માર્ટિના હિન્ગિસે ત્રીજી અને છેલ્લી વખત લીધી નિવૃત્તિ

ટીનેજર તરીકે કરીઅરની શરૂઆત કરનાર ટેનિસ ખેલાડીએ ડબલ્સમાં નંબર વન તરીકે રમતને કરી અલવિદા

hingis

સ્વિટ્ઝરલૅન્ડની ટેનિસ-ખેલાડી માર્ટિના હિન્ગિસે નિવૃત્તિની ઘોષણા કરી દીધી છે. આ સાથે એક એવી કરીઅરનો અંત આવી ગયો. તે ૧૯૯૦ના દાયકામાં ટીનેજર તરીકે સુપરસ્ટાર બની અને પછી ૨૦ વર્ષ બાદ વિમેન્સ ડબલ્સના રૅન્કિંગમાં નંબર વન પર પહોંચી. આ ૩૭ વર્ષની ખેલાડી આ પહેલાં બે વખત નિવૃત્તિ લઈ ચૂકી હતી. ૨૦૦૬માં એક વખત કોકેન માટે કરવામાં આવેલી ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેણે રમત છોડવાની ઘોષણા કરી હતી. એ પહેલાં ૨૦૦૩માં બાવીસ વર્ષની ઉંમરે તેણે તમામ ટાઇટલ્સ જીતી લીધા બાદ નિવૃત્તિની ઘોષણા કરી હતી, પરંતુ હવે તેણે કહ્યું હતું કે ‘સિંગાપોરમાં ચાલી રહેલી WTA ફાઇનલ્સ મારી છેલ્લી ટુર્નામેન્ટ હશે. આ વખતે હું ચોક્કસ નિવૃત્તિ લેવાની છું. અગાઉ જ્યારે પણ મેં નિવૃત્તિ લીધી હતી ત્યારે એવું લાગતું હતું કે હું વાપસી કરી શકું છું. આ સીઝનમાં મને લાગે છે કે નિવૃત્તિ લેવાનો આ સાચો સમય છે. તમે જ્યારે ટોચ પર હો ત્યારે છોડવા માગો છો, નહીં કે સંઘર્ષ કરી રહ્યા હો ત્યારે.’

માર્ટિનાએ ભારતીય ખેલાડી સાનિયા મર્ઝિા સાથે પણ ડબલ્સમાં જોડી બનાવી હતી અને બન્ને ઘણાં ટાઇટલ્સ જીતી હતી. રૉજર ફેડરરે પણ માર્ટિના સાથે ૨૦૦૧માં હોપમૅન કપમાં વિજય મેળવ્યો હતો. ફેડરરે કહ્યું હતું કે માર્ટિનાએ જ મને દેખાડ્યું હતું કે કઈ રીતે જીતી શકાય. સ્વિટ્ઝરલૅન્ડ ઘણું નસીબદાર છે કે એની પાસે આવી ખેલાડી હતી. અમે ઘણા નસીબદાર હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK