ક્રોએશિયા પહેલી વાર પહોંચ્યું ફાઇનલમાં

રવિવારે ટાઇટલ માટે ફ્રાન્સ સાથે થશે ટક્કર, સેમી ફાઇનલમાં પહેલી પાંચ મિનિટમાં જ ગોલ કરવા છતાં ૨-૧થી હાર્યું ઇંગ્લૅન્ડ

crotia

ક્રોએશિયાએ ઇંગ્લૅન્ડને ૨-૧થી હરાવીને પહેલી વખત ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. નિર્ધારિત સમય સુધી બન્ને ટીમો ૧-૧થી બરોબરી પર હતી. એક્સ્ટ્રા ટાઇમમાં મૅચનું પરિણામ આવ્યું હતું. મારિયો માનઝુકિચે ૧૧૯મી મિનિટે નિર્ણાયક ગોલ કર્યો હતો. રવિવારે ક્રોએશિયાની ટક્કર ફાઇનલમાં ફ્રાન્સ સામે થશે. કિરેન ટ્રિપિયરે પાંચમી મિનિટમાં મળેલી ફ્રી કિકમાં ગોલકીપર ડેનિયલ સુબેસિચને ચકમો આપતાં ઇંગ્લૅન્ડને ૧-૦થી લીડ અપાવી હતી, પરંતુ ઇવાન પેરિસિચે ૬૮મી મિનિટમાં ગોલ કરીને ક્રોએશિયાને સેકન્ડ હાફમાં બરોબરી પર લાવી દીધું હતું.

વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં આવું માત્ર બીજી વખત જ બન્યું છે જેમાં હાફ-ટાઇમ સુધી લીડ કરનારી ટીમ હારી ગઈ હોય. આ પહેલાં ૧૯૯૦માં ઇટલીની ટીમ આર્જેન્ટિના સામે લીડ બનાવવા છતાં પેનલ્ટી શૂટઆઉટમાં હારી ગઈ હતી. આ સાથે જ ઇંગ્લૅન્ડની ટીમનું પાંચ દાયકા કરતાં વધુ સમય બાદ ફાઇનલમાં સ્થાન મેળવવાનું સપનું પણ તૂટી ગયું હતું. ઇંગ્લૅન્ડે પહેલાં અને એકમાત્ર ૧૯૬૬માં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઘરઆંગણે રમાયેલી આ ટુર્નામેન્ટમાં એણે જીત પણ મેળવી હતી.

વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજી વખત સેમી ફાઇનલ રમી રહેલી ક્રોએશિયાની ટીમ આ પહેલાં ફ્રાન્સમાં ૧૯૯૮માં સેમી ફાઇનલમાં પહોંચી હતી જ્યાં ફ્રાન્સ સામે એ હારી ગઈ હતી. ઇંગ્લૅન્ડની ટીમ હવે ત્રીજા ક્રમાંક માટે શનિવારે બેલ્જિયમ સામે ટકરાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK