ગોલ થયાની ખુશીમાં ડિફેન્ડ કરવાનું ભૂલી ગઈ હતી ભારતીય ટીમ : ફિફા અધિકારી

અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપમાં આજથી રાઉન્ડ-૧૬ મુકાબલા

સમગ્ર વિશ્વમાં ફુટબૉલનું સંચાલન કરનારી સંસ્થા ફિફાના પ્રશિક્ષણ અને ખેલાડી વિકાસ કાર્યક્રમના અધ્યક્ષ બ્રાનિમિર ઉજેવિકે અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં કોલમ્બિયા સામે રમાયેલી મૅચમાં કરેલી ભૂલ વિશે ભારતીય ટીમને સાંત્વના આપતાં કહ્યું હતું કે ભારતીય ટીમ આ મૅચમાં ગોલ ફટકારવાની ખુશીમાં એટલી ભાવુક બની ગઈ હતી કે ડિફેન્સ કરવાનું જ ભૂલી ગઈ હતી.

ભારત તરફથી આ ટુર્નામેન્ટનો એકમાત્ર ગોલ કોલમ્બિયા સામે થયો હતો જેમાં જિયાક્સન સિંહે ગોલ કરીને કોલમ્બિયાની લીડને ૧-૧થી લેવલ કરી હતી. બ્રાનિમિર ઉજેવિકે કલકત્તામાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘અમેરિકા સામેની પહેલી મૅચ ટેક્ટિકલ હતી. કોલમ્બિયા સામે ભારતીય ટીમ સારી દેખાઈ હતી. શારીરિક રીતે સંપૂર્ણપણે તૈયાર હતી. એણે ગોલ કરવાની તક પણ મેળવી હતી. ગોલ કર્યા બાદ ખેલાડીઓ બહુ ભાવુક બની ગયા હતા. તેઓ ભૂલી ગયા હતા કે ગોલ કર્યા બાદ તરત કઈ રીતે ડિફેન્સ કરવાનું હોય છે. તેઓ પોતાના પ્રશંસકો સાથે એની ઉજવણી કરવા માગતા હતા. આ ટુર્નામેન્ટમાંથી તેઓ ઘણું શીખશે. ભારતીય ટીમના ગોલકીપર ધીરજ સિંહના પ્રદર્શનથી હું ઘણો પ્રભાવિત થયો છું.’

આજથી અન્ડર ૧૭ ફુટબૉલ વર્લ્ડ કપમાં રાઉન્ડ-૧૬ની મૅચો રમાશે જેમાં જર્મની અને કોલમ્બિયા અને પારાગ્વે તથા અમેરિકા વચ્ચે દિલ્હીમાં મુકાબલો થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK