એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં પાંચ ગોલ્ડ જીતીને રેકૉર્ડ કરનાર મૅરી કૉમે કહ્યું...

રાજ્યસભાની સંસદસભ્યે જણાવ્યું કે હું ઘણી ભૂમિકાઓ નિભાવું છું, એક મમ્મી પણ છું જેણે ત્રણ બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે, મને નથી ખબર કઈ રીતે આ બધું કરી શકું છું

mary kom


ભારતીય મહિલા બૉક્સર એમ. સી. મૅરી કૉમે (૪૮ કિલોગ્રામ) વિયેટનામમાં ચાલતી એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતાં પાંચમો ગોલ્ડ જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો તો ભારતની જ સોનિયા લાઠેર (૫૭ કિલોગ્રામ) ફાઇનલમાં હારી જતાં સિલ્વર મેડલ સાથે સંતોષ માનવો પડ્યો હતો. પાંચ વખત વલ્ર્ડ ચૅમ્પિયન રહેલી મૅરી કૉમે નૉર્થ કોરિયાની કિમ હૅન્ગને ૫-૦થી હરાવી હતી તો સોનિયા ચીનની યિન જોનહુસા સામે હારી ગઈ હતી. આમ ભારતે આ ટુર્નામેન્ટમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.

૨૦૧૪ની એશિયન ગેમ્સ બાદ મૅરી કૉમનો આ પહેલો ગોલ્ડ મેડલ હતો. જોકે તેણે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવાનું યથાવત્ રાખ્યું હતું. અત્યાર સુધી છ વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર મૅરી કૉમ એક વખત સિલ્વર મેડલ જીતી હતી તો અગાઉ ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૧૦ અને ૨૦૧૨માં ગોલ્ડ મેડલ જીતી હતી. આ મેડલ સાથે જ તેણે ઇતિહાસ રચી દીધો હતો. તે પાંચ વખત આ મેડલ જીતનાર પહેલી ખેલાડી બની ગઈ હતી.

જીત બાદ તેણે કહ્યું હતું કે ‘આ મેડલ મારા માટે ખાસ છે. મારા તમામ મેડલ પાછળ સંઘર્ષની વાત છે. દરેક મેડલ્સ પાછળ કોઈ નવો સંઘર્ષ છે. મને આશા છે કે સંસદસભ્ય બન્યા બાદ મળેલો આ મેડલ મારી શાખમાં વધારો કરશે.’

બૉક્સર હોવા ઉપરાંત ૩૫ વર્ષની મૅરી કૉમ રાજ્યસભાની સંસદસભ્ય અને બૉક્સિંગમાં ગવર્નમેન્ટ ઑબ્ઝર્વર પણ છે. ઉપરાંત તે ત્રણ બાળકોની મમ્મી છે. ઇમ્ફાલમાં તેની એક બૉક્સિંગ ઍકૅડેમી પણ છે જેને તે પોતાના પતિ સાથે ચલાવે છે. મૅરી કૉમે કહ્યું હતું કે ‘હું ઘણી ભૂમિકાઓ નિભાવી રહી છું. મને નથી ખબર કઈ રીતે આ બધું કરી શકું છું.’

મૅરી કૉમ વિમેન બૉક્સિંગનો ચેહરો પણ રહી છે. તેથી જ આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ ફેડરેશને તેને ૨૦૧૦માં ‘મૅગ્નિફિશન્ટ મૅરી’ એવું ઉપનામ પણ આપ્યું હતું.

એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ બદલ મૅરી કૉમને અભિનંદન. ભારતને તારી સિદ્ધિઓ પર ગર્વ છે.

- નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

કેટલું શાનદાર પ્રદર્શન અને શું વાપસી? પાંચમા ગોલ્ડ માટે મૅરી કૉમને શુભેચ્છા. તિરંગાને હંમેશાં ઊંચો રાખો ચૅમ્પિયન.

- રાજ્યવર્ધન સિંહ રાઠોડ, યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK