મેં ગોલ્ડ ગુમાવ્યો નથી, પણ સિલ્વર જીત્યો છે : સિંધુ

ટીકાકારોને જવાબ આપતાં ભારતીય મહિલા બૅડ્મિન્ટન ખેલાડીએ એશિયન ગેમ્સમાં સારા પ્રદર્શનની આપી ખાતરી

sindhu


ભારતની સ્ટાર બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુનું માનવું છે કે એશિયન ગેમ્સની તૈયારી માટે ભારતના બૅડ્મિન્ટન પ્લેયરોને જરૂરી સમય મળ્યો નથી છતાં આશા છે કે ૨૦૧૮ની ટુર્નામેન્ટમાં સારું પર્ફોર્મન્સ કરશે. છેલ્લી એશિયન ગેમ્સ ચાર વર્ષ પહેલાં સાઉથ કોરિયાના ઇંચિયોનમાં યોજાઈ હતી જેમાં ભારતની મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુને આશા છે કે ૧૮ ઑગસ્ટથી શરૂ થઈ રહેલા ૧૮મા એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓ વધારે મેડલ અને બ્રોન્ઝમાંથી સિલ્વર અથવા ગોલ્ડ જીતશે. રવિવારે વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપમાં પોતાનો બીજો સિલ્વર અને કુલ ચોથો મેડલ જીતનારી સિંધુએ કહ્યું હતું કે ‘અમારે ફક્ત ટીમ ઇવેન્ટમાં નહીં, પણ ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં પણ ભાગ લેવાનો છે. ટીમ તરીકે અમે છેલ્લી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે અમે મોટા મેડલ જીતવાની કોશિશ કરીશું. વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપમાં મેં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જેનાથી ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટ માટે મારો કૉન્ફિડન્સ ઘણો વધી ગયો છે. મને આશા છે કે હું આગળ વધીને આનાથી સારું પર્ફોર્મ કરીશ.’

ઘણી બધી ફાઇનલમાં હારી જવાથી તેની ટીકા પણ કરવામાં આવી હતી. જોકે પોતાના ટીકાકારોને જવાબ આપતાં સિંધુએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે ‘મેં ગોલ્ડ ગુમાવ્યો નથી, પરંતુ સિલ્વર જીત્યો છે. સતત બીજી વખત જીતેલા સિલ્વરની ચમકને હું જોઈ શકું છું.’

મારિનના મતે સિંધુએ ફાઇનલમાં ટેન્શનને કાબૂમાં રાખવાની જરૂર

સ્પેનની બૅડ્મિન્ટન પ્લેયર કેરોલિના મારિનનું માનવું છે કે કોઈ પણ મોટી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતની સ્ટાર બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુએ પોતાના ટેન્શનને નિયંત્રણમાં રાખીને રિલેક્સ થઈને રમવું જોઈએ. ગયા રવિવારે સિંધુ વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં મારિન સામે હારી હતી. મારિન પહેલી એવી બૅડ્મિન્ટન પ્લેયર છે જેણે વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે. વર્લ્ડ નંબર ૮ મારિને કહ્યું હતું કે ‘મને ખરેખર સમજાતું નથી કે સિંધુ મોટી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ કેમ નથી જીતી શકતી? હું અને સિંધુ સારા મિત્રો છીએ. અમે ભલે ટુર્નામેન્ટો દરમ્યાન સાથે શૉપિંગ કરવા નથી જતાં અથવા સાથે ટાઇમ સ્પેન્ડ નથી કરતાં, પરંતુ તેની સામે મૅચ અલગ નથી લાગતી, એથી મારે ઘણી મહેનત કરવી પડે છે. હું વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપની પહેલી ગેમમાં સિંધુ સામે ખૂબ ધૈર્યથી રમી હતી. મને નથી ખબર કે મેં તેના પર પ્રેશર બનાવ્યું કે તે પહેલેથી ગભરાયેલી હતી, પણ હું પોતાને જીત પર ફોકસ રાખવા માગતી હતી અને એવું કર્યું.’

Comments (1)Add Comment
...
written by Terri, August 09, 2018
The participation in a major tournament will give an opportunity to test your strength and endurance. You can apply for additional information on the service to specialists http://editingwritingservices.org/.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK