બૅડ્મિન્ટન સ્ટાર પી વી સિંધુ સાથે ઍરલાઇન્સની બદતમીઝી

કિટ-બૅગ સાવચેતીથી ઉપાડવાની વિનંતીનો ઇન્ડિગોના ગ્રાઉન્ડ સ્ટાફરે એલફેલ જવાબ આપ્યો : ઍરલાઇન્સે માફી માગી

sindhu1


ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ-નંબર 6E 608 દ્વારા દિલ્હીથી મુંબઈ જતી વેળા એ ઍરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફરે અપમાનજનક વર્તન કર્યું હોવાનો આરોપ બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ મૂક્યો હતો. ટૉપ-રૅન્કિંગ અને ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી બાવીસ વર્ષની બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ગઈ કાલે ફ્લાઇટમાં કર્મચારીઓ તરફથી ખરાબ વર્તનના અનુભવનું વર્ણન સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કરવા ઉપરાંત ઍરલાઇન્સને એ બાબતનો ડાયરેક્ટ મેસેજ મોકલ્યો હતો. ટ્વિટર પર બદતમીઝી કરનારા કર્મચારીનું નામ પણ સિંધુએ લખ્યું હતું. જોકે પછીથી ઍરલાઇન્સે સિંધુની માફી માગી હતી. સિંધુના ફાધર પણ તેની સાથે પ્રવાસ કરતા હતા.

સિંધુએ ટ્વિટર પરની પોસ્ટમાં લખ્યું હતું કે એક ઍરહૉસ્ટેસે બદતમીજી કરતા કર્મચારીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે કર્મચારીએ ઍરહૉસ્ટેસને પણ હડધૂત કરી હતી. એ પોસ્ટના અનુસંધાનમાં કેટલાક યુઝર્સે ઍરલાઇન્સના સ્ટાફની ટીકા કરી હતી અને કેટલાકે તે કર્મચારીને માફ કરીને પોસ્ટ ડિલીટ કરવાની સલાહ પણ આપી હતી.

ભારત સરકારના પદ્મશ્રી ઇલકાબ અને સ્પોટ્ર્સના રાષ્ટ્રીય સન્માન અર્જુન પુરસ્કારથી સન્માનિત સિંધુએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘ગ્રાઉન્ડ સ્ટાફર (સ્કિપર) અજિતેશે મારી સાથે બદતમીઝી કરી હતી. ઍરહૉસ્ટેસ આસિમાએ સમજાવ્યા છતાં તે ન માન્યો. ઊલટું તેણે આસિમા સાથે પણ બદતમીઝી કરી હતી. જો આવા કર્મચારીઓ ઇન્ડિગો જેવી રેપ્યુટેડ ઍરલાઇન્સમાં કામ કરતા રહેશે તો ઑર્ગેનાઇઝેશનને ઘણું નુકસાન કરશે.’

ચોક્કસ શું બન્યું હતું?

સિંધુના ફાધર રામન્નાએ જણાવ્યું હતું કે ‘સ્ટાફર અજિતેશે સિંધુના સામાનમાંની કિટ-બૅગ સામે વાંધો ઉઠાવ્યો હતો. રૅકેટ્સ અને અન્ય કેટલીક વસ્તુઓ ધરાવતી કિટ-બૅગ સિંધુ તથા અન્ય કેટલાક બૅડ્મિન્ટન ખલાડીઓ હૅન્ડબૅગેજરૂપે સાથે રાખતા હોય છે. સિંધુએ એ કિટ-બૅગ સાવચેતીથી ઉપાડવાની સ્કિપરને વિનંતી કરી હતી, પરંતુ એ સ્ટાફરે એલફેલ જવાબો આપ્યા હતા.’


ઍરલાઇન્સે માફી માગી


સિંધુના એ ટ્વીટ પછી તરત ઍરલાઇન્સ તરફથી ટ્વીટ કરીને પૂછવામાં આવ્યું હતું કે ‘અમે તમારો કૉન્ટૅક્ટ કરી શકીએ?’ ત્યાર પછી ઍરલાઇન્સે સિંધુની માફી માગતાં બનેલી ઘટના બદલ દિલસોજી વ્યક્ત કરી હતી. ઇન્ડિગો ઍરલાઇન્સે એ ઘટનાની ટીકા કરતાં ગ્રાઉન્ડ સ્ટાફરના વર્તનને શરમજનક ગણાવ્યું હતું. જોકે એ ઘટના બાબતે વિશેષ વિગતો મળી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK