તું જુઠ્ઠો અને ચોર છે

એટલું જ નહીં, ટેનિસમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે ભેદભાવ રાખવાનો આરોપ મૂકવાની સાથે પોતાનો બચાવ કરતાં અમેરિકાની ટેનિસખેલાડીએ કહ્યું કે મેં કોઈ છેતરપિંડી નહોતી કરી

serena



અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ગઈ કાલે શ્લ્ ઓપનની ફાઇનલમાં હાર બાદ કહ્યું હતું કે મેં કોઈ ચીટિંગ કર્યું નથી. શનિવારે કોઈ પણ સિંગલ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર પહેલી ખેલાડી બનનારી નાઓમી ઓસાકાએ સેરેનાને ફાઇનલમાં ૬-૨, ૬-૪થી હરાવી હતી. પરિણામે સેરેનાના ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાના રેકૉર્ડની સરખામણી કરવામાં વધુ રાહ જોવી પડશે. જોકે આ ફાઇનલ બીજા સેટમાં સેરેના અને અમ્પાયર વચ્ચે થયેલા ઝઘડાને કારણે વધુ ચર્ચાસ્પદ રહી હતી.

૩૬ વર્ષની અમેરિકાની ખેલાડી સામે અમ્પાયર કાર્લોસ રૅમોસે નિયમનો ભંગ કરીને કોચ પાસેથી માર્ગદર્શન લેવાનો તેમ જ રૅકેટ તોડવા બદલ કાર્યવાહી કરતાં પેનલ્ટી પૉઇન્ટ કાપ્યો હતો. પરિણામે સેરેનાએ  અમ્પાયરને ચોર અને જુઠ્ઠો કહ્યો હતો. પરાજય બાદ પત્રકારપરિષદમાં તેણે કહ્યું હતું કે ‘અમ્પાયરે મારી પર છેતરપિંડીનો આરોપ મૂક્યો, પરંતુ મેં છેતરપિંડી કરી નહોતી. વિમેન્સ ટેનિસ અસોસિએશનની ટુર્નામેન્ટમાં જ્યાં ર્કોટ પર પણ કોચિંગ આપવાની પરવાની હોય છે ત્યાં પણ હું આ પ્રકારનું માર્ગદર્શન નથી લેતી. મને ટેનિસ ગમે છે, પરંતુ કોઈ મને ગમે એ કહે એ હું સાંભળવા માટે તૈયાર નથી.’

સેરેના હાલમાં કોચ પૅટ્રિક મોરટોગ્લુએ પાસેથી ટ્રેઇનિંગ લઈ રહી છે. તેણે કહ્યું હતું કે ‘મારા સહિત તમામ કોચ આ બધું કરતા હોય છે.’ જોકે સેરેનાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મેં આ વિશે પૅટ્રિકને પૂછ્યું છે તે શું વાત કરી રહ્યો છે. વળી આ ઘટના એ વાત દર્શાવે છે કે રમતમાં મહિલા અને પુરુષ ખેલાડીઓ વચ્ચે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવે છે. મે ઘણા પુરુષોને અમ્પાયર સામે ગમે એમ બોલતા સાંભળ્યા છે. હું અહીં મહિલાઓના હક તેમ જ સમાનતા માટે લડી રહી છું. મારો ગેમ-પૉઇન્ટ લઈ લેતાં મેં અમ્પાયરને ચોર કહ્યો હતો. હું મહિલાઓના અધિકારો માટે સતત લડતી રહીશ.’

સેરેનાએ ન્યુ યૉર્કમાં ચાલતી ભારે ગરમીને કારણે મહિલા ખેલાડીએ પોતાનું શર્ટ કાઢતાં અમ્પાયરે આપેલી ચેતવણીનો પણ પત્રકારપરિષદ દરમ્યાન ઉલ્લેખ કર્યો હતો છે. જોકે ટુર્નામેન્ટના અધ્યક્ષે સમગ્ર બનાવમાં દરમ્યાનગીરી કરીને અમ્પાયરની ભૂલ બદલ માફી પણ માગી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK