ચીનને પછાડી ભારતીય મહિલાઓએ 13 વર્ષે કરી બતાવી આ કમાલ

૧૩ વર્ષે ભારતીય મહિલા હૉકી ટીમ જીતી એશિયા કપ, પેનલ્ટી શૂટઆઉટમાં ચીનને ૫-૪થી હરાવીને ૨૦૦૯ની હારનો હિસાબ કર્યો બરાબર : ૨૦૧૮ના વર્લ્ડ કપ માટે થઈ ક્વૉલિફાય


woman hockey


ભારતીય હૉકી ટીમ ગઈ કાલે જપાનના કાકામિગાહરામાં રમાતી મહિલા એશિયા કપની ફાઇનલમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને ટાઇટલ જીતી હતી. ભારત ૧૩ વર્ષ બાદ આ ટાઇટલ જીત્યું છે. આ સાથે ભારતીય ટીમ ૨૦૧૮માં રમાનારા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ છે. આંતરરાષ્ટ્રીય હૉકી ફેડરેશને ભારત ક્વૉલિફાય થયું હોવાની ઘોષણા કરી હતી. ભારત નિર્ધારિત સમય દરમ્યાન મૅચ ૧-૧થી ડ્રૉ રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ચીનને હરાવીને ૨૦૦૪ બાદ પહેલી વખત આ ટાઇટલ જીત્યું હતું.

ભારત તરફથી નવજોત કૌરે ૨૫મી મિનિટે ગોલ કરીને ૧-૦થી લીડ મેળવી હતી. ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ ચોથા ક્વૉર્ટરમાં ૪૭મી મિનિટે તિયાનતિયાન લુવોએ પેનલ્ટી કૉર્નરને ગોલમાં બદલીને મુકાબલો બરોબરી પર લાવી દીધો હતો. ત્યાર બાદ બન્ને ટીમ ગોલ કરવામાં સફળ નહોતી થઈ અને પરિણામે મૅચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ જેમાં ભારતે જીત મેળવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં ભારત માટે વિજયી ગોલ રાનીએ કર્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ભારત અને ચીનની ટીમ પાંચ-પાંચ તક બાદ ૪-૪થી બરોબરી પર હતી. બન્નેએ એક-એક તક ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ સડન ડેથનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચીન ગોલ નહોતું કરી શક્યું.

ભારતીય હૉકી માટે એક મહિનામાં આ બીજી સફળતા છે. પુરુષ ટીમ ગયા મહિને એશિયા કપ જીતી હતી. ભારતીય ટીમ ચોથી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ૧૯૯૯માં એ પોતાની યજમાનીમાં ફાઇનલમાં સાઉથ કોરિયા સામે ૩-૨થી હારી ગઈ હતી, પણ ૨૦૦૪માં આ ટાઇટલ જીતવામાં સફળ થઈ હતી. ૨૦૦૯માં બૅન્ગકૉકમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ ૫-૩થી હરાવીને ચીન ટાઇટલ જીત્યું હતું. સાઉથ કોરિયાએ પહેલી મૅચમાં જપાનને ૧-૦થી હરાવીને આ ટુર્નામેન્ટમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

વર્લ્ડ કપમાં મેરિટના આધારે ક્વૉલિફાય કરવું મહત્વનું : રાની

ભારતીય ટીમની કૅપ્ટન રાનીએ કહ્યું હતું કે ‘ટીમ માટે મેરિટના આધારે મોટી ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવું મહત્વનું છે. અમે બહુ ખુશ છીએ કે એશિયા કપ જીતીને અને મેરિટના આધારે આવતા વર્ષે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયા છીએ.અમારી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે જેમણે આટલા મોટા પ્લૅટફૉર્મ પર રમતી વખતે સારો જુસ્સો બતાવ્યો. ચીને પણ સારો પડકાર આપ્યો હતો અને મૅચને પેનલ્ટી શૂટઆઉટ સુધી ખેંચી લાવ્યું હતું. ગોલકીપર સવિતાએ સડન ડેથમાં શાનદાર બચાવ કર્યો અને મને ખુશી છે કે હું સડન ડેથમાં ગોલ કરવામાં સફળ રહી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK