દીકરીના જન્મ બાદ સેરેનાએ બહુ નજીકથી કર્યો મૃત્યુનો અનુભવ

સમગ્ર વિશ્વમાં ગર્ભવતી મમ્મીઓને રાહતના દરે યોગ્ય સારવાર મળી રહે એવી વ્યવસ્થા માટે કરી અપીલ

ેાીાલ ો

અમેરિકાની ટેનિસ-ખેલાડી સેરેના વિલિયમ્સના જીવનમાં ગયા વર્ષે પોતાની પહેલી દીકરીના જન્મ બાદ તરત એવો સમય આવ્યો હતો જ્યારે લોહીનાં ટીપાં ઝામી જવાને કારણે તે એક સમયે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. સેરેનાએ આ વાત CNNને આપેલા ઇન્ટરવ્યુમાં કરી હતી. દીકરી ઑલિમ્પિયાના જન્મ બાદ તેનાં ફેફસાંની ધમનીઓમાં લોહીનાં ટીપાં ઝામી જવાને લીધે તેણે બહુ નજીકથી મૃત્યુનો અનુભવ કર્યો હતો. સેરેનાએ કહ્યું હતું કે હું મારી દીકરીને જન્મ આપ્યા બાદ લગભગ મરી ગઈ હતી. દીકરીને જન્મ આપતી વખતે તેના હૃદયના ધબકારા ઓછા થઈ ગયા હતા અને ઇમર્જન્સી જેવી સ્થિતિમાં સિઝેરિયન સેક્શન સર્જરી કરવામાં આવી હતી અને એ ઑપરેશન સફળ રહ્યું હતું. તે એ વાત સમજી શકે એ પહેલાં તેના ખોળામાં એક સુંદર બાળકી હતી.

સેરેનાએ પોતાના ભયાનક અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મમ્મી બન્યાના માત્ર ૨૪ કલાક બાદ જેકંઈ થયું એને કારણે ત્યાર બાદના ૬ દિવસ બહુ ખરાબ ગયા. ફેફસાંની એક કે વધુ ધમનીઓમાં લોહીનાં ટીપાં ઝામી ગયાં હતાં. ડૉક્ટરોએ તરત સારવાર શરૂ કરી હતી. ઘરે પહોંચ્યા બાદ ૬ અઠïવાડિયાં સુધી ખાટલા પર જ પડી રહી હતી. જો ડૉક્ટરોએ યોગ્ય સમયે સારવાર ન કરી હોત તો હું આજે જીવતી ન હોત.’

જોકે આવું પહેલી વખત નહોતું થયું જ્યારે તેને મૃત્યુનો અનુભવ થયો હોય. અગાઉ ૨૦૧૧માં પણ એક રેસ્ટોરાંમાં ગ્લાસ તૂટવાને કારણે પગમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેણે લગભગ એક વર્ષ સુધી ફેફસાંની ધમનીઓની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પોતાના આ અનુભવને કારણે સેરેનાએ સમગ્ર વિશ્વમાં મમ્મીઓને રાહતના દરે પ્રસૂતિ તેમ જ ત્યાર બાદની સારવાર મળી રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK