સેમી ફાઇનલમાં પરાજિત થવા છતાં સાઇના નેહવાલે રચ્યો ઇતિહાસ

બેડમિન્ટનમાં બ્રૉન્ઝ જીતનારી પહેલી ભારતીય મહિલા બની

SAYNA NEHVAL



ઇન્ડોનિશિયાના જકાર્તા અને પાલેમબન્ગમાં ચાલી રહેલી ૧૮મી એશિયન ગેમ્સના નવમા દિવસે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલને બ્રૉન્ઝ મેડલ મળ્યો છે. તે આ ટુર્નામેન્ટમાં બ્રૉન્ઝ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે. જોકે તે સેમી ફાઇનલમાં ચીની તાઇપેની તાઇ ઝુ યિન્ગ સામે સીધા સેટોમાં ૨૧-૧૭ અને ૨૧-૧૪થી હારી હતી.

વર્લ્ડ નંબર ૧૦ અને ઑલિમ્પિક મેડલિસ્ટ સાઇનાની વર્લ્ડ નંબર વન તાઇ ઝુ યિન્ગ સામે આ સતત દસમી હાર હતી જેમાં આ વર્ષની ત્રણ હાર પણ શામેલ છે. પહેલી ગેમમાં બન્ને ખેલાડીઓએ એકબીજાના બૅકહૅન્ડ પર અટૅક કર્યો, પણ તાઇ ઝુ ૪-૧ની લીડ મેળવવામાં સફળ રહી હતી. સાઇનાની લાંબા રિટર્ન્સ મારવાની રણનીતિ સફળ થતાં સ્કોર ૮-૮ પર લેવલ થઈ ગયો. તાઇ ઝુ સાઇનાના બૅકહૅન્ડ પર અટૅક ચાલુ રાખતાં પહેલાં બ્રેક વખતે ૧૧-૧૦ની નજીવી પણ મહત્વની લીડ લેવામાં સફળ રહી હતી. પછી તાઇ ઝુએ સીધા ચાર પૉઇન્ટ મેળવીને સાઇનાને છેક સુધી સ્કોરનો પીછો કરવા પર મજબૂર કરી હતી.

બીજી ગેમમાં સ્કોરનો પીછો કરવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. સાઇનાએ તેના ડિફેન્સને ભેદવાની ઘણી કોશિશ કરી પણ અસફળ રહી. સાઇનાએ આ સેમી ફાઇનલમાં પહેલી વખત લીડ લીધી જ્યારે તાઇ ઝુના હાથમાંથી શટલ છૂટી ગયું હતું. તેણે થોડી વારમાં સ્કોરને ૧૨-૧૨ પર લેવલ કર્યો હતો, પણ હરીફ ખેલાડીએ લીડ લેવામાં સમય લીધો નહોતો અને સાઇનાએ બ્રૉન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK