ઈજાને કારણે છોડી દીધી બૉક્સિંગ, હવે દેશ માટે શૂટિંગમાં જીતી ગોલ્ડ

૧૦ મીટર ઍર-પિસ્તોલમાં છેલ્લા શૉટમાં ગોલ્ડ જીતનારી ૧૬ વર્ષની હરિયાણાની મનુ ભાકરે બે વર્ષ પહેલાં જ આ રમતમાં રસ લેવાનું શરૂ કર્યું હતું, પુરુષોની સ્પર્ધામાં રવિ કુમાર જીત્યો બ્રૉન્ઝ, શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે મેળવ્યા કુલ પાંચ મેડલ

ravi

ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત વર્લ્ડ કપમાં ભારતને વધુ એક સફળતા મળી છે. મેક્સિકોના ગુઆડાલાજારમાં ચાલતી સ્પર્ધામાં રવિવારે મોડી રાત્રે રમાયેલી ફાઇનલમાં ૧૧મા ધોરણમાં ભણતી હરિયાણાની ૧૬ વર્ષની યુવતી મનુ ભાકર ગોલ્ડ અને રવિ કુમાર બ્રૉન્ઝ મેડલ જીત્યાં હતાં. ૧૦ મીટર ઍર-પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાકરે મેક્સિકોની બે વખત વર્લ્ડ કપ ફાઇનલ જીતનારી અલેજાન્દ્રા ઝવાલાને ૨૪ શૉટની ફાઇનલમાં છેલ્લા શૉટમાં ૧૦.૮ પૉઇન્ટ મેળવીને હરાવી હતી. મનુનો સ્કોર ૨૩૭.૫ થયો હતો અને ઝવાલાને ૨૩૭.૧ પૉઇન્ટ મળ્યા હતા. ફ્રાન્સની સેલિન ગોબ્રેવિલેએ ૨૧૭ પૉઇન્ટ મેળવ્યા હતા. ભારતની જ યશશ્વિની સિંહ દેસવાલ ૧૯૬.૧ પૉઇન્ટ સાથે ચોથા પૉઇન્ટ પર રહી હતી અને મેડલ ચૂકી ગઈ હતી.

આ પહેલાં પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહેલો રવિ કુમાર પુરુષોની ૧૦ મીટર ઍર-રાઇફલ ઇવેન્ટમાં ૧૯૬.૧ પૉઇન્ટ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. રવિ ગયા વર્ષે ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યો હતો પણ મેડલ જીતી શક્યો નહોતો, પરંતુ આ વખતે તે બ્રૉન્ઝ જીતવામાં સફળ થયો હતો. આ સાથે ભારત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં પાંચ મેડલ જીત્યું છે જેમાં બે ગોલ્ડ અને ત્રણ બ્રૉન્ઝ મેડલનો સમાવેશ છે. શનિવારે ૧૦ મીટર ઍર-પિસ્તોલની ઇવેન્ટમાં શાહઝાર રિઝવીએ ગોલ્ડ મેડલ અને આ જ ઇવેન્ટમાં જિતુ રાયે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. મહિલાઓમાં ભારતની મેહુલી ઘોષ ૧૦ મીટર ઍર-રાઇફલમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

સોલહ

રવિવારે પોતાના પહેલા જ વર્લ્ડ કપમાં ભારત માટે ગોલ્ડ જીતનારી મનુ ભાકરે માત્ર બે વર્ષ પહેલાં જ શૂટિંગમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. એ પહેલાં તેને બૉક્સિંગમાં રસ હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે મને બૉક્સિંગ એટલા માટે ગમતી હતી કે મને મારા હરીફોને મારવાનું ગમતું હતું. બૉક્સિંગ દરમ્યાન તેની આંખમાં ઈજા થઈ ત્યાર બાદ મનુની મમ્મીએ તેને આ રમતની ના પાડી દીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK