સમાપનઃઆતશબાજી અને બૉલીવુડનાં ગીતોએ જમાવ્યો રંગ

૪૫ દેશોના ૧૧,૦૦૦ ઍથ્લીટ્સે ભાગ લીધો હતો

asian



ગઈ કાલે ઇન્ડોનેશિયામાં આયોજિત ૧૮મી એશિયન ગેમ્સનું જકાર્તાના ગિલોરા બંગ કર્ણો સ્ટેડિયમમાં શાનદાર સમાપન થયું છે. ભારે વરસાદ છતાં લોકોએ મોટી સંખ્યામાં એન્ટરટેઇનમેન્ટ કાર્યક્રમ જોવા હાજરી આપી હતી. ઇન્ડોનેશિયામાં બૉલીવુડ ઘણું જ લોકપ્રિય છે. એની ઝલક સિદ્ધાર્થ સલાથિયા અને દેનાડાએ ‘કોઈ મિલ ગયા’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘જય હો’ જેવાં ગીતોની સુંદર રજૂઆત દ્વારા આપી હતી. વિવિધ દેશોના છ જેટલા ગાયકોએ લોકોને ભારે મનોરંજન કરાવ્યું હતું. હવે પછી ચીનના ઝાંગઝુમાં સપ્ટેમ્બર ૨૦૨૨માં ૧૯મી એશિયન ગેમ્સનું આયોજન થશે.

પ્રથમ વખત ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબન્ગ શહેરમાં આ રમતોત્સવનું આયોજન થયું હતું જેમાં ૪૫ દેશોના ૧૧,૦૦૦ ઍથ્લીટ્સે ભાગ લીધો હતો. ચીન અને જપાન અનુક્રમે આ સ્પર્ધામાં પહેલા તથા બીજા ક્રમાંકે આવ્યા હતા તો યજમાન ઇન્ડોનેશિયા પણ મેડલ ટેલીમાં ચોથા ક્રમાંકે હતું. ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાના અધ્યક્ષે ચાર વર્ષ બાદ ઝાંગઝુમાં મળીશું એવી જાહેરાત સાથે જકાર્તાના ગવર્નરે ગેમ્સની ટૉર્ચ અને ફ્લૅગને ચીનના યુ લી વી શહેરના મેયરને સુપરત કર્યા હતાં.

રૅન્ક    દેશ              ગોલ્ડ    સિલ્વર    બ્રૉન્ઝ    કુલ
૧.    ચીન              ૧૩૨     ૯૨        ૬૫     ૨૮૯
૨.    જપાન            ૭૫       ૫૬        ૭૪     ૨૦૫
૩.    સાઉથ કોરિયા     ૪૯      ૫૮        ૭૦     ૧૭૭
૪.    ઇન્ડોનેશિયા       ૩૧      ૨૪         ૪૩      ૯૮
૫.    ઉઝબેકિસ્તાન      ૨૧       ૨૪       ૨૫      ૭૦
૮.    ભારત             ૧૫      ૨૪        ૩૦      ૬૯

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK