એક સમયે ફુટબૉલ રમવાની ના પાડતાં જિયાક્સન 2 દિવસ સુધી જમ્યો નહોતો

ભારત તરફથી પ્રથમ ગોલ કરીને ઇતિહાસ રચનાર ફુટબૉલ-ખેલાડીના પેરન્ટ્સે કહી તેમના દીકરાના ફુટબૉલ પાછળના ગાંડપણની અનેક વાત

jeakson


અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપમાં ગોલ ફટકારીને ઇતિહાસ રચનાર ભારતનો યુવા ખેલાડી જિયાક્સન સિંહ થાઉનાઓજૅમ ફુટબૉલ પાછળ એટલોબધો ગાંડો હતો કે તેના પેરન્ટ્સે રમવાનું બંધ કરી ભણવા પર ધ્યાન આપવાનું કહેતાં તેણે બે દિવસ સુધી કંઈ પણ ખાધું નહોતું. ૧૬ વર્ષના જિયાક્સનની મમ્મી બિલશિનીદેવીએ કહ્યું હતું કે ‘અમે તેને બ્યુરોક્રેટ બનાવવા માગતાં હતાં, પરંતુ બેથી ચાર ધોરણ દરમ્યાન જિયાક્સન પ્રથમ તો અમરજિત સિંહ (ભારતનો વર્તમાન કૅપ્ટન) સ્કૂલમાં બીજા ક્રમાંકે આવતો હતો. અમે તેને ત્ખ્લ્ અધિકારી બનાવવા માગતાં હતાં, પરંતુ તે તૈયાર નહોતો. ચાર વર્ષનો હતો ત્યારથી રમે છે. અમારા ઘરની સામે જ એક નાનકડું મેદાન છે. તે આખો દિવસ રમતો, ઘણી વખત તો જમવાનું પણ ભૂલી જતો. મને બરાબર યાદ છે એક દિવસ તેને રમવાનું બંધ કરી ભણવા માટે કહેતાં તે બે દિવસ સુધી જમ્યો નહોતો. ત્યાર બાદ અમે તેને આવું ક્યારેય નહોતું કહ્યું. તેના પપ્પા દેબેન સિંહ પણ ફુટબૉલ-ખેલાડી હતા. એથી તેને ફુટબૉલ રમવાની છૂટ આપી હતી.’

ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશને કરેલી વ્યવસ્થાને કારણે જિયાક્સનના પેરન્ટ્સ ફુટબૉલ મૅચ જોવા માટે દિલ્હી આવ્યા છે. છ ફુટની ઊંચાઈ ધરાવતા જિયાક્સનની મમ્મી બિલશિનીદેવીએ મૅચ વિશે કહ્યું હતું કે ‘અમે વિચાર્યું નહોતું કે તે ગોલ કરશે, પરંતુ તેણે કર્યો. જોકે અમે એનો આનંદ માણીએ એ પહેલાં જ કોલમ્બિયાએ સામે ગોલ કરી દીધો. ગઈ કાલની રાતે ૧૦ વાગ્યાથી મણિપુરમાં રહેતાં મારાં રિલેટિવ્સ અને મિત્રો સતત ફોન કરી મને અભિનંદન પાઠવી રહ્યાં છે.’

જિયાક્સનના ફુટબૉલ પાછળના ગાંડપણની વાત કરતાં તેની મમ્મીએ કહ્યું હતું કે ‘જ્યારે તેના પિતા તેને અભ્યાસ કરવાનું કહે તો માત્ર ૧૦થી ૧૫ મિનિટ સુધી વાંચીને તે ગાયબ થઈ જતો. તે અને અમરજિત વરસાદમાં પણ માથા પર પ્લાસ્ટિકની કોથળી બાંધીને રમતા. અમે જિયાક્સનના ફુટબૉલના ગાંડપણ પાછળ ઘણો ખર્ચ કર્યો છે, પરંતુ તે અહીં સુધી પહોંચ્યો એથી અમારો ભાર ઘણો ઓછો થઈ ગયો છે.’

જિયાક્સન અને અમરજિત બન્ને પિતરાઈ ભાઈ છે. ૨૦૧૦માં બન્ને ૯ વર્ષના હતા ત્યારે જ ચંડીગઢ ફુટબૉલ ઍકૅડેમીમાં દાખલ થયા હતા. અમરજિતની ૨૦૧૫માં પસંદગી થઈ હતી તો જિયાક્સનની છેક આ વર્ષે માર્ચ મહિનામાં પસંદગી થઈ હતી.

ગઈ કાલની મૅચોનાં પરિણામો


સ્પેને નાઇજરને ૪-૦થી હરાવ્યું તો કોસ્ટા રિકા અને ગિની વચ્ચેની મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી.

ઇરાકે જર્મનીને ૪-૦થી, તો બ્રાઝિલે નૉર્થ કોરિયાને ૨-૦થી હરાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK