આ છે મેજર ધ્યાનચંદ વિશેની અજાણી વાતો

ચંદ્રના અજવાળામાં પ્રેક્ટિસ કરવાને કારણે મળ્યું ધ્યાનચંદ નામ, 'હૉકી ના જાદુગર' વિશે 10 વાત

DHYAN1



ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં જન્મેલા ધ્યાનચંદ પ્રાથમિક શિક્ષણ બાદ 16 વર્ષની ઉંમરે જ પંજાબ રેજિમેન્ટમાં સામેલ થયા હતા. ધ્યાનચંદ 'ફર્સ્ટ બ્રાહ્મણ રેજિમેન્ટ'ના એક સામાન્ય જવાન તરીકે ભરતી થયા હતા.

ધ્યાનચંદને આપણે હૉકીના જાદુગર તરીકે જાણીએ છીએ. પરંતુ બાળપણમાં કુશ્તી તેમની પ્રિય રમત હતી. ધ્યાનચંદ નામ તેમને મિત્રો તરફથી મળ્યું હતું, કારણ કે તેઓ હંમેશા રાત્રે ચંદ્રના અજવાળામાં હૉકીની પ્રેક્ટિસ કરતા હતા.

DHYAN2


ધ્યાનચંદે 1928, 1932, અને 1936ના ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાવ્યા હતા. 1936ના ઓલિમ્પિકમાં ફાઈનલ જર્મની વિરુદ્ધ રમાઈ રહી હતી, ત્યારે ધ્યાનચંદને જૂતા ઉતારીને રમવા કહેવાયું. જો કે બૂટ કાઢવા છતાંય ધ્યાનચંદે ત્રણ ગોલ મારીને ટીમને જીતાડી હતી

1936ના બર્લિન ઓલિમ્પિકમાં ભારતીય દળના ધ્વજવાહક પણ ધ્યાનચંદ હતા. પરેડ દરમિયાન જ્યારે તેઓ હિટલર સામેથી પસાર થયા, તો ધ્યાનચંદે હિટલરને સલામી આપવાની ના પાડી દીધી.

DHYAN3


સરમુખત્યાર હિટલર ધ્યાનચંદની ગેમથી એટલી ઈમ્પ્રેસ હતા કે તેમણે ધ્યાનચંદને જર્મનીની નાગરિક્તા અને આર્મીમાં કર્નલની પોસ્ટ ઓફર કરી હતી.

હોલેન્ડમાં એક મેચ દરમિયાન તેમની હૉકી સ્ટીકમાં ચુંબક હોવાની શંકાએ તેમની હૉકી સ્ટીક તોડીને ચેક કરવામાં આવી હતી

ધ્યાનચંદને 'The Wizard' પણ કહેવામાં આવે છે. પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ધ્યાનચંદે 401 ગોલ ફટકાર્યા હતા.

1956માં ધ્યાનચંદને પદ્મભૂષણની સન્માનવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટ ધ્યાનચંદનો જન્મદિવસ છે, એટલે દેશભરમાં આ દિવસની ઉજવણી રમત ગમત દિવસ તરીકે થાય છે.

ધ્યાનચંદે હૉકીમાં જે રેકોર્ડ બનાવ્યા તેના સુધી આજે પણ કોઈ ખેલાડી પહોંચી શક્યો નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK