ભારતે ૪૦૦ મીટર મિક્સ્ડ રિલેમાં જીત્યો સિલ્વર

હિમા દાસના માર્ગમાં અડચણ ઊભી કરવા બદલ બાહરિન સામે નોંધાવ્યો વિરોધ

team



ગઈ કાલે ભારતીય ખેલાડી એમ આપ પુવમ્માએ ૪હૃ૪૦૦ મીટરની સ્પર્ધામાં ૩૦ મીટરની લીડ મેળવી હતી ત્યારે હિમા દાસના માર્ગમાં અડચણ ઊભી કરવા બદલ ઍથ્લેટિક ફેડરેશન ઑફ ઇન્ડિયાએ બાહરિન સામે ફરિયાદ નોંધાવી છે. જ્યુરીએ ભારતની અપીલને માન્ય રાખીને આજે સવારે ૧૦ વાગ્યે આ મામલે ચુકાદો આપશે. એશિયન ગેમ્સમાં પહેલી વખત મિક્સ્ડ રિલે સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી જેમાં ભારતે ૩ મિનિટ ૧૫.૭૧ સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી. બાહરિને આ સ્પર્ધા ૩ મિનિટ ૧૧.૮૯ સેકન્ડ સાથે પૂરી કરતાં ગોલ્ડ મેળવ્યો હતો. બાહરિને અડચણ ઊભી કરતાં હિમા દાસને થોડીક ઈજા પણ થઈ હતી તેમજ થોડો સમય બગડ્યો પણ હતો.

ફૉલ્સ સ્ટાર્ટને કારણે ઍથ્લીટ હિમા દાસ ૨૦૦ મીટર સેમી ફાઇનલમાંથી બહાર

ગઈ કાલે દ્યુતિ ચંદે ૨૦૦ મીટરની ફાઇનલમાં સ્થાન મેળવીને એશિયન ગેમ્સમાં બીજા મેડલ તરફ આગેકૂચ કરી છે, પરંતુ હિમા દાસને ખોટી શરૂઆતને કારણે ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી છે. મહિલાઓની ૪૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતનારી હિમા ગનનો અવાજ થાય એની થોડીક સેકન્ડ પહેલાં જ પોતાની લેનની બહાર જતી રહી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK