મૅરી કૉમની નજર પાંચમા ગોલ્ડ પર

એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપની અન્ય કૅટેગરીમાં સોનિયા લાઠેર પણ પહોંચી ફાઇનલમાં, સરિતા દેવી સહિત અન્ય પાંચ મહિલા બૉક્સરો પણ સેમી ફાઇનલમાં હારતાં બ્રૉન્ઝથી માનવો પડ્યો સંતોષ

mary kom


પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન એમ.સી. મૅરી કૉમે (૪૮ કિલોગ્રામ) વિયેટનામમાં રમાતી એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં પોતાના પાંચમા ગોલ્ડ મેડલ તરફ આગળ વધતાં ગઈ કાલે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તો સોનિયા લાઠેર (૫૭ કિલોગ્રામ) પણ ફાઇનલમાં પ્રવેશી હતી. જોકે ભારત માટે એક નિરાશાજનક સમાચાર પણ હતા. ચાર વખત ગોલ્ડ મેડલ જીતનાર સરિતા દેવીએ (૬૪ કિલોગ્રામ) બ્રૉન્ઝ મેડલ સાથે જ સંતોષ માનવો પડ્યો છે, કારણ કે તે સેમી ફાઇનલમાં ચીનની ડાઉ ડૅન સામે હારી ગઈ હતી.

મૅરી કૉમે સેમી ફાઇનલમાં જપાનની સુબાસા કોમુરાને ૫-૦થી હરાવી હતી. તેણે આ સ્પર્ધામાં કુલ છ વખત ભાગ લીધો હતો, જે પૈકી પાંચ વખત તે ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં તેની ટક્કર કિમ હૅન્ગ મી સામે થશે. જો મૅરી કૉમ આજે રમાનારી ફાઇનલ જીતી જશે તો ૪૮ કિલોગ્રામ કૅટેગરીમાં ભારતનો પહેલો ગોલ્ડ હશે. રાજ્યસભાની સંસદસભ્ય અને ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ૩૫ વર્ષની મૅરી કૉમે પાંચ વખત ૫૧ કિલોગ્રામ કૅટેગરીની સ્પર્ધામાં રમ્યા બાદ આ વખતે ૪૮ કિલોગ્રામ કૅટેગરીમાં રમવાનું પસંદ કર્યું હતું. અગાઉ તેણે ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૧૦ અને ૨૦૧૨માં ગોલ્ડ મેડલ જીત્યો હતો તો ૨૦૦૮માં સિલ્વર મેડલ જીત્યો હતો.

મૅરી કૉમે આ વખતે પણ પોતાની ડિફેન્સિવ ટેક્નિકની મદદથી જ આ મૅચ જીતી હતી. જપાનની સ્પર્ધક પણ ભારતીય ખેલાડીથી અંતર રાખવાનો પ્રયાસ કરતી હતી. તેની સરખામણીમાં ભારતની અન્ય બૉક્સર સોનિયા લાઠેરે ભારે આક્રમક રમત બતાવી હતી. તેણે ઉઝબેકિસ્તાનની યોદ્ગોરૉય મિર્ઝાએવાને કોઈ તક નહોતી આપી. સોનિયા અગાઉ આ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે. ફાઇનલમાં તેનો મુકાબલો ચીનની યિન જુનહુવા સામે થશે. દરમ્યાન અન્ય સેમી ફાઇનલમાં શિખા (૫૪ કિલોગ્રામ), લવલિના બોરગોહેન (૬૯ કિલોગ્રામ), સીમા પુનિયા (૮૧ કિલોગ્રામ) અને પ્રિયંકા ચૌધરીએ (૬૦ કિલોગ્રામ) કૅટેગરીમાં પોતાની સેમી ફાઇનલ મૅચ હારી જતાં બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK