વર્લ્ડ નંબર વન સામે ફરી હારી સિંધુ

ચીની તાઇપેઇની ખેલાડી તાઇ ઝુ યિંગ ત્રીજી વખત બની હૉન્ગકૉન્ગ ઓપન ચૅમ્પિયન, ગયા વર્ષની જેમ યિંગે આ વર્ષે પણ સિંધુને ફાઇનલમાં ૨૧-૧૮, ૨૧-૧૮થી હરાવી


sindhu


વિશ્વની નંબર વન મહિલા બૅડ્મિન્ટન ખેલાડી ચીની તાઇપેઇની તાઇ ઝુ યિંગે ફરી એક વાર ફાઇનલમાં ભારતીય ખેલાડી પી. વી. સિંધુને હરાવીને હૉન્ગકૉન્ગ ઓપન બૅડ્મિન્ટન ટેનિસ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ગઈ કાલે ફાઇનલમાં યિંગે સિંધુને ૨૧-૧૮, ૨૧-૧૮થી હરાવી હતી. ગયા વર્ષે પણ તેણે સિંધુને આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ૨૧-૧૮, ૨૧-૧૮થી હરાવી હતી. યિંગ આ સાથે ત્રણ વખત આ ટાઇટલ જીતી છે તો બીજી તરફ સિંધુ આ સીઝનમાં ચાર વખત ફાઇનલમાં હારી છે, જેમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં જપાનની નોઝોમી ઓકુહારા તેમ જ ઇન્ડિયા અને કોરિયા ટાઇટલ પણ હારી હતી. 

ગઈ કાલે ૪૪ મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં સિંધુએ સારી ટક્કર આપી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે ૧-૧ પૉઇન્ટને લઈને જોરદાર ટક્કર જોવા મળી હતી. પહેલી ગેમમાં એક સમયે સિંધુએ ૧૮-૧૮થી બરોબરી કરી લીધી હતી, પરંતુ યિંગે ત્રણ પૉઇન્ટ મેળવીને ૨૧-૧૮થી પહેલી ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં એક સમયે સિંધુએ ૧૦-૮થી લીડ મેળવી હતી, પરંતુ પોતાનું ત્રીજું હૉન્ગકૉન્ગ ઓપન ટાઇટલ જીતવા માટે ઉત્સુક યિંગે આ લીડને વધુ ટકવા નહોતી દીધી અને ૧૧-૧૧થી બરોબરી કરી લીધી હતી. તેણે સિંધુની દરેક ભૂલનો ફાયદો ઉઠાવતાં પૉઇન્ટ મેળવવાનું શરૂ કર્યું હતું. સિંધુને તેણે વાપસી કરવાની એકેય તક નહોતી આપી અને બીજી ગેમ પણ તેણે ૨૧-૧૮થી જીતી લીધી હતી.

યિંગ અને સિંધુ વચ્ચે અગાઉ ૧૦ વખત ટક્કર થઈ હતી જેમાં યિંગે ૭-૩થી લીડ મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં જીત સાથે યિંગે સિંધુ સામે પોતાના કરીઅર-રેકૉર્ડને સુધારતાં હવે ૮-૩થી લીડ મેળવી લીધી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK