ચેસ ચૅમ્પિયનશિપના કામસૂત્ર જેવા લોગોથી વિવાદ

લંડનમાં આવતા વર્ષે રમાનારી સ્પર્ધાના આયોજકોએ કરેલી લોગોની પસંદગી સામે ખેલાડીઓએ વ્યક્ત કરી નારાજગી

chess

ગ્લૅમરથી દૂર રહેનારી ચેસની રમતને લઈને એક વિવાદ સર્જાયો છે. વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ ૨૦૧૮નો લોગો મંગળવારે લૉન્ચ થયો હતો, જે બહાર આïવતાં સમગ્ર દુનિયામાં એની ટીકા થઈ રહી છે. ઘણા ગ્રૅન્ડ માસ્ટરોએ ટ્વીટ કરીને આ લોગો સામે પોતાની નારાજગી દર્શાવી છે. આ લોગો ચેસ ટુર્નામેન્ટ કરતાં કામસૂત્રની વધુ યાદ અપાવે છે. લોગોમાં એવું બતાવવામાં આવ્યું છે કે બે શરીર એકમેક સાથે વીંટળાયેલાં છે અને બન્ને વચ્ચે એક ચેસ-બોર્ડ રાખવામાં આવ્યું છે.

વિવાદોથી દૂર અને શાંત રહેતા વિશ્વનાથન આનંદે આ વાતને લઈને મજાક કરી છે. પાંચ વખતના આ વર્લ્ડ ચૅમ્પિયને કહ્યું હતું કે ‘જો તમે આ પોઝિશનમાં છો તો જાતને સૅન્ટા ક્લૉઝની સારી યાદીમાં ગણો. વળી લોગોમાં ચેસ-બોર્ડ ૬X૬નું બતાવાયું છે. આનંદે કહ્યું હતું કે ‘ચેસના ખેલાડી હોવાના નાતે હું ઇચ્છું છું કે બોર્ડ ૮X૮નું હોય. વળી પ્યાદાને સૌથી છેલ્લા ખાનામાં ન રાખવું જોઈએ.’

આનંદ ઉપરાંત ઘણા ખેલાડીઓએ આ લોગો સામે નારાજગી વ્યક્ત કરી છે. આ લોગોમાં બે જ પ્યાદાં સામે નારાજગી વ્યક્ત કરતાં લોકોએ કહ્યું હતું જાણે ચેકમેટ થઈ ગયું હોય એવું લાગે છે.

ઘણા લોકોએ આવા લોગોને બહુ ભદ્દો ગણાવ્યો હતો. વર્લ્ડ ચૅસ ચૅમ્પિયનશિપ આવતા વર્ષે ૧૧થી ૩૦ નવેમ્બર સુધી લંડનમાં રમાશે જેમાં વર્લ્ડ ચૅમ્પિયન મૅગનસ કાર્લસન અને ચૅલેન્જર વચ્ચે સ્પર્ધા થશે. ચૅલેન્જરનો નિર્ણય આવતા વર્ષે માર્ચમાં રમાનારી ટુર્નામેન્ટમાં થશે. સૌથી મહkવની વાત એ હતી કે યજમાનોને લોગોના વિવાદ વિશે અંદાજ હતો. આયોજકોએ કહ્યું હતું કે તેઓ જાણીજોઈને વિવાદાસ્પદ લોગો બનાવવા માગતા હતા, જેવું આ વિવાદસ્પદ શહેર છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK