વિદેશી ફૅન્સ પટાવવા માગે છે રશિયન યુવતીઓને

ફુટબૉલ વર્લ્ડ કપને કારણે રશિયામાં મોટી સંખ્યામાં આવેલા દર્શકો સ્થાનિક યુવતીઓ સાથે સંપર્ક વધારવાના રસ્તા શોધી રહ્યા છે

russia

રશિયામાં ચાલી રહેલા ફુટબૉલ વર્લ્ડ કપની મૅચોનો આનંદ ઉઠાવવા ઉપરાંત વિદેશના ઘણા પ્રશંસકો સ્થાનિક યુવતીઓ સાથે મેળ-મેળાપ વધારવામાં ઘણો રસ દાખવી રહ્યા છે. આવી જ સ્થિતિ આર્જેન્ટિનાથી અહીં આવેલા એક પ્રશંસક ઓથેલોની છે જે મૉસ્કોના પાર્કમાં બેસીને પોતાની ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવાને બદલે પોતાના ફોનમાં કેટલી રશિયન યુવતીઓના નંબર છે એ ગણવામાં વ્યસ્ત છે. આર્જેન્ટિનાની ટીમની જર્સી પહેરીને ફરનારા ૨૬ વર્ષના એન્જિનિયર ઓથેલોને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ચાર. ઓથેલોના મિત્રો વચ્ચે એવી સ્પર્ધા ચાલી રહી છે કે કોની પાસે સૌથી વધુ રશિયન યુવતીઓના નંબર હશે. ઓથેલોને એવી આશા છે કે તેના આકર્ષક વ્યક્તિત્વનો ફાયદો તેને મળશે તેમ જ તેને પોતાની પ્રેમિકા પણ મળશે. ઓથેલોએ કહ્યું હતું કે અમને ખબર નથી કે અહીં મૅચ ન હોય તો શું કરવાનું એથી અમે વિચાર્યું કે રશિયાના લોકોને વધુ સારી રીતે જાણીએ.

ઓથેલોની જેમ આર્જેન્ટિનાથી આવેલા અન્ય પ્રશંસકો ડેટિંગ ઍપ્લિકેશન ટિન્ડર પર રશિયાની યુવતીઓના સેલ્ફી જોઈ રહ્યા છે. ઓથેલોએ કહ્યું હતું કે ‘આ મામલે ઘણી સ્પર્ધા છે, કારણ કે વર્લ્ડ કપ માટે મોટી સંખ્યામાં પુરુષો રશિયામાં આવ્યા છે. વળી અહીંની બહુ ઓછી યુવતીઓ અંગ્રેજી કે સ્પેનિશ ભાષા જાણે છે. ભાષાની મુશ્કેલી છતાં વિદેશી પ્રશંસકો રશિયન લોકોને મળવાથી જાતને રોકી નથી શકતા.’

વર્લ્ડ કપ શરૂ થયા એ પહેલાં રશિયન રાજકારણીઓએ સ્થાનિક મહિલાઓને પુરુષોથી દૂર રહેવાની સલાહ આપી હતી. મહિલા સાંસદે કહ્યું હતું કે ‘વિદેશના ફુટબૉલ પ્રશંસકો સાથે સંબંધો વધારવાથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેઓ તમને એકલા મૂકીને જતા રહેશે. એથી માત્ર રશિયન પુરુષોનાં બાળકોને જ જન્મ આપો.’ જોકે રશિયાના તમામ સાંસદો આ વાતને સમર્થન નથી આપતા. એક સાંસદે કહ્યું હતું કે ‘કોઈને પ્રેમ કરવાથી તમે વર્લ્ડ કપ સાથે જાતને વધુ સાંકળી શકશો. વળી જેટલાં વધારે બાળકો હોય એટલું સારું જ છે.’ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘વર્લ્ડ કપ દરમ્યાન પ્રેમ કરવો કોઈનો પણ અંગત વિષય છે. રશિયાની મહિલાઓ પોતાના મામલાનો જાતે જ ઉકેલ લાવી શકે છે.’ દરમ્યાન મારિયા નામની રશિયાની મહિલા ફુટબૉલ વર્લ્ડ કપની રાહ જોઈ રહી હતી. એ દરમ્યાન વિદેશી લોકોને મળી શકે એ માટે તે અંગ્રેજી પણ શીખી હતી.

સાઉદી અરેબિયાના ખેલાડીઓને લઈ જતા પ્લેનમાં લાગી આગ, તમામનો બચાવ

સાઉદી અરેબિયાના ખેલાડીઓને ફુટબૉલ વર્લ્ડ કપની આગામી મૅચ માટે લઈ જઈ રહેલા વિમાનના એક એન્જિનમાં આગ લાગી હતી, પરંતુ વિમાનને સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયાના એક ખેલાડીએ આ આગને સામાન્ય ગણાવી હતી. સાઉદી અરેબિયા ફુટબૉલ ફેડરેશનના અધ્યક્ષે કહ્યું હતું કે ‘વિમાનના એક એન્જિનમાં મામૂલી આગ લાગી હતી. એ જમણી તરફનું એન્જિન હતું, પરંતુ વિમાનને સુરક્ષિત રીતે લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.’

સાઉદી અરેબિયાની ટીમ આજે ઉરુગ્વે સામે પોતાની બીજી મૅચ રમશે. પહેલી મૅચમાં યજમાન રશિયા સામે એ ૫-૦થી હારી ગયું હતું.

કોલંબિયાના ખેલાડીને મળ્યો વર્લ્ડ કપનો પહેલો રેડ કાર્ડ


કોલંબિયાનો મિડ-ફિલ્ડર કાર્લોસ સાંચેઝ ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપમાં રેડ કાર્ડ મેળવનારો પહેલો ખેલાડી બન્યો હતો. સાંચેઝે જપાન સામેની મૅચમાં ત્રીજી મિનિટમાં જ જપાનના ખેલાડીને હાથથી રોક્યો હતો. રેફરીએ તરત તેને રેડ કાર્ડ બતાવ્યો હતો. આમ કોલંબિયાએ મૅચની શરૂઆતથી જ ૧૦ ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. કોલંબિયાને આ રેડ કાર્ડની કિંમત પણ ચૂકવવી પડી હતી. આના બદલે જપાનને પેનલ્ટી પણ મળી હતી જેને ગોલમાં પરિવર્તિત કરવામાં જપાનના ખેલાડીએ કોઈ ભૂલ કરી ન હોવાથી મૅચ જોવા આવેલા કોલંબિયાના ૧૦,૦૦૦ કરતાં વધુ દર્શકો નિરાશ થયા હતા.

વર્લ્ડ કપની જીતમાં ઇંગ્લૅન્ડમાં ટીવી જોવાનો બન્યો નવો રેકૉર્ડ

ઇંગ્લૅન્ડની ટીમને ભલે વર્લ્ડ કપમાં પ્રબળ દાવેદાર નથી ગણવામાં આવતી, પરંતુ ટ્યુનિશિયા સામેની મૅચમાં છેલ્લી ક્ષણોમાં મળેલી જીતને ત્યાં ટીવી પર ૧.૮૩ કરોડ દર્શકોએ જોઈ હતી. આ મૅચમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટને ૯૧મી મિનિટમાં ગોલ કરીને ટીમની ૨-૧થી જીત નક્કી કરી હતી. આ મૅચને ટીવીના ૬૯.૨ ટકા દર્શકોએ જોઈ હતી. દર્શકોની સંખ્યાને મામલે એણે ગયા મહિને થયેલાં શાહી લગ્નના આંકડાને પણ પાછળ મૂકી દીધો હતો. લગભગ ૩૦ લાખ લોકોએ આ મૅચને ઑનલાઇન જોઈ હતી જે લાઇવ દર્શકોને મામલે પણ એક રેકૉર્ડ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK