જરૂર પડી તો પુરુષ-બૉક્સરો સાથે પણ ટ્રેઇનિંગ કરશે મૅરી કૉમ

ટોક્યો ઑલિમ્પિક્સ માટે લગાવશે એડીચોટીનું જોર, ૨૦૧૨માં તેણે ઊંચા કદના બૉક્સરો સાથે પ્રૅક્ટિસ કરતાં ફાયદો થયો હતો



BOXER MARY COMબોક્સર મેરીકોમ


તાજેતરમાં નવી દિલ્હીમાં છઠ્ઠી વખત વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ જીતનાર મૅરી કૉમ ૬ વર્ષ પછી ફરી એક વાર કડક ટ્રેઇનિંગ મેળવવા માટે ઊંચા કદના પુરુષ-પાર્ટનર સામે ટ્રેઇનિંગ કરશે. ઑલિમ્પિક મેડલિસ્ટ મૅરી કૉમે કહ્યું હતું કે ‘ટ્રેઇનિંગ-પાર્ટનર મળવા ઘણા મુશ્કેલ છે, જે છે તે પણ મદદ કરવાની ના પાડે છે. નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં જેને ચાન્સ નહોતો મળ્યો તેઓ પણ ઉપલબ્ધ નથી, હવે ખૂબ થોડા લોકો બચ્યા છે. મારી ટ્રેઇનિંગ બરાબર નહીં થઈ રહી હશે તો હું ઊંચા કદના પુરુષ-પાર્ટનર સામે ટ્રેઇનિંગ કરીશ. ૨૦૧૨માં લંડન ઑલિમ્પિક્સની તૈયારી માટે મેં પુણેના બેલાવાડીમાં આવી રીતે જ તૈયારી કરી હતી.’ 


આ પણ વાંચોઃ  ઑસ્ટ્રેલિયાની નબળી ટીમને નાથી શકશે વિરાટ બ્રિગેડ?


૩૫ વર્ષની મણિપુરીની મૅરી કૉમ ૨૦૨૦માં ટોક્યો ઑલિમ્પિક્સમાં ૫૧ કિલોની કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા અત્યારથી તનતોડ પ્રૅક્ટિસ કરવા માગે છે. અત્યારે તે સંભવિત હરીફ બૉક્સરોના વિડિયો જોઈ રહી છે અને એ પ્રમાણે તૈયારી કરી રહી છે. હાલમાં સંપન્ન થયેલી વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ‘૪૮ કિલોગ્રામની કૅટેગરીમાં મને કોઈ ટક્કર આપી શક્યું નહીં. ડ્રૉ મારા માટે સામાન્ય વાત છે અને મારું કૉન્ફિડન્સ લેવલ ઊંચું છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ પહેલાં મેં વિયેટનામમાં એશિયન ચૅમ્પિયનશિપ જીતી હતી એટલે મને ઘણા મજબૂત બૉક્સરો વિશે ખબર હતી. હું આશા કરતી હતી કે અમુક બૉક્સરો મારા કરતાં વધુ સ્ટ્રૉન્ગ હશે. જ્યારે મેં તેમને જોયા ત્યારે મને ખબર પડી કે તેઓ મારા કરતાં સ્ટ્રૉન્ગ નથી. નૉર્થ કોરિયા પાસે ઊંચા કદના બૉક્સરો છે. મેં તેમને વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં અને પોલેન્ડ ટુર્નામેન્ટમાં હરાવ્યા છે. ચાઇનીઝ બૉક્સરો ચતુર, ચપળ અને હોશિયાર છે, પણ ક્વૉલિટી અને અનુભવમાં હું ચાઇનીઝ બૉક્સરો કરતાં વધુ સારી છું.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK