સિંધુએ વર્લ્ડ ચૅમ્પિયનશિપની હારનો બદલો લીધો

કોરિયા ઓપન જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની સિંધુ



શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ભારતીય ખેલાડી પી. વી. સિંધુએ ગઈ કાલે સાઉથ કોરિયાના સોલમાં ચાલી રહેલી કોરિયા ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. જપાનની નાઝોમી ઓકુહારાને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મળેલી હારનો બદલો લઈને રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર સિંધુ કોરિયા સુપર સિરીઝ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની છે. મહિલાઓની સિંગલ્સમાં એક કલાક ૨૪ મિનિટ સુધી ચાલેલી મૅચમાં સિંધુએ ઓકુહારાને ૨૨-૨૦, ૧૧-૨૧, ૨૧-૧૮થી હરાવીને જીત મેળવી હતી. સિંધુની જીત બાદ તેના કોચ ગોપીચંદે કહ્યું હતું કે ‘શું શાનદાર મૅચ હતી. આ વર્લ્ડ ચૅમ્પિયનની ફાઇનલ જેવી જ મૅચ હતી, પરંતુ આ વખતે નિર્ણય અમારા પક્ષમાં હતો. બન્ને ખેલાડીઓ ગ્રેટ ચૅમ્પિયન છે.’

સિંધુ માટે આ જીત સરળ નહોતી. આ મૅચમાં આક્રમક બનીને આવેલી ઓકુહારા સામે ઘણી વખત સિંધુ પીછેહઠ કરતી જોવા મળી હતી. સિંધુ કરતાં ઊંચાઈમાં નાની, પરતું વધુ સ્ફૂર્તિ દેખાડનાર ઓકુહારાએ ભારતીય ખેલાડીને પછાડવાની કોઈ તક નહોતી છોડી. આ વખતે સિંધુએ પણ પોતાની આ જૅપનીઝ હરીફને પછાડવાનો નિશ્ચિત કર્યો હતો. તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની હારનું પુનરાવર્તન કરવા નહોતી માગતી. પહેલી ગેમમાં સિંધુએ ઓકુહારાને ૨૨-૨૦થી હરાવી હતી, તો બીજી ગેમમાં તે ઓકુહારા સામે નબળી દેખાઈ અને ૧૧-૨૧થી હારી ગઈ હતી, પણ ત્રીજી ગેમમાં સિંધુએ પોતાની તમામ તાકત કામે લગાડતાં ઓકુહારાને પછાડવામાં સફળતા મેળવી હતી. આ ગેમ દરમ્યાન તે એક વખત કોર્ટમાં હારીને સૂઈ ગઈ હતી, પરંતુ તેણે હાર ન માની અને ફરી પાછી ઊઠી અને ત્રીજો સેટ ૨૧-૧૮થી જીતી લીધો.

આ વર્ષે સ્કૉટલૅન્ડમાં રમાયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઓકુહારા સિંધુને ૨૧-૧૯, ૨૦-૨૨, ૨૨-૨૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી હતી. ભારતીય ખેલાડીએ સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. સિંધુનું આ ત્રીજું સુપર સિરીઝ ટાઇટલ છે. આ પહેલાં તે ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમિયર અને ત્યાર બાદ ઇન્ડિયા ઓપનનું ટાઇટલ જીતી હતી.

વર્લ્ડ ચૅમ્પિયનની હાર મારા મગજમાં નહોતી

કોરિયા ઓપનમાં જીત મેળવ્યા બાદ પી. વી. સિંધુએ કહ્યું હતું કે ‘જપાનની નાઝોમી ઓકુહારા સામે રમતી હતી ત્યારે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મળેલી હાર મારા મગજમાં નહોતી અને હું તેની સામે ત્યારે હારી ગઈ હતી. આ મૅચમાં પણ અમારી વચ્ચે તીવ્ર સ્પર્ધા જામી હતી છતાં હું મારી જાતને એટલું કહેતી હતી કે આવનારો પૉઇન્ટ મહત્વનો છે. શટલ પર પણ સારો કાબૂ મેળવી શકી હતી એથી એના સિવાય મારા મગજમાં બીજું કંઈ નહોતું.’

વર્લ્ડ ચૅમ્પિયનશિપ બાદ ફરી બન્ને ટકરાયા હતી. વળી આવતા સપ્તાહથી જપાન સુપર સિરીઝ પ્રીમિયર શરૂ થવાની છે એથી સિંધુને પૂછવામાં આવ્યું કે શું તું ફાઇનલમાં અન્ય કોઈ ખેલાડી સાથે રમવા માગે છે ત્યારે તેણે કહ્યું કે ‘એવું કોઈ નથી. કોઈ પણ ફાઇનલમાં આવી શકે છે. અગાઉ બધા કૅરોલિના મારિન ફાઇનલમાં આવશે એવું કહેતા હતા પરંતુ હવે લોકો જપાનના મારી અને ઓકુહારા વચ્ચે ટક્કર થશે એવું કહે છે.’

શુભેચ્છાઓનો વરસાદ

વર્લ્ડ ચૅમ્પિયન જપાનની ખેલાડી નાઝોમી ઓકુહારાને હરાવીને કોરિયા ઓપન જીતનાર ભારતીય ખેલાડી પી. વી. સિંધુને ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સચિન તેન્ડુલકર સુધીના તમામે અભિનંદન પાઠવ્યાં હતાં.

કોરિયા ઓપન સુપર સિરીઝમાં વિજેતા બનવા બદલ અભિનંદન. સમગ્ર દેશને તારા પર ગર્વ છે.

- નરેન્દ્ર મોદી

કેવી જોરદાર મૅચ હતી. તારો આ વિજયરથ ક્યારેય નહીં અટકે.

- રાજ્યવર્ધન સિંહ રાઠોડ

યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર

આના જેવો બીજો કોઈ વિજય ન હોઈ શકે. તેં પ્રયત્ન કર્યો, તું નિષ્ફળ ગઈ. તને તારી જાત પર વિશ્વાસ હતો અને છેવટે તું સમગ્ર દેશ માટે પ્રેરણાસ્રોત બની.

- સચિન તેન્ડુલકર

બાવીસ વર્ષની વયે પી. વી. સિંધુ લેજન્ડ બની ગઈ. કેવી શાનદાર ખેલાડી છે.

- વીરેન્દર સેહવાગ

સિંધુ અને ઓકુહારા વચ્ચેની સ્પર્ધા બહુ રસપ્રદ રહી હતી. ફાઇનલમાં મેળવેલા શાનદાર વિજય બદલ અભિનંદન.

- વીવીએસ લક્ષ્મણ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK