સેરેનાની કરીઅરની સૌથી ખરાબ હાર

૩૬ વર્ષની સેરેના વિલિયમ્સ ગયા વર્ષે દીકરી જન્મ બાદ આ વર્ષે અત્યાર સુધીમાં પાંચ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે.

serena

વિમ્બલ્ડનમાં શાનદાર પર્ફોર્મ કરનાર વર્લ્ડ-નંબર ૨૬ સેરેના વિલિયમ્સે મુબાડાલા સિલિકૉન વૅલી ક્લાસિક ટુર્નામેન્ટમાં સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. બ્રિટનની જોહાના કોન્ટાએ પહેલા રાઉન્ડના મુકાબલામાં સેરેનાને એક કલાકથી ઓછા સમયમાં ૬-૧, ૬-૦થી હરાવી હતી. આ હાર અમેરિકન દિગ્ગજની કરીઅરની સૌથી ખરાબ હાર હતી. સેરેના આ પહેલાં પોતાની કરીઅરમાં અત્યાર સુધી ફક્ત જ એક ગેમ નહોતી જીતી શકી. ૨૦૧૪માં સિંગાપોર વિમેન્સ ટેનિસ અસોસિએશન (WTO)ની ફાઇનલ્સમાં બે ગેમ જીત્યા બાદ સિમોના હાલેપ સામે ૬-૦, ૬-૨થી હારી ગઈ હતી. સેરેના અહીં ત્રણ વખત ચૅમ્પિયન રહી છે. દીકરીના જન્મ બાદ તે પાંચમી ટુર્નામેન્ટ રમી રહી હતી. વિમ્બલ્ડનમાં ઍન્જેલિક કર્બર સામે પરાજય પછી તેની આ સૌપ્રથમ હાર હતી. તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે જોહાના કોન્ટાએ સેકન્ડ હાફમાં સારું પર્ફોર્મ કર્યું. હું પહેલા સેટમાં જરાય ઝડપી નહોતી અને તેથી તેને આત્મવિશ્વાસ મળ્યો અને તે આગળ નીકળી ગઈ.’

૨૩ વખતની સિંગલ્સ ગ્રૅન્ડ સ્લેમ ચૅમ્પિયન સેરેના હવે ૬ ઑગસ્ટથી રૉજર્સ કપમાં રમશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK