દિલ્હીના રિક્ષાચાલકનો દીકરો લેશે ઉસેન બોલ્ટની ક્લબમાં દોડવાની તાલીમ

જમૈકાના વર્લ્ડ ચૅમ્પિયન રનરની રેસર ટ્રૅક ક્લબે ભારતના કુલ ૧૪ યુવા ખેલાડીઓની પસંદગી કરી જેમાં ૧૬ વર્ષના નિસાર ખાનનો પણ પ્રતિભાના આધારે નંબર લાગ્યો છે

bolt

ગયા વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપ દરમ્યાન નિવૃત્તિ લેનાર વિશ્વના ચૅમ્પિયન રનર ઉસેન બોલ્ટની સંઘર્ષની કથા વિશ્વભરમાં જાણીતી છે. કઈ રીતે સ્કૂલમાં ફૅન્સી

લંચ-બૉક્સ માટે દોડ્યો હતો અને ત્યાર બાદ જમૈકાનો આ ખેલાડી વિશ્વભરમાં છવાઈ ગયો હતો. કંઈક એવી જ વાર્તા દિલ્હીમાં પણ જોવા મળી રહી છે. દિલ્હીની આઝાદપુરની ઝૂંપડપટ્ટીમાં રહેતા રિક્ષાચાલકના દીકરા નિસાર ખાનને ઉસેન બોલ્ટની કિંગ્સ્ટનમાં આવેલી રેસર ટ્રૅક ક્લબમાં તાલીમ મેળવવાની તક મળી છે.

૧૬ વર્ષનો નિસાર ભારતના ૧૪ યુવા અને ઊભરતા ઍથ્લીટમાં સામેલ છે જેને વિશ્વના સૌથી જાણીતી ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ક્લબમાં તાલીમ મળશે. ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને સ્ર્પોટ્સ મૅનેજમેન્ટ કંપની ઍન્ગલિયન મેડલ હન્ટની પાર્ટનરશિપથી કેરળ, તામિલનાડુ, ઉત્તરાખંડ, ઓડિશા અને દિલ્હીના ૧૫થી ૧૮ વર્ષની વયના ઍથ્લીટ્સની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ કિંગ્સ્ટન ક્લબે તમામની ક્ષમતા અને પ્રતિભાની સમીક્ષા કર્યા બાદ ચાર સપ્તાહ માટે તેમને તાલીમ આપવાની હા પાડી હતી. નિસારે થોડા દિવસ પહેલાં જ દિલ્હી સ્ટેટ ઍથ્લેટિક્સ મિટમાં અન્ડર-૧૬ના બે નૅશનલ રેકૉર્ડ તોડતાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે ૧૦૦ મીટરની દોડ ૧૧ સેકન્ડમાં અને ૨૦૦ મીટરની દોડ ૨૨.૧૧ સેકન્ડમાં પૂરી કરી હતી.

નિસાર ખાન ઘણી વખત પોતાની ગરીબીને કારણે પણ પરેશાન છે.

તેણે કહ્યું હતું કે ‘હું મારા અન્ય સ્પર્ધકોના મોટા ઘરમાં જાઉં છું, પણ કોઈને મારા ઘરે બોલાવી શકતો નથી, કારણ કે મારા ઘરમાં બેસવાની વધુ જગ્યા નથી.’

નિસાર પોતાના પેરન્ટ્સ સાથે ૧૦X૧૦ ફુટની રૂમમાં રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK