ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચ્યાં ફેડરર અને ઍન્જેલિક કેર્બર

સ્વિટ્ઝરલૅન્ડનો ટેનિસ-ખેલાડી રૉજર ફેડરર પોતાના શાનદાર ફૉર્મને યથાવત રાખતાં વર્ષના પહેલા ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો.

tennis

tennis1

ગઈ કાલે મેન્સ સિંગલની ક્વૉર્ટર ફાઇનલમાં વિશ્વના બીજા ક્રમાંકના ખેલાડી ફેડરરે ચેક રિપબ્લિકના ટૉમસ બર્ડીચને હરાવ્યો હતો. પાંચ વખત ઑસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂકેલા ફેડરરે બે કલાક ૧૪ મિનિટ સુધી ચાલેલી મૅચમાં ટૉમસને ૭-૬, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. ટૉમસ એક પણ વખત આ ટાઇટલ જીતી નથી શક્યો. સેમી ફાઇનલમાં તેની ટક્કર સાઉથ કોરિયાના ચુંગ હ્યોન સામે થશે જેણે ક્વૉર્ટર ફાઇનલમાં અમેરિકાના ટેનીસ સૅન્ડગ્રીનને ૬-૪, ૭-૬, ૬-૩થી હરાવ્યો હતો એટલું જ નહીં ચોથા રાઉન્ડમાં તેણે નોવાક જૉકોવિચને હરાવ્યો હતો. મહિલાઓની ક્વૉર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન જર્મનીની ઍન્જેલિક કેર્બરે મૅડિસન કીઝને ૬-૧, ૬-૨થી સરળતાથી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK