ફેડરર અને નડાલનો આભારઃજોકોવિચ

સર્બિયાના નોવાક જૉકોવિચે હુઆન ડેલ પૉટ્રોને હરાવીને ત્રીજી વખત US ઓપન ટાઇટલ જીતી લીધું

DJOKOVID



કુલ ૧૪ ગ્રૅન્ડ સ્લૅમ જીતીને પીટ સૅમ્પ્રસની બરોબરી કરનાર સર્બિયાના ખેલાડીના મતે આ બન્ને મહાન ખેલાડીઓ સાથેની હરીફાઈને કારણે જ હું આજે આવો ખેલાડી બન્યો, જેનું શ્રેય તેમને જાય છે

સર્બિયાના નોવાક જૉકોવિચે રવિવારે રાત્રે આર્જેન્ટિનાના હુઆન ડેલ પૉટ્રોને હરાવીને ત્રીજી વખત US ઓપન ટાઇટલ જીતી લીધું અને પીટ સૅમ્પþસના ૧૪ ગ્રૅન્ડ સ્લૅમની બરોબરી કરી હતી. ન્યુ યૉર્કમાં આઠમી વખત US ઓપનની ફાઇનલ રમનાર જૉકોવિચે ડેલ પૉટ્રોને ૬-૩, ૭-૬,૬-૩થી હરાવીને જીત મેળવી હતી. તે ૨૦૧૧ અને ૨૦૧૫માં પણ અહીં ટાઇટલ જીતી ચૂક્યો છે. વિજય બાદ જૉકોવિચે કહ્યું હતું કે ‘પીટ સૅમ્પþસ મહાન ખેલાડીઓ પૈકી એક છે. તે મારા બચપણના હીરો છે. હું તેમને જોઈને જ ટેનિસ રમતો હતો. તેમના જેટલાં જ ગ્રૅન્ડ સ્લૅમ જીતવાં મારા માટે બહુ જ મહત્વનાં છે.’

રૉજર ફેડરર અને રાફેલ નડાલની વાત કરતાં સર્બિયાના ખેલાડીએ કહ્યું હતું કે ‘કદાચ દસ વર્ષ પહેલાં હું એવું કહેત કે નડાલ અને ફેડરરના સમયમાં હોવાને કારણે હું ખુશ નથી, પરંતુ આજે હું કહીશ કે હું ઘણો ખુશ છું. હું તેમના જેવી જ લાગણી અનુભવું છે. તેમની સાથેની હરીફાઈએ  જ મને આજે આવો ખેલાડી બનાવ્યો છે જેનું શ્રેય તેમને જાય છે.’

જૉકોવિચ ગયા વર્ષે કોણીની ઈજાને કારણે આ ટુર્નામેન્ટમાં નહોતો રમ્યો. રવિવારે ભારે વરસાદને કારણે સ્ટેડિયમની છતને બંધ કરી દેવામાં આવી હતી. જૉકોવિચે પહેલા જ સેટમાં ૫-૩ની લીડ મેળવી લીધી તેમ જ સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં ડેલ પૉટ્રોએ વાપસી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો હતો. ત્રીજા સેટમાં તે ઘણો થાકેલો દેખાતો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK