સાઉથ કોરિયાના ખેલાડીઓની ટ્રેઇનિંગની જાસૂસી બાબતે સ્વીડનના કોચે માગી માફી

સાઉથ કોરિયાના કોચે પણ તેમના ખેલાડીઓને ઓળખવામાં હરીફો ભૂલ કરી બેસે એ માટે ફ્રેન્ડ્લી મૅચો દરમ્યાન જાણીજોઈને તેમને અલગ-અલગ જર્સી પહેરાવી હોવાનો કર્યો દાવો : આજે બન્ને ટીમો વચ્ચે ટક્કર

south

સાઉથ કોરિયાના કોચે ગઈ કાલે કહ્યું હતું કે ‘તાજેતરમાં રમાયેલી ફ્રેન્ડ્લી મૅચ દરમ્યાન જાણીજોઈને ખેલાડીઓને અલગ-અલગ નંબરની જર્સીઓ પહેરાવી હતી જેથી હરીફ ટીમો તેમના ખેલાડીઓને અલગ પાડી શકે નહીં. એક મહિના પહેલાં ઑસ્ટ્રિયામાં રમાયેલી બે મૅચો દરમ્યાન સાઉથ કોરિયાનો સ્ટાર ખેલાડી અલગ-અલગ જર્સી સાથે રમ્યો હતો. આ વાત આજે સ્વિડન સામે રમાનારી મૅચ પહેલાં કરી હતી. દરમ્યાન સ્વીડનના કોચે હરીફ ટીમના ટ્રેઇનિંગ સેશન દરમ્યાન પોતાના એક સહાયકને જાસૂસી કરવા માટે મોકલવા બદલ માફી માગી હતી.

ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરતાં સાઉથ કોરિયાના કોચે કહ્યું હતું કે ‘લગભગ દરેક ખેલાડીઓના જર્સીના નંબર મામલે હરીફોને ગૂંચવવા માટે અમે આમ કર્યું છે. આમ પણ પશ્ચિમના દેશોમાં રહેતા લોકો એશિયનોને ઓળખવામાં ભૂલ કરી બેસે છે એથી જ જાણીજોઈને આમ કરવામાં આવ્યું હતું.’

સ્વીડન દ્વારા કરવામાં આવી રહેલી જાસૂસી મામલે કોચે કહ્યું હતું કે ‘મારા મતે એમાં કંઈ ખોટુ નથી. દરેક ટીમ પોતાની હરીફ ટીમ વિશે જાણવા માગતી હોય છે.’

વળી સાઉથ કોરિયાની ટીમ પણ સ્વીડનની ટીમ વિશે જાસૂસી કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સ્વીડનના કોચિંગ-સ્ટાફના એક કર્મચારીએ સાઉથ કોરિયન ટીમ પર નજર રાખવા રશિયામાં જ્યાં રોકાઈ હતી ત્યાં એક વ્યક્તિને ઘર ભાડે લઈને રહેવા માટે પણ જણાવ્યું હતું. જોકે સમગ્ર વિવાદ વધુ વકરે નહીં એ માટે આયોજકોએ કહ્યું હતું કે ‘તે વ્યક્તિને પ્રૅક્ટિસ સેશન વિશે માહિતી હતી, પરંતુ એમાં કોઈને પ્રવેશ નહોતો એ વાતની તેને ખબર નહોતો. તે વ્યકિત ઘણે દૂરથી પ્રૅક્ટિસ જોતો હતો જેના કારણે કંઈ પણ ખબર પડે એવું નહોતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK