૧૨ વર્ષ બાદ પહેલી વખત વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું ઇંગ્લૅન્ડ

પેનલ્ટી શૂટઆઉટમાં કોલમ્બિયાને ૪-૩થી હરાવ્યું, શનિવારે સેમી ફાઇનલમાં પહોંચવા માટે સ્વીડન સામે થશે ટક્કર


ફુટબૉલ વર્લ્ડ કપની પ્રી-ક્વૉર્ટર ફાઇનલની છેલ્લી મૅચ ઇંગ્લૅન્ડ અને કોલમ્બિયા વચ્ચે રમાઈ હતી. ઇંગ્લૅન્ડ આ મૅચમાં ૧-૦થી જીત મેળવી લેત, પરંતુ છેલ્લી ઘડીએ મૅચમાં વળાંક આવ્યો અને કોલમ્બિયાના ખેલાડીએ કરેલા ગોલને કારણે મૅચ ૧-૧થી બરોબર થઈ હતી. ત્યાર બાદ વધારાના સમયમાં પણ ગોલ ન થઈ શકતાં પેનલ્ટી શૂટઆઉટમાં મૅચનો નિર્ણય થયો હતો જેમાં ઇંગ્લૅન્ડે કોલમ્બિયાને ૪-૩થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ક્વૉર્ટર ફાઇનલમાં એની ટક્કર સ્વીડન સામે થશે. ઇંગ્લૅન્ડે ૧૨ વર્ષ બાદ ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. કોલમ્બિયાના ખેલાડીઓના બે ગોલને અટકાવનાર ગોલકીપર જૉર્ડન પિકર્ફોડ મૅચનો હીરો બન્યો હતો.

ઇંગ્લૅન્ડ છેલ્લે ૨૦૦૬માં ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું હતું તો ૨૦૧૦માં એ રાઉન્ડ ઑફ સિક્સ્ટીનમાં જ બહાર થયું હતું તો ૨૦૧૪માં ગ્રુપ-સ્ટેજથી પણ આગળ વધી શક્યું નહોતું. મંગળવારની મૅચમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી કેને ૫૮મી મિનિટે મળેલા પેનલ્ટીથી ગોલ કર્યો હતો. આમ તેના વર્લ્ડ કપમાં ૬ ગોલ થઈ ગયા છે. જોકે કોલમ્બિયાએ પણ ગોલ કરતાં મૅચ ૧-૧થી બરોબરી પર હતી. વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ પેનલ્ટી શૂટઆઉટમાં પ્રથમ વખત જીત્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK