવ્યો હતો અને પોતાની જવાબદારી નિભાવી હતી. આ જોડીએ શાનદાર ફટકાબાજી કરી હતી. બીજી વિકેટ માટે ૯૫ રનની પાર્ટરનશિપ કરીને ટીમનો સ્કોર ૧૦૦ની પાર કરવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. ૭ ઓવરના અંતે હાલાઈ લોહાણાનો સ્કોર ૬૧ પર પહોંચ્યો હતો ત્યારે પિચ પર મોજૂદ સ્ટાર બૅટ્સમૅન મેહુલ ગોકાણીએ ૮મી ઓવરના પહેલા બે અને છેલ્લા બે બૉલમાં એમ કુલ ૪ સિક્સર ફટકારીને ૫૪ રનનો વધારો એકમાત્ર આ ઓવરમાં કરીને ટીમનો સ્કોર ૧૦૦ને પાર કરી દીધો. ૯મી અને ૧૦મી ઓવરમાં અનુક્રમે પ્રશાંત કારિયા અને મેહુલ ગોકાણી આઉટ થયા હતા. ૧૦મી ઓવરના છેલ્લા બે બૉલમાં ચોથા ક્રમે આવેલા તેજસ કાનાણીએ બે સિક્સર ફટકારી હતી. આમ હાલાઈ લોહાણાએ છેલ્લી ત્રણ ઓવરમાં કુલ ૯૬ રન ફટકારી સ્કોર ૧૦ ઓવરના અંતે ૧૫૭ પર પહોંચાડી દઈને જીતનો જુસ્સો જણાવી દીધો હતો.જવાબી બૅટિંગમાં વાગડ વીસા ઓસવાળ જૈનની ધીમી શરૂઆત થઈ હતી અને બીજી ઓવરમાં જ મજબૂત ઓપનર બૅટ્સમૅન ભાવેશ ગાલાની વિકેટ પડી હતી. હાલાઈ લોહાણાની ધરખમ બોલિંગ સામે વાગડ વીસા ઓસવાળ જૈનના સ્કોરની ગતિ ધીમી રહી હતી ત્યારે તેજસ કાનાણીની પાંચમી પાવર ઓવરના પહેલા બૉલે જ જેના પર સૌથી વધુ મદાર હતો તેવો સ્ટાર બૅટ્સમૅન ધર્મેશ છેડા માત્ર ૧૦ રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. પાંચમી ઓવરની શરૂઆતમાં સ્કોર માંડ ૨૮ રન થયો હતો ત્યારે ધર્મેશ છેડાની વિકેટ પડતાં માઇનસ ૧૦ રન સાથે ૧૮નો સ્કોર થતાં બેવડો ફટકો વાગડ વીસા ઓસવાળ જૈનને પડ્યો હતો. ત્યાર બાદ કૅપ્ટન ચિરાગ નિસર (૩૨) અને ધવલ ગડાએ (૨૮) પિચ પર ટકવાનું કામ કર્યું હતું અને ઝડપી રન બનાવવાનું કામ કરીને ૪૫ રનની પાર્ટનરશિપ નિભાવી હતી. જોકે આ રનયારી વધુ સમય ન ચાલતાં આઠમી ઓવરમાં પ્રશાંત કારિયાની ઓવરમાં ચિરાગ નિસર ટીમના ૬૩ના સ્કોર પર રવીન્દ્ર મોદીના શાનદાર કૅચથી આઉટ થયો હતો. ત્યાર બાદ છેલ્લી બે ઓવરમાં ધવલ ગડા (૨૮) અને હષુર્‍લ નંદુ (૨૪)એ વિસ્ફોટક બૅટિંગનું પ્રદર્શન કર્યું હતું. એમાં ૧૦મી ઓવરમાં હષુર્‍લ નંદુએ એકલાએ જ છેલ્લા બે બૉલમાં સિક્સર સાથે ૬ બૉલમાં ૩૬ રન ફટકાર્યા હતા, જેના પ્રતાપે વાગડ વીસા ઓસવાળ જૈનનો સ્કોર ૧૦ ઓવરમાં ૫ વિકેટે ૧૧૫ રન રહ્યો હતો. આમ હાલાઈ લોહાણાને પ્રથમ ઇનિંગ્સમાં ૪૨ રનની મજબૂત લીડ મળી હતી.

સેકન્ડ ઇનિંગ્સમાં શું થયું?

સતત બીજી વખત ટૉસ જીતીને બીજી ઇનિંગ્સમાં પણ ફીલ્ડિંગ પસંદ કરીને વાગડ વીસા ઓસવાળ જૈને પ્રથમ બૅટિંગનો લાભ હાલાઈ લોહાણાને આપ્યો હતો, પરંતુ આ વખતે વાગડ વીસા ઓસવાળ જૈનની બોલિંગ પહેલી ઇનિંગ્સ કરતાં વધુ મજબૂત જણાતાં હાલાઈ લોહાણાની શરૂઆત ધીમી રહી હતી. ઓપનિંગમાં મેહુલ ગોકાણી (૨૨)નો સાથ આપવા આ વખતે પ્રશાંત વિઠલાણી (૨૯) આવ્યો હતો. હાલાઈ લોહાણા પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર ૨૩ રન જ બનાવી શકી હતી ત્યારે ચોથી ઓવર લઈને આવેલા વાગડ વીસાના મેહુલ નંદુની ઓવરમાં પ્રશાંત વિઠલાણીએ છેલ્લા બે બૉલમાં બે સિક્સર ફટકારતાં ઓવરના અંતે સ્કોર સીધો ૪૭ પર પહોંચી ગયો હતો. હાલાઈ લોહાણાની ઓપનિંગ જોડી દ્વારા પ્રથમ વિકેટ માટે ૬૩ રનની ઉપયોગી ભાગીદારી થઈ હતી ત્યારે સાતમી ઓવર લઈને આવેલા વાગડ વીસા ઓસવાળ જૈનના ઋષભ કારિયાએ બે વિકેટો ખેરવીને ઓપનિંગ જોડીને પૅવિલિયનભેગી કરી હતી. ત્યાર બાદ પ્રશાંત કારિયા અને સ્નેહલ વિઠલાણીએ ૩૬ રનની પાર્ટરનશિપ નિભાવીને હાલાઈ લોહાણાના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૪ વિકેટે ૧૦૫ કરવામાં મદદ કરી હતી. આમ ફર્સ્ટ ઇનિંગ્સની ૪૨ રનની લીડ સાથે હાલાઈ લોહાણાએ વાગડ વીસા ઓસવાળ જૈનને જીત માટે ૧૪૮નો અઘરો એવો ટાર્ગેટ આપ્યો હતો.

જીતના આત્મવિશ્વાસ સાથે બીજી વખત બૅટિંગ કરવા ઊતરેલી વાગડ વીસા ઓસવાળ જૈનનો સ્ટાર બૅટ્સમૅન ધર્મેશ છેડા પહેલા જ બૉલે એલબીડબ્લ્યુ આઉટ થતાં ધબડકો થયો હતો. શૂન્ય પર પ્રથમ વિકેટ પડતાં જ જીત અઘરી લાગવા લાગી હતી ત્યારે બૅટિંગમાં આવેલા કૅપ્ટન ચિરાગ નિસરે (૨૧) આવતાંની સાથે જ ફટકાબાજી શરૂ કરી હતી. ચિરાગ નિસરની ફટકાબાજીને જોતાં ટીમને જીતવાની આશા બંધાઈ હતી. ૩૩ના સ્કોર પર ચોથી ઓવરમાં ચિરાગ નિસર લોહાણા એક્સપ્રેસ તરીકે જાણીતા બોલર જય ચંદારાણાના બૉલમાં આઉટ થતાં વાગડ વીસા ઓસવાળ જૈન માટે જીત માત્ર સપનું બની ગયું હતું. ચોથા ક્રમે આવેલા અને પ્રથમ ઇનિંગ્સમાં ફટકાબાજી કરનાર ધવલ ગડાએ (૫૫) આ વખતે પણ એવું જ પ્રદર્શન કર્યું હતું. ધવલ ગડાએ એકલા હાથે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી, પરંતુ સામે છેડે રિશિત છેડાએ ઘણા બૉલ બગાડવાનું કામ કરીને જીતની ગતિને ધીમી કરી હતી. સાતમી ઓવરમાં રિશિત છેડા ૧૭ બૉલમાં માત્ર ૮ રન કરીને આઉટ થયો હતો અને ત્યાર બાદ આવેલા બૅટ્સમેનોએ કોઈ જાદુ કર્યો નહોતો. વાગડ વીસા ઓસવાળ જૈનને જીત માટે બન્ને છેડેથી વિસ્ફોટક બૅટિંગની જરૂર હતી. આવામાં એકમાત્ર ધવલ ગડાએ એક છેડેથી ફટકાબાજી ચાલુ રાખીને ટીમને જિતાડવાનો મરણતોલ પ્રયાસ કર્યો હતો. વાગડ વીસા ઓસવાળ જૈનનો સ્કોર બીજી ઇનિંગ્સમાં ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૧૧૬ રન થતાં હાલાઈ લોહાણાનો ૩૧ રને શાનદાર વિજય થયો હતો.


વાગડ વીસા ઓસવાળ જૈનની ફાઇનલ સુધીની સફર

લીગ રાઉન્ડ

૧) સઈ સુતાર વાંઝા નાઘેર સામે ૭૦ રનથી વિજય

૨) આહીર સામે ૯૩ રનથી વિજય

૩) ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સામે ૧૫ રનથી વિજય

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ

નવગામ વીસા નાગર વણિક સામે ૯ વિકેટે વિજય

ક્વૉર્ટર ફાઇનલ

ખડાયતા સામે ૯૨ રનથી વિજય

સેમી ફાઇનલ

ચરોતર રૂખી સામે ૩ વિકેટે વિજય

આ વખતે ત્રીજી તક જતી નથી જ કરવી : કેતન ઠક્કર (કૅપ્ટન, હાલાઈ લોહાણા)

મિડ-ડે કપમાં ૨૦૧૦ અને ૨૦૧૧માં ફાઇનલમાં અમે પ્રવેશીને હારનો સામનો કર્યો છે ત્યારે ત્રીજી વખત અમારી કોઈ પણ હિસાબે તક ગુમાવવાની તૈયારી નથી. અમે આ વખતે જબરદસ્ત ફૉર્મમાં છીએ એટલે અમારા જીતવાના ચાન્સ વધારે છે. ૯ ઑલરાઉન્ડરથી ભરેલી અમારી ટીમ કોઈ પણ ટીમને કચડી નાખવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે ત્યારે આ વખતે મિડ-ડે કપ અમારો જ રહેશે.

બે વર્ષ પહેલાં હરાવી ચૂક્યા છીએ

વાગડ વીસા ઓસવાળ જૈનને અમે બે વર્ષ અગાઉ ટક્કર દરમ્યાન હરાવી ચૂક્યા છીએ, પરંતુ આ વખતે તેમનું ફૉર્મ પણ જોરદાર છે ત્યારે અમને જોરદાર ફાઇટ મળશે એ અમને ખબર છે. અમારી ટીમ પર જોકે એટલું પ્રેશર નથી. એમ છતાં હરીફ ટીમને હરાવવા માટે અમે થોડો અભ્યાસ કરીને સ્ટ્રૅટેજી બનાવી છે જે ગ્રાઉન્ડ પર દેખાશે.

ગેમ-પ્લાન

અમારી ટીમમાં ૯ ઑલરાઉન્ડર છે. એમ છતાં ખાસ કરીને પ્રથમ બૅટિંગ આવે તો ૧૨૫ રનની ઉપરનો સ્કોર તો ચોક્કસપણે અમારે કરવાનો રહેશે. અમારા ઓપનર્સ ફૉર્મમાં છે એ જોતાં આટલો સ્કોર અમે કરી શકીશું એવી મને આશા છે. જો પ્રથમ બોલિંગ કરવાની થશે તો હરીફ ટીમને ૮૦ રનથી વધુ ન કરવા દેવાનો અમારો પ્રયત્ન રહેશે. અમારા બોલરોના ફૉર્મને ધ્યાનમાં રાખતાં જેમ બને એમ પ્રેશર બનાવી બૅટ્સમેનોને ઓછા રન કરવા દેવાની અપેક્ષા છે. વાગડ વીસા ઓસવાળ જૈનના બે-ત્રણ મજબૂત બૅટ્સમેનોની વિકેટ સસ્તામાં પાડવાની અમારી ખાસ તૈયારી રહેશે. સેમી ફાઇનલમાં અમે કરેલી અમુક ભૂલોને ધ્યાનમાં રાખીને ફાઇનલની પ્રૅક્ટિસ માટે સુધારી લીધી છે.

હાલાઈ લોહાણાની ફાઇનલ સુધીની સફર

લીગ રાઉન્ડ

૧) વીસા સોરઠિયા વણિક સામે ૧૩૬ રનથી વિજય

૨) ઇસ્માઇલી ખોજા સામે ૯ વિકેટથી પરાજય

૩) સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે ૧૭ રનથી વિજય

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ

ગુર્જર સુતાર સામે ૭ વિકેટે વિજય

ક્વૉર્ટર ફાઇનલ

મેઘવાળ સામે ૯ વિકેટે વિજય

સેમી ફાઇનલ

કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ૯ વિકેટે વિજય

સ્કોર-બોર્ડ

 હાલાઈ લોહાણા : ફર્સ્ટ ઇનિંગ્સ

પ્લેયર

વિગત

રન

બૉલ

ફોર

સિક્સર

પવન લાખાણી

બોલ્ડ મયૂર ગાલા

૧૮

૧૪

-

મેહુલ ગોકાણી

કૉ. ચિરાગ નિસર, બો. ઋષભ કારિયા

૪૯

૨૪

પ્રશાંત કારિયા

રનઆઉટ

૨૯

૧૭

તેજસ કાનાણી

નૉટઆઉટ

૧૯

સ્નેહલ વિઠલાણી

નૉટઆઉટ

-

-

એક્સ્ટ્રા ૧૦

કુલ સ્કોર       ૧૦ ઓવરમાં ૧૫૭/૩

વિકેટ-પતન :  ૩૨/૧, ૧૨૭/૨, ૧૩૫/૩

બોલિંગ : ભાવિક ગિંદરા ૨-૦-૧૯-૦, અમિત કારિયા ૧-૦-૮-૦,  મયૂર ગાલા ૨-૦-૩૨-૨, તેજસ ગડા ૧-૦-૪-૦, ઋષભ કારિયા ૨-૦-૩૩-૧, હષુર્‍લ નંદુ ૧-૦-૧૭-૦, ચિરાગ નિસર ૧-૦-૧૨-૦


વાગડ વીસા ઓસવાળ જૈન : ફર્સ્ટ ઇનિંગ્સ

પ્લેયર

વિગત

રન

બૉલ

ફોર

સિક્સર

ધર્મેશ છેડા

બોલ્ડ તેજસ કાનાણી

૧૦

૧૧

-

ભાવેશ ગાલા

કૉ. હરમેશ સોમૈયા, બો. જય ચંદારાણા

-

-

ચિરાગ નિસર

કૉ. રવીન્દ્ર મોદી, બો. પૃથ્વી ખક્કર

૩૨

૨૦

ધવલ ગડા

કૉ. તેજસ કાનાણી, બો. પ્રશાંત કારિયા

૨૮

૧૫

મયૂર ગાલા

કૉ. પૃથ્વી ખક્કર, બો. પ્રશાંત કારિયા

-

હષુર્‍લ નંદુ

નૉટઆઉટ

૨૪

અંકિત ગાલા

નૉટઆઉટ

-

-


એક્સ્ટ્રા

કુલ સ્કોર       ૧૦ ઓવરમાં ૧૧૫/૫

વિકેટ-પતન :  ૧૦/૧, ૧૮/૨, ૬૩/૩, ૭૧/૪, ૭૯/૫

બોલિંગ : તેજસ કાનાણી ૨-૦-૧૧-૧, જય ચંદારાણા ૨-૦-૧૬-૧, કેતન ઠક્કર ૨-૦-૩૨-૦, પૃથ્વી ખક્કર ૨-૦-૧૯-૧, પ્રશાંત કારિયા ૨-૦-૩૦-૨

 

હાલાઈ લોહાણા : સેકન્ડ ઇનિંગ્સ (૪૨ રનની લીડ)


પ્લેયર

વિગત

રન

બૉલ

ફોર

સિક્સર

પ્રશાંત વિઠલાણી

કૉ. ધવલ ગડા, બો. ઋષભ કારિયા

૨૯

૨૦

મેહુલ ગોકાણી

એલબીડબ્લ્યુ બો. ઋષભ કારિયા

૨૨

૧૯

પ્રશાંત કારિયા

સ્ટ. રિશિત છેડા, બો. તેજસ ગડા

૧૭

તેજસ કાનાણી

કૉ. ભાવિક ગિંદરા, બો. હષુર્‍લ નંદુ

-

-

સ્નેહલ વિઠલાણી

નૉટઆઉટ

૧૯

૧૧

એક્સ્ટ્રા

કુલ સ્કોર       ૧૦ ઓવરમાં ૧૦૫/૪

વિકેટ-પતન :  ૬૩/૧, ૬૮/૨, ૬૯/૩, ૧૦૫/૪

બોલિંગ : ભાવિક ગિંદરા ૧-૦-૧૧-૦, હષુર્‍લ નંદુ ૨-૦-૧૧-૧, ચિરાગ નિસર ૨-૦-૭-૦, મેહુલ નંદુ ૧-૦-૧૫-૦, તેજસ ગડા ૨-૦-૨૯-૧, ઋષભ કારિયા ૨-૦-૧૬-૨


વાગડ વીસા ઓસવાળ જૈન : સેકન્ડ ઇનિંગ્સ (ટાર્ગેટ :૧૪૮ રન)

પ્લેયર

વિગત

રન

બૉલ

ફોર

સિક્સર

ધર્મેશ છેડા

એલબીડબ્લ્યુ બો. તેજસ કાનાણી

-

-

રિશિત છેડા

કૉ. સ્નેહલ વિઠલાણી, બો. પ્રશાંત કારિયા

૧૭

-

-

ચિરાગ નિસર

કૉ. સ્નેહલ વિઠલાણી, બો. જય ચંદારાણા

૨૧

૧૨

ધવલ ગડા

કૉ. રવીન્દ્ર મોદી, બો. કેતન ઠક્કર

૫૫

૨૦

હષુર્‍લ નંદુ

બોલ્ડ પ્રશાંત કારિયા

-

-

મયૂર ગાલા

કૉ. રવીન્દ્ર મોદી, બો. પ્રશાંત કારિયા

-

-

અંકિત ગાલા

નૉટઆઉટ

-

-

ઋષભ કારિયા

નૉટઆઉટ

-

-

 

એક્સ્ટ્રા ૧૦

કુલ સ્કોર       ૧૦ ઓવરમાં ૧૧૬/૬

વિકેટ-પતન :  ૦/૧, ૩૩/૨, ૫૦/૩, ૭૬/૪, ૭૮/૫, ૧૧૨/૬

બોલિંગ : તેજસ કાનાણી ૨-૦-૧૦-૧, જય ચંદારાણા ૨-૦-૧૩-૧, કેતન ઠક્કર ૨-૦-૨૭-૧, પૃથ્વી ખક્કર ૨-૦-૨૫-૦, પ્રશાંત કારિયા ૨-૦-૨૦-૩


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK