એશિયન ગેમ્સમાં બેડમિન્ટનની ફાઇનલમાં પહોંચેલી પહેલી મહિલા ખેલાડી પી. વી. સિંધુ

આજે ગોલ્ડ જીતવા ચીની તાઇપેની તાઇ ઝુ યિન્ગ સામે ટક્કર: તેણે સાઇના નેહવાલને સેમી ફાઇનલમાં પરાસ્ત કરી હતી

p v  sindhu



ઑલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પી. વી. સિંધુએ એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે. તે એશિયન ગેમ્સની બેડમિન્ટનની ફાઇનલમાં પહોંચનારી પહેલી ભારતીય ખેલાડી બની છે. તેણે સેમી ફાઇનલ મુકાબલામાં જપાનની અકાને યામાગુચીને ૨-૧થી હરાવી હતી. ભારતની સ્ટાર શટલર સિંધુએ પહેલી ગેમ ૨૧-૧૭થી જીતી જ્યારે બીજી ગેમમાં તેણે

૧૫-૨૧થી પરાજયનો સામનો કરવો પડ્યો, પણ ત્રીજી ગેમમાં સિંધુએ શાનદાર કમબૅક કરતાં ગેમ ૨૧-૧૦થી જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં સાઇનાના પરાજયથી નિરાશ ભારતીય પ્રશંસકો માટે આ મોટી ખુશખબરી છે. સિંધુએ યામાગુચી સામે રમેલી ૧૩મી મૅચમાં નવમી જીત મેળવી હતી.

આજે ફાઇનલ મૅચ સિંધુ અને ચીની તાઇપેની તાઇ ઝુ યિન્ગ વચ્ચે થશે. તાઇ ઝુ યિન્ગે સાઇના નેહવાલને સેમી ફાઇનલમાં પરાસ્ત કરી છે.

મને બન્નેના પર્ફોર્મન્સ પર ગર્વ છે : ગોપીચંદ

બેડમિન્ટનમાં પી. વી. સિંધુ ફાઇનલમાં પહોંચતાં તેનો સિલ્વર મેડલ પાકો થયો છે. બીજી તરફ સાઇના નેહવાલ બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે. આ માટે તેમના કોચ પુલેલા ગોપીચંદે આનંદ વ્યક્ત કર્યો છે. સિંધુની સેમી ફાઇનલમાં જીત વિશે તેમણે કહ્યું હતું કે ‘હું ખુશ છું કે સિંધુએ બીજી ગેમમાં તેનું ફોકસ ન ખોયું. નર્ણિાયક મુકાબલામાં તેણે શાનદાર રમત દાખવી અને વર્લ્ડ નંબર ટૂ પ્લેયરને હરાવી એ ખૂબ મોટી ખબર છે. ફાઇનલમાં આજે તેનો મુકાબલો વર્લ્ડ નંબર વન તાઇ ઝુ યિન્ગ સામે થશે જેની સામે સાઇના નેહવાલ હારી હતી.’

બ્રૉન્ઝ જીતનાર સાઇના વિશે ગોપીચંદે કહ્યું હતું કે ‘સાઇનાને તેના આ પર્ફોર્મન્સ પર ગર્વ હોવો જોઈએ. પોતાની લાંબી અને શાનદાર કરીઅરમાં તેણે ઑલિમ્પિક્સ, વર્લ્ડ કપ, ઑલ ઇંગ્લૅન્ડ, એશિયન ચૅમ્પિયનશિપમાં જીત મેળવી હતી. એશિયન ગેમ્સનો મેડલ મિસિંગ હતો. આ તેના માટે મોટી સફળતા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK