તીરંદાજીમાં ભારતીય મહિલા અને પુરુષોની ટીમે રોમાંચક ટક્કરમાં ગુમાવ્યો ગોલ્ડ મેડલ

સાઉથ કોરિયાની ટીમોએ કમ્પાઉન્ડ આર્ચરીની ફાઇનલમાં આપી માત

archery

પુરુષોની ટીમે ફાઇનલ અને શૂટ-ઑફમાં સરખેસરખા પૉઇન્ટ મેળવ્યા, પરંતુ સાઉથ કોરિયાનાં તીર સર્કલની વધુ નજીક હોવાથી એને વિજેતા જાહેર કરાઈ તો મહિલાઓની ટીમ ચોથા સેટમાં ફસડાઈ પડતાં હારી

એશિયન ગેમ્સની કમ્પાઉન્ડ આર્ચરીની ફાઇનલમાં ભારતની મહિલા અને પુરુષોની ટીમો સાઉથ કોરિયા સામે હારી જતાં સિલ્વર સાથે સંતોષ માનવો પડ્યો હતો. બન્ને ફાઇનલ ભારે રસપ્રદ રહી હતી. મહિલાઓની ટીમ છેલ્લા સેટમાં ફસડાઈ પડી હતી તો પુરુષોની ટીમે પોતાના નસીબને દોષ આપવો પડે એવી પરિસ્થિતિ હતી. છેલ્લો સેટ ૨૨૯-૨૨૯ સાથે ટાઇ થતાં મૅચનો નિર્ણય શૂટ-ઑફમાં લેવાયો હતો જેમાં પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને સાઉથ કોરિયાનો સ્કોર ૨૯-૨૯ હતો. જોકે સાઉથ કોરિયાનાં તીર સર્કલની વધુ નજીક હોવાથી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે બે મેડલ ભારત માટે આશ્વાસનરૂપ જરૂર છે.

ભારતીય પુરુષોએ સાઉથ કોરિયા સામે પહેલો સેટ ૬૦-૫૬થી જીત્યો હતો. જોકે બીજા સેટમાં ૫૩-૫૮થી પાછળ રહ્યા હતા અને ત્રીજો સેટ ૫૮-૫૬થી જીતી લીધો હતો, પરંતુ ચોથો સેટ ૫૭-૫૯થી હારી જતાં બન્ને ટીમનો સ્કોર ૨૨૯-૨૨૯થી બરોબર થયો હતો. શૂટ-ઑફમાં પણ ભારતીય ટીમના અભિષેક વર્મા, રજત ચૌહાણ અને અમન સૈનીએ શાનદાર પ્રદર્શન કરતાં સ્કોર ૨૯-૨૯ના લેવલ પર હતો, પરંતુ તીર સર્કલથી વધુ નજીક હોવાથી સાઉથ કોરિયાની ટીમને વિજેતા જાહેર કરાઈ હતી.

એ પહેલાં ભારતીય મહિલા ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન સાઉથ કોરિયા સામે હારી ગઈ હતી, પરંતુ પહેલી વખત આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવામાં જરૂર સફળ થઈ હતી. મુસ્કાન કિરાર, મધુમિતા કુમારી અને જ્યોતિ સુરેખાએ સાઉથ કોરિયા સામે પહેલો સેટ ૫૯-૫૭થી જીત્યો હતો, પરંતુ બીજો સેટ ૫૬-૫૮થી હારી ગઈ હતી. ત્રીજો સેટ ૫૮-૫૮થી બરોબરી પર રહ્યો હતો, પરંતુ ચોથા સેટમાં ૫૫-૫૮થી પાછળ રહેતાં ૨૨૮-૨૩૧થી હારી ગઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK