મૉસ્કોના સ્ટેડિયમમાં યોજાશે શાનદાર ઓપનિંગ સેરેમની

એકવીસમા ફુટબૉલ વર્લ્ડ કપનો પ્રારંભ ગુરુવારે ૧૪ જૂને મૉસ્કોમાં એક શાનદાર ઉદ્ઘાટન સમારોહ સાથે થશે.

messy

મૉસ્કોમાં આવેલા લુઝનિકી સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ સાંજે ૬.૩૦ વાગ્યે આ સમારોહ શરૂ થશે જે લગભગ બે કલાક ચાલશે. દરમ્યાન અનેક જાણકાર હસ્તીઓ તેમ જ હજારો કલાકારો એમાં ભાગ લશે. આ જ મેદાનમાં ટુર્નામેન્ટની પહેલી અને ફાઇનલ મૅચ રમાશે. આ સ્ટેડિયમનું નિર્માણ ૧૯૫૦માં થયું હતું. આ સ્ટેડિયમમાં ૧૯૮૦માં ઑલિમ્પિક ગેમ્સનું પણ આયોજન થયું હતું. ફુટબૉલ વર્લ્ડ કપના આયોજનને ધ્યાનમાં રાખીને આ સ્ટેડિયમની ક્ષમતામાં અસ્થાયી રીતે વધારો કરવામાં આવ્યો છે. મેદાનમાં એકસાથે ૮૧,૦૦૦ દર્શકો ફુટબૉલની મૅચનો આનંદ ઉઠાવી શકશે. રાત્રે ૮.૩૦ વાગ્યે પહેલી મૅચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે આ જ મેદાનમાં રમાશે.

રશિયામાં આયોજિત એકવીસમા ફુટબૉલ વર્લ્ડ કપમાં કુલ ૩૨ ટીમો ભાગ લઈ રહી છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન રશિયાનાં ૧૨ સ્ટેડિયમમાં કુલ ૬૪ મૅચ રમાશે. ફાઇનલ મૅચ ૧૫ જુલાઈએ રમાશે. તમામ ફુટબૉલ મૅચો અને ઓપનિંગ સેરેમનીને ભારતમાં સોની ૧૦-૨ અને સોની ૧૦-૩ ટીવી ચૅનલ પર જોઈ શકાશે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy