મિડ-ડે કપ 2014 : Day 2 : હાઈલાઈટ્સ

હાઈલાઈટ્સ

આજના દિવસની (16 ડિસેમ્બર 2013) હાઈલાઈટ્સ


Match 6 : ઘોઘારી વીસા શ્રીમાળી જૈન vs આહિર

- આહીર ટીમને બોલિંગ ધીમી કરતા ટાઈમ વધુ લેવાયો હતો જેના પગલે લેટ ટાઈમની10 રનની પેનલ્ટી થતાં માઈનસ 10 રન થવાથી ઘોઘારી વીસાનો વિજય થયો હતો

- છેલ્લી ઓવરમાં 6 બોલમાં 16 રનની જરૂર હતી ત્યારે જીત અપાવવા માટે પ્રબળ દાવેદાર હતા તેવા અંકિત દોશી પહેલા જ બોલે ક્લિન બોલ્ડ થતાં આશા ઠગારી નીવડી હતી.

- 9મી ઓવરમાં ઉપરાઉપરી અંકિત દોશીએ 3 ચોગ્ગા ફટકારીને ઓવરમાં કુલ 22 રન મળતાં એક સમયે ઘોઘારીની જીતની આશા બંધાઈ હતી.

- આહીર ટીમના કેપ્ટન રમેશ આહીરે નારણ આહીર સાથે મળીને શાનદાર પ્રદર્શન કરતા મિડ-ડે કપમાં સૌપ્રથમ ટીમના સ્કોરને 100નો પાર કરાવીને 139 રનનો સન્માનજનક સ્કોર કરીને હરીફ ટીમને 140નો ટાર્ગેટ આપ્યો હતો.

- - ઘોઘારી વીસા શ્રીમાળીએ વાઈડ બોલ તરીકે ઘણાં એક્સ્ટ્રા રન આપ્યા હતાં.

- નબળી શરૂઆત કરતા પ્રથમ 3 ઓવરમાં જ 3 વિકેટ આહીર ટીમે ગુમાવી હતી પરંતુ 3જી ઓવરમાં પ્રહલાદ આહીરે સારા રન ફટકારી ટીમને કમબેક કરાવ્યું હતું.

- આહીરની ટીમે ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય કર્યો


Match 5 : વાગડ વીસા ઓસ્વાલ જૈન vs સાઈ સુતાર વાંજા નાઘેર

- વાગડ વીસાના ચિરાગ નિસરને 51 રન અને 1 વિકેટ બદલ મેન ઓફ ધ મેચ મળી હતી.

- વાગડ વીસાનો 70 રનથી વિજય

- 5મી પાવર ઓવરમાં પહેલા અને બીજા બોલે સાંઈ સુતારે બે વિકેટ ગુમાવતા સ્કોર માઈનસ -20 થતાં સ્કોર 30થી 10 પર પહોંચ્યો

- વાગડ વીસા પોતાની બેટિંગમાં 5 વિકેટે 148 રનનો સ્કોર કરીને હરીફ ટીમને 149નો ટાર્ગેટ આપ્યો.

- વાગડ વીસાની ટીમના કેપ્ટન ચિરાગ નિસરની 51 રનની શાનદાર ઇનિંગ રમી આઉટ

- સાંઈ સુતાર નાઘેરે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો


Match 4 : કચ્છ વાગડ લેવા પટેલ  vs નવગામ વીસા

- નવગામ વીસાનો સુપર ઓવરથી વિજય થયો હતો.

- રોમાંચક સુપર ઓવરમાં કચ્છ વાગડે સૌપ્રથમ ઇનિંગમાં 12 રન ફટકાર્યા હતા. જેની સામે નવગામ વીસાએ 14 રન બનાવી વિજય મેળવ્યો હતો.

- બંને ટીમ વચ્ચે મેચ ટાઈ થતાં સુપર ઓવર રમાઈ.

- કચ્છ વાગડે 4 વિકેટે 89 રન કર્યા અને મેચ ટાઈમાં પરિણમી.

- નવગામ વીસાએ ફર્સ્ટ ઇનિંગમાં 5 વિકેટે 89 રન કરીને હરીફ ટીમને જીતવા 90નો ટાર્ગેટ આપ્યો


Match 3 : ચરોતર રૂખી vs પરજિયા સોની

- આજની પ્રથમ મેચ (મેચ 3)માં ચરોતર રૂખી (181/1) vs પરજિયા સોની (155/6) ની લડાઈમાં ચરોતર રૂખીનો 26 રને વિજય થયો છે.

- ચરોતર રૂખીના જીતેશ પુરબિયાને 32 બોલમાં 77 રન ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ મળી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK