US ઓપનની ફાઇનલમાં પહોંચી સેરેના : ઓસાકા સામે ટક્કર

છ વખતની ચૅમ્પિયન સેરેના વિલિયમ્સ અનાસ્તાસિયા સેવાસ્તોવાને હરાવીને નવમી વખત US ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો મુકાબલો જપાનની નાઓમી ઓસાકા સાથે થશે.

serena

૧૭મી ક્રમાંકિત સેરેનાનું લક્ષ્ય ૨૪મા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ પર હશે. ગયા વર્ષે તે દીકરીના જન્મ પછી બીજી વખત ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલમાં પહોંચી છે. સેરેનાએ સેવાસ્તોવાને ૬૬ મિનિટમાં ૬-૩, ૬-૦ હરાવી હતી.

વીસમા ક્રમની ઓસાકા ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં પહોંચનાર પહેલી જપાનની ખેલાડી બની છે. સેરેનાએ વિજયને અદ્ભુત ગણાવતાં કહ્યું હતું કે ‘હૉસ્પિટલના બેડ પરથી ઊભા થઈને અહીં સુધીની સફર સરળ નહોતી. બરાબર એક વર્ષ પહેલા હું વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતી નહોતી અને એક વર્ષ પછી એકસાથે બે ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં પહોંચી હતી.’

જો સેરેના US ઓપન જીતી લેશે તો ક્રિસ એવર્ટના રેકૉર્ડને પાર કરી લેશે અને ઑસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટના ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ્સના રેકૉર્ડની બરાબરી કરી લેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK